પુષ્ટિમાર્ગ પરમ ફલની પ્રાપ્તિ શ્રી વલ્લભાધીશની કૃપા અને ચરણકમલના સેવન વગર શક્ય જ નથી. ઝાઝા ભાગે વૈષ્ણવો શિક્ષાપત્રો વાંચે તેમાં દરેક શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીની આજ્ઞા જીવ પ્રતિ કરતા જ હોય છે કે “શ્રી વલ્લભાધીશ કે ચરણકમલકો દ્રઢ આશ્રય કરીયો તાતે સફલ કાર્ય સિધ્ધ હો જાયેગો” તે ચરણ કમલ વિષય ઉપર ખૂબજ પ્રકાશ પાડતું આ પુસ્તક નાનકડુ પણ ચરણાવિંદમાં પ્રભુએ ધારણ કરેલા 15 ચિન્હો ભક્તો માટે શુ કાર્ય કરી અલૌકિક્તા પ્રાપ્ત કરાવે તેની સંપૂર્ણ માહિતી સભર આ પુસ્તિકા હોવાથી પાયાની જરૂરીયાત પુરી કરવા માટે ઉત્તમ હોવાથી ભગવદીયો તેનો લાભ લઇ રહયા છે.
શ્રી વલ્લભાધીશના ચરણકમલના દિવ્યદર્શન
શ્રી નંદકુમાર ગાંધી
શ્રી ઠાકોરજી (શ્રી કૃષ્ણ ભગવાન) એ જેવી રીતે વેણુનાદ ધ્વારા તેમના આશ્રિતોને સુધારસનું પાન કરાવી અલૌકિક દેહનું દાન કરેલ તેજ પ્રમાણે શ્રી વલ્લભે વચનામૃત ધ્વારા જુદા જુદા ષોડશગ્રંથો જુદા જુદા શરણસ્થ ભક્તોને માટે રચી તેમના અલૌકિક દેહ સિધ્ધ કરાવી નિકુંજના ધ્વાર સુધી પહોંચવા માટે ની કૃપા આ વચનામૃત અધર અમૃત સમાન પર્યાપ્ત થતાં આ યુગમાં તેનુ વાંચન મનન ચિંતન વેણુનાદ સમાન છે. આશા છે કે આ વેણુનાદનો લાભ સર્વે પુષ્ટિસૃષ્ટિને મળે ને પ્રભુના શ્રમની નિવૃત્તી થાય.
શ્રી વલ્લભાધીશનો વેણુનાદ
શ્રી નંદકુમાર ગાંધી
શ્રી વલ્લભનું ભૂતલ આગમન ફક્ત “દૈવોધ્ધાર પ્રયત્નાત્મા” હેતુ માટે થયેલું છે. તે માટે પુષ્ટિમાર્ગને પ્રગટ કરી ઉધ્ધારનું કાર્ય ચાલુ કર્યું હતું. પરંતુ શ્રી ઠાકોરજી તેમના વગર રહી ન શકતા. ત્રણ આજ્ઞાઓ ઉપરા ઉપરી થતાં પોતે ચાલીસ દિવસ સંન્યાસ ગ્રહણ કરી જલ અન્નનો ત્યાગ કરી પોતાના બંને લાલજી (પુત્ર) ને અંત સમયે બોલાવી બાકી રહેલા દૈવી જીવોના ઉધ્ધાર અર્થે શ્રી સર્વોત્તમ સ્તોત્રના મંત્રો આનંદથી અશેષ ભક્ત સંપ્રાથ્ય ચરણાબ્જ રજોધન: ના પ્રત્યક્ષ દર્શન કરાવીને આજ્ઞા કરી કે આ સર્વોત્તમનો વિનીયોગ ભક્તિયોગમાં કરશે તેના પ્રતિબંધો દુર થતાં અધરામૃતની પ્રાપ્તિ થશે અને ચરણાબ્જ રજોધનની પણ પ્રાપ્તિ થતાં દૈવી જીવોનો ઉધ્ધાર કરવાની જડી બુટ્ટી સમાન ધન બંને પોતાના લાલજીને શ્રી મહાપ્રભુજીના વસિયતમાં મળેલ હોવાથી આજ પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠનું ખૂબજ કિંમતી ધનની જેમ વિનીયોગ પ્રભુ ભક્તિ માટે થતો હોવાથી શ્રી વલ્લભાધીશના વસિયત નામા સમાન પ્રસિધ્ધતાથી વૈષ્ણવો અહર્નિશ લાભ લે છે. તો ભગવદીયો ખૂબ લાભ લે.
શ્રી વલ્લભાધીશનુ વસિયતનામુ
શ્રી નંદકુમાર ગાંધી
આ પરમ ભગવદીય વૈષ્ણવની ઘણી વિસ્તૃત માહિતી વેબસાઈટ પર પ્રારંભમાં જ આપી છે. છતાં એક બાબતની સ્પષ્ટતા કરવા માટે બે શબ્દો લખવાની આજ્ઞા માગીશ કે શ્રી વલ્લભની કૃપાનો જીવતો જાગતો નમુનો કે ચાર ધોરણ ભણેલા આ પરમ ભગવદિયને સંસ્કૃતના શ્લોકોનું વિવેચન કરવાનું ગજબનું સામર્થ્ય હતું. વ્રજભાષાના અષ્ટસખાના પદોની અંદર રહેલ નિગૂઢ ભાવોની સ્ફુરણા પણ સહજતાથી થઈ જતી અને કોઈ પણ પદના ભાવ સમજવા તેમના પાસે આવેલ વૈષ્ણવોને અર્થનું સમાધાન કરાવી શકતા હતા. તેમણે અણુભાષ્ય ગાયત્રીભાષ્ય શ્રી સુબોધીનીજી, શ્રીગુંસાઈજીના શૃંગારરસ મંડન જેવા કઠીન ગ્રંથો શ્રી હરિરાય વાકમુક્તાવલી વિગેરેમાં આપેલા ગ્રંથોને તેઓ સહજતાથી સત્સંગ કરવા આવેલ ભગવદિયોને સમજાવતા. તેમના માસિકોમાં પ્રગટ થયેલા લેખો ખરેખર શ્રી વલ્લભના અનુગ્રહને પ્રાપ્ત કરાવનારા છે તેમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. વૈષ્ણવસૃષ્ટિ લાભ લઈ અનુભવ કરે તેજ અભિલાષા. દા.દા. નંદકુમારભાઈના ભગવદ્સ્મરણ.
પરમ ભગવદિય શ્રી પ્રાણજીવનભાઈ પટેલ (ભાવનગરના વતની)
શ્રી વલ્લભપાદ્પદ્મમિલિન્દના (સત્તસંગમાં આપેલા સ્વતંત્ર લેખો)
નામથી આ વૈષ્ણવને ખૂબજ ભગવદિયો તથા ગોસ્વામી આચાર્યો જાણે છે કેમકે તેમના લેખો દરેક સાંપ્રદાયિક માસિકોમાં આવતા હતા. તેઓ શિક્ષક હોવાના કારણે તેમનું વાંચન, મનન ખૂબજ રહેતું. પુષ્ટિ સંપ્રદાયના પાયાના મજબૂત ગ્રંથો કે જે સંસ્કૃત યા વ્રજભાષામાં હોય તેને અક્ષરેઅક્ષર વાંચી તેનો નિચોડ કાઢવાનું કપરૂ કાર્ય તેઓ સહજતાથી કરી શકતા તેના કારણે તેઓના લેખો માર્મિક ખામી વગરના રહેતા. અન્ય માસિક લેખોના લેખમાં માર્ગથી સિદ્ધાંત ફરક થયો હોય તો જાહેરમાં માસિકોમાં તે વિષયની ચર્ચા લખી ભવિષ્યમાં તેવું સિદ્ધાંત વિહોણુ લખવાની કોઈ હિંમત ન કરે તેવા આકરા પ્રયત્નો તેમના રહેતા. તેથી તેમના લેખોમાં પુષ્ટિમાર્ગનો નિચોડ સહજતાથી કોઈને પણ પુછ્યા વગર વાંચનાર જાણી શકે તેવી સરલ ભાષામાં રહેતા. આવા લેખો અમોએ બને તેટલા પ્રયત્ન કરી એકઠા કરી એકસાથે બધાજ પ્રસિદ્ધ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. વૈષ્ણસૃષ્ટિને આનો ખૂબજ લાભ મળશે જ. જેઓ માર્ગમાં નવા આગન્તુકો છે તેઓએ આ લેખ વાંચવાથી કોઈપણ વસ્તુ ક્યાંય પુછવા નહીં જવુ પડે તેવા છે અને પુષ્ટિમાર્ગમાં આગળ વધી પરમફલની પ્રાપ્તિ કરશે જ તેમાં કોઈ સંદેહ નથી.
એ જ દા. દા. શ્રી નંદકુમારભાઈ ગાંધીના ભગવદસ્મરણ
પરમ ભગવદિય શ્રી કંચનભાઈ ગાંધીના (સત્તસંગમાં આપેલા સ્વતંત્ર લેખો)
(વડોદરાના વતની)
જુનાગઢ (પ્રાગટ્યદિન પવિત્રબારસ સં.2028) પૂજ્ય મહારાજશ્રીને રૂબરૂ મળવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી કેમ કે તેઓ ખૂબજ એકાંતપ્રિય હોવાથી બહાર બહુ જલ્દીથી કોઈને મળતા નથી. પણ મારા કલેક્શનમાં પ્રાપ્ત થયેલા તેમના લેખોની શૈલીથી હું અત્યંત પ્રભાવિત થયો છું. દરેક લેખ વિષયોમાં તેમનું લખાણ શ્રી સર્વોત્તમજીના એક નામ “સ્વવંશેસ્થાપિતાશેષસ્વમાહાત્મય” ના અનુસંધાનમાં શ્રી વલ્લભાધીશની છટાની ઝલકના દર્શન કરાવે છે. પ્રભુકૃપાથી મારા ભાગ્યમાં હશે તો રૂબરૂ દર્શનનો લાભ લઈ તેમના ફોટોગ્રાફ મેળવી વૈષ્ણવસૃષ્ટિને તે સ્વરૂપના દર્શન વેબસાઈટ પર કરાવીશ – તેમના કૃપા-વચનામૃત રૂપી લેખો નિહાળવા વૈષ્ણવસૃષ્ટિને અનુરોધ કરૂં છું. એ જ દાસાનુદાસ નંદકુમારભાઈના ભગવદ્સ્મરણ
પરમ પુજ્ય ગો.સ્વામીજી ,૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ શ્રી
(જુનાગઢના વતની)
આ વિભાગમાં ખૂબજ ભગવદિયોના લેખોનો સમાવેશ થયો છે. પુષ્ટિમાર્ગમાં પ્રભુએ જુદા જુદા જીવોને જુદી જુદી પ્રકારના દાન પ્રમાણે જુદી જુદી રૂચિ ઉત્પન્ન થતી હોવાથી જુદા જુદા વિષયો પરના તેમના અભ્યાસ, મંતવ્યો અને માર્ગદર્શન આ લેખોમાં હોવાથી તેમના વધારે લેખો ન હોવાથી અલગ કેટેગરી પાડી શક્યા નહીં હોવાથી તેમના લેખોને (Common Section) જનરલ વિભાગમાં સમાવાયા છે. તેમના હૃદયમાં શ્રીમહાપ્રભુજીએ કરેલ ભાવવર્ષાની વૃષ્ટિના સ્પષ્ટપણે દર્શન થઈ રહ્યા છે. તેઓ પાસે હજુ પણ આવા માર્ગને ઉપયોગી લખાણ હોય તો અમને સીધુ મોકલી શકે છે. જે અમે નેટ ઉપર મૂકીને સર્વે પુષ્ટિસૃષ્ટિને લાભ મળે તેવો પ્રયત્ન કરીશું. બીજુ આ લેખો માર્ગમાં પ્રવેશ કરનારને લગભગ તમામ પ્રશ્નોનું સમાધાન કરી આપનારા હોવાથી આગળ વધવાની ગતિ વધારનારા છે. આશા રાખુ છું કે આવા મહામૂલ્ય સાહિત્યનો અભ્યાસ ખૂબ પ્રમાણમાં થાય અને પ્રભુને લાયક બની પરમ ધ્યેય પ્રાપ્ત કરે. એ જ દા.દા. નંદકુમારના ભગવદ્સ્મરણ.
અન્ય પુસ્ટિમાર્ગિય લેખો
શ્રીમદ્ વલ્લભ પ્રભુની કારીકાઓની માહિતી
વાક એવ બ્રહ્મઃ। વાક્ શંબધેન શરીર સંબંધઃ સૈવા વાક્ ઉત્તત્મા – પ્રથમ-સ્કંધ-15-અધ્યાય શબ્દ બ્રહ્મણેન પર બ્રહ્મઃ પ્રકાશકે। એટલે વાણી એ જ આત્માનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ સિવાય પરબ્રહ્મ પકાશતા નછી. એટલે શબ્દ બ્રહ્મ રૂપી વૈશ્વાનર વાક્પતિ વલ્લભની વાણી જ ભગવદ પ્રાપ્તિ કરાવે છે. વલ્લભ વાણી જ ફલરૂપ છે. એટલે સુબોધિનીજીમાં પ્રથમ સ્કંધથી એકાદશ સ્કંધની બધી જ કારીકાઓ એ વલ્લભ વાણી છે અને નામાત્મક સ્વરૂપ છે. તેનાથી જ ભગવદ પ્રાપ્તિ છે. માટે દરેક જીવાત્માએ એ જ વાણીનું પાન કરવાનું છે. વિચાર ચિંતન સિવાય ભગવદ વાણીના ઉચ્ચારણ માત્રથી ભગવાન તુર્ત જ હૃદયમાં આરૂઢ થાય છે. એ પ્રથમ સ્કંધમાં પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી પતિપાદિત કરેલ છે. જેથી જીવાત્માએ ભગવદ પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તેને આજ વાક્પતિની વાણી વડે જ ભગવદ પ્રાપ્તિ કરવાની છે.
ષોડશ અને કારીકાઓ અધ્યાય ૧ થી ૧૧
શ્રી વલ્લભાધીશ રચિત
Books on Pusti Marg published by Nand Kumarbhai are given on this page