શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના વિપ્રયોગ સિદ્ધાંતની પ્રણાલિકાનું ગૂઢ રહસ્ય.
spacer
spacer

શ્રીમદ્ વલ્લભાચાર્યજી પોતે કેવળ વિપ્રયોગાત્મક સ્વરૂપના ગૂઢ રહસ્યનો બોધ કરનાર છે. આમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ દુનિયાભરના વિદ્વાન તત્વજ્ઞાનીઓ તેમજ વિચારકો સમક્ષ ભગવાન માટેના દિવ્ય પ્રેમ તેમજ ઇશ્વરનો સાક્ષાત્કાર તેમજ અનુભવ કરાવવાની પ્રણાલીકાવાળો તાજો સંદેશો વાસ્તવિક રીતે રજુ કરેલ છે કે જેના વડે જીવ માત્રને વિપ્રયોગ સિદ્ધાંતની ગૂઢતા વડે ભગવદ્ સાક્ષાત્કાર તેમજ પ્રૌઢતાવાળું નવજીવન પ્રાપ્ત થાય છે.

ઘણા લાંબા સમયથી શ્રીમદ્ વલ્લભાચાર્યજીના વિપ્રયોગ રહસ્યની માન્યતા પર સુંદર અને દોષદર્શી પુથક્કરણવાળું વિવરણની ખાસ જરૂર હતી. આ રહસ્ય વડે શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ હાલના દોષદર્શી કળીયુગના સમયમાં પણ થી ભગવદ્ અવતારની અપ્રકટ દશામાં પણ હર કોઇ જીવ ઇશ્વરનો અનુભવ ભોગવી શકવાની સિધ્ધાંતિક તાકાત મેળવી શકે છે. તે હકીકત હાલનાં શી વલ્લભ સંપ્રદાયના ભણેલા અને નવા આગેવાનો દ્રારા વિશાળતા પૂર્વક શીખવાઇ રહેલ છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજીની ભગવદ્ પ્રાપ્તિ કરાવવાની આ રીત આજ દિન સુધી નિમકહલાલી પૂર્વક રજુ કરવામાં આવેલી નથી તેનું દુઃખ થાય છે. અને તેથી પાશ્ચિમાત્ય દેશોના વિચારકો તેમજ તત્વજ્ઞાનિઓને જેની ખાસ જરૂરીયાત છે એવા શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ભગવદ્ પ્રાપ્તિ કરાવવાના સંદેશાને અસરકારક રીતે બહોળા પ્રમાણમાં પ્રસારાવવાની ખાસ જરૂરીયાત છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજી પોતે એક ઇશ્વરવાદની પધ્ધતિ પરના શુદ્ધ અદ્રૈત તત્વજ્ઞાનના પ્રથમ જ માર્ગદર્શી છે અને કૃપાના સિદ્ધાંતના ગૂઢ રહસ્ય સાથે વિપ્રયોગ પદ્ધતિ દ્વારા હરેક જીવને ઇશ્વરના અનુભવની પ્રાપ્તિ કરવવાની રીતવાળા પ્રથમ જ પુરૂષ છે.
 
ગોપીજનોએ ભગવાન શ્રીકૃષ્ણને ભોગવ્યા અને સંયોગ રસમાં પરમ કાષ્ઠા પન્ન અનિર્વચનીય સેવા રસ સમુહ જેવી રાસરસાબ્ધિથી કલ્લોલ સર્વ ઇન્દ્રીયો વડે આસ્વાદન કરી રસનો અનુભવ કર્યો પણ તે શ્રી કૃષ્ણ ભગવાનની પૃથ્વી પરની પ્રકટ અવસ્થામાં તે વખતે શ્રીકૃષ્ણજીની હાજરીમાંજ આ રસનો અનુભવ કર્યો છે.
ગોપીજનો માટે શ્રીકૃષ્ણ ભગવાનનો વેણુનાદ એ ગોપીજનોના અંગે અંગનું સર્વાંગિ ઉદબોધન હતું એટલે કે આ વેણુનાદથી તેઓને તેમના પૂર્વજન્મની સ્મૃતિ થઇ હતી. શ્રીકૃષ્ણ ભગવાને પોતાની વાણી વેણું દ્રારા મોકલીને પોતાના ખરેખરા સ્વરૂપનું જ્ઞાન ગોપીજનોને કરાવ્યું કારણ કે વાણી એ દેવતા રૂપ છે. જે ભગવાનને યોગ્ય પાત્ર છે તે જીવનની અંદર ભગવદીય સામગ્રી ભરપુર હોય છે તેની જ સાથે ભગવાનની વાણીને બોલવા ચાલવાનો વ્યવહાર હોય છે. આવાં ગોપીજનો ભગવાન શ્રીકૃષ્ણના વેણુ દ્વારા વાગાદિ વ્યવહારથી પોતાની જાતને ઓળખી શક્યાં એટલે કે પોતે કોણ હતા ? ક્યા કારણને લઇને તેઓને આ દુનિયા પર આવવું પડયું તથા તેમનો નિર્દેશક ભગવાન કોણ છે ? તેણે શું વરદાન આપ્યું હતું ? તેથી ગોપીજનોને ભગવાન શ્રીકૃષ્ણનો વેણુનાદ તેમના કર્ણ દ્વારા સાંભળતાં બરાબર જ તેઓએ સર્વ ઇંદ્રિયોને આસ્વાદ્ય એવો સાક્ષાત સ્વરૂપ સાથે સંબંધ પ્રાપ્ત કર્યો જે મનોરથાન્તરૂપ બન્યો.
 
ગોપીજનોએ ભગવાન શ્રીકૃષ્ણ સાથેની સંયોગલીલામાં શ્રીકૃષ્ણ ભગવાનનો અંગસંગ પ્રાપ્ત કર્યો જે રાસલીલામાં પરિણમ્યો. આ સંયોગલીલા-રાસલીલા ભગવાન શ્રીકૃષ્ણ સાથે ભોગવ્યા પછી સંયોગલીલાનું વિયોગલીલામાં પરિવર્તન થયું.
 
સંયોગલીલામાં ગોપીજનોએ ભોગવેલા અતિ આનંદમાં મસ્ત બની ગોપીજનોએ અભિમાન ધારણ કર્યું તે જાણીને ભગવાન શ્રીકૃષ્ણેજ તેમનું અભિમાન દૂર કરવા ગોપીજનોને છોડીને અન્તર્ધાન થઇ ગયા જે ભગવાન શ્રીકૃષ્ણ સાથે વિયોગલીલામાં ગોપીજનોનું પરિવર્તન થયું.
 
ગોપીજનોની એ અગાધ ઉંડાણવાળી અને નક્કર વાસ્તવિકતાવાળી વિયોગલીલા હોઇને ગોપીજનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે અતિ વિગાઢ ભાવ વડે ભગવાનમાં અભેગની સ્ફુર્તિ કરવા લાગ્યાં. આ વિયોગલીલા એ ગોપીજનોની ભગવાન શ્રીકૃષ્ણ સાથેની દર્પહનન લીલા જ છે એમાં કોઇ સંશય નથી.
ત્યારપછી ગોપીજનો ભગવાનમાં સ્મરમ સહિત સ્નેહમાં તરબોળ થઇ જાય છે એટલે કે સાધન દશામાં જ ફળની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
 
ભગવાન શ્રીકૃષ્ણની પ્રકટ હાજરીમાં તો રમવા સંયોગરસના આસ્વાદનોની સિધ્ધિઓ પ્રાપ્ત થાય એમાં તો સંશય ન જ હોય પરંતુ ભગવાનની અપ્રગટ અવસ્થાના સમયમાં આવા સંયોગ રસના આસ્વાદનોની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી ઘણી અધરી છે.
 
તેથી સાધન દશામાંજ ફળની સિધ્ધિઓ જીવને પ્રાપ્ત કરાવવા માટે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વિપ્રયોગની પ્રમેય સિદ્ધાંતની પ્રણાલિકા ઉમેરી છે. તેથી ભગવદ્ આવિર્ભાવ સિવાય પણ ભગવાનના અંગ રૂપી રૂપ અને નામ વડે જીવને મુક્તિ મળે છે આસ્વાદન મળે છે.
 
આ રીતે ગોપીજનોએ સંયોગરસને ભોગવ્યો છે અને વિયોગરસ પણ ભોગવ્યો છે. ત્યારપછી શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ ભ્રમરગીતમાં નિર્દેશ કરેલ વિપ્રયોગ રસ પણ ભોગવ્યો છે.
 
અત્યારના જલદ કલિયુગના દોષદર્શી પ્રવાહમાં વિશ્વના તત્વો જેવાં કે જડ, જીવ અને ચેતનને કેવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું તેમજ ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા પુરતી ભગવાન માટે યોગ્યતા લાયકાત પ્રાપ્ત કરવી તેની કોઇ ખાત્રી મળી શકે તેમ નથી.
 
તેથી શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પ્રથમ બ્રહ્મમિમાંસા હાથ પર લીધી છે અને સૂત્ર “અથાતો બ્રહ્મમિમાંસા” થી શરૂ કરી વાંચનાર તેમજ અભ્યાસ કરનારને બ્રહ્મમિમાંસાનો જ અભ્યાસ કરવા સૂચવે છે અને તેથી ધર્માનન્તર્ય તેમજ સાધન ચતુષ્ટય અનન્તર્ય જેવાં કોઇ પણ સૂત્રો અહીં વિશેષ કરી શકતાં નથી.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ અધિકારાર્થ સૂત્રને એવા સત્ય તરફ દોર્યું છે કે જીવો તો અનેક દોષોથી દુષ્ટ હોવાના કારણે અધિકાર તેના શ્રેય માટે જરૂરી છે અને તેથી જન્માદ યદિ યસ્ય યતઃ સૂત્રમાં બ્રહ્મન્ની વ્યાખ્યા વર્ણન ફક્ત એકલા વેદ પર જ પ્રમાણિત કરી રજુ કરેલ છે અને તેમ કરવામાં તેમની નેમ-ઇચ્છા-ફક્ત એકલી જીવનમાંથી તેની – અવિદ્યા કલ્પિતભેદ અજ્ઞાનતાના કારણે જીવે ભગવાન માટે કલ્પેલો ભેદ દૂર કરવાની ન હતી. પરંતુ હરેક જીવને બ્રહ્મનો અનુભવ કરાવવાનો આશય છે.
 
બ્રહ્મન્ એ કર્મ સાપેક્ષ છે. વેદ પણ એજ સૂચવે છે. ઉપનિષદનું ઇશ્વર વિષેનું જ્ઞાન પણ બ્રહ્મન્ને સત્યં જ્ઞાનં અનન્તમ્ તરીકે વર્ણવે છે.
 
બ્રહ્મન્ને સ્વરૂપ લક્ષણ કહેવાને બદલે કાર્યલક્ષણ તરીકે એટલા માટે વર્ણવે છે કે બ્રહ્મન એ વિશ્વના સર્જનહાર છે. તેથી સૂત્ર જન્માદ્ યદિ યસ્ય યત: એ ઘણું અગત્યનું છે. આ રીતે બ્રહ્મન ચપલતા ધરાવે છે, અને બ્રહ્મન એ શબ્દમૂલ છે.
જીવાત્મન્ એ પરમાણુ જેવડો છે. પરંતુ જીવાત્મન્ની પરમાણુ શક્તિ જીવના આખા શરીર પર ચંદનની માફક પથરાઇ જાય છે. ગન્ધની જેમજ પથરાઇ જાય છે. તેથી ગન્ધ તેમજ હીરાની સરખામણી છે.
 
જીવાત્મન્નું રહેઠાણ હૃદયમાં છે. ગુણ દ્રવ્ય સિવાય રહી શકતો નથી. આ રીતે જીવ બ્રહ્મનું બની જાય છે અને બ્રહ્મભાવનો અનુભવ કરે છે અને બ્રહ્મન્ના ધર્મો ધારણ કરતાં પોતાના અણુત્વપણા સાથે વિભુત્વપણાનો પણ અનુભવ કરે છે. તેથી બ્રહ્મમિમાંસામાં ધર્મમિમાંસા કે કર્મમિમાંસાની કોઇ જુદી જરૂરીયાત રહેતી જ નથી,
જીવાત્મન્નું વિભુત્વ વિગેરે જીવાત્મન્ બ્રહ્મભાવનો અનુભવ કરે તે પહેલાંથી જ તેનામાં ગુપ્તપણે સુષુપ્ત અવસ્થામાં બ્રહ્મ વિભુત્વ વિગેરે છે જ અને તે જીવાત્મન્માં વિકસે જ છે. જેવી રીતે નાના છોકરામાં પુરૂષપણું ગુપ્તપણે સુષુપ્ત અવસ્થામાં છે જ અને તે યુવાની ધારણ કરતાં વિકસે જ છે તેવી રીતે આખી વિશ્વસૃષ્ટિએ આ રીતે બ્રહ્મ પ્રયત્ન બને છે. જ્યારે સૃષ્ટિ એ ભગવાનીન આત્મસૃષ્ટિ બને છે અને આવી જ આત્મકૃતિ એ કેવળ ભગવાનની લીલા બને છે એ રીતે એમ જણાય છે તે બ્રહ્મન પોતાની મધુર ઇચ્છાને લઇને પોતાની અંગત રમતમાં પોતે પોતાને જડ, જીવ અને ચેતનમાં પોતાના ચઢીઆતાપણાને બાજુ પર રાખીને પણ ફેરવે છે અને અમુક જીવાત્મન્ અમુક કામ કરશે અને તેઓ તેણે અમુક ફળ આપશે એમ વિચારે છે. તેથી ફલદાન કરવાની ઇચ્છાને લઇને બ્રહ્મન પોતાના અંશરૂપ જીવો પર અમલ કરે છે. તેથી મનુષ્ય જાતીના જીવોની પરિસ્થિતિ તો એક એકટર તરીકે સરખાવી શકાય. તેણે તો ફક્ત બ્રહ્મલીલામાં જે પાઠ ભજવવાનો મળે તે જ ભજવવાનો હોય છે. આ રીતે આ જડ, જીવાત્મક અને નામરૂપાત્મક સૃષ્ટિ એ બ્રહ્મન્ની આત્મકૃતિ હોઇ આત્મ પરિણામરૂપ હોઇ બ્રહ્મનની કેવળ લીલા જ છે.
 
જે ક્ષણે મનુષ્યનો જીવ અનુભવશે કે બ્રહ્મન્ પોતાની રમતમાં જીવને અમુક કાર્યકર એવી દોરવણી આપે છે તે ક્ષણે તે જીવ દુઃખી થતો મટી જાય છે. જીવના પોતાના કાર્યમાં રહેલા મર્યાદિત પ્રિયત્વના વિચારો દૂર થઇ જશે અને જીવ ભગવાનના સાધુના વસુધૈવ કુટુમ્બકમ્ એ ન્યાયે ભગવાનની મહાન ઉદાર વિશાલતા અનુભવતો થઇ જશે.
 
એ રીતે જીવ પોતાના કર્તુત્વને ભુલી જઇને – છોડી દઇને – બ્રહ્મન્ના કર્તુત્વને યાદ કરીને પોતે કરેલાં સર્વે કામોની જવાબદારી છોડી દે છે – જવાબદારી સ્થગીત થઇ જાય છે. તે જીવને પછી કોઇ કર્મબંધન રહેતું જ નથી અને પોતાના બધાં જ કર્મોને બ્રહ્માનંદની લીલામાં બંધાયેલાં જુએ છે. આ રીતે જીવનું કર્તુત્વ માત્ર બ્રહ્માનન્દના આનન્દની પ્રાપ્તિ માટેનો ઉપાયમાત્ર બને છે. તેથી જીવમાત્રને દેહના સંબંધને લઇને તેના જીવનમાં જે જે કર્મો કરવાં પડે છે તે બધાં દેહ સંબંધના કારણને લઇને થઇ જાય છે. એટલે જીવનું કર્મકરણપણું એ દેહ સંબંધનું કારણ બને છે તેથી જ્યારે જીવ એવું અનુભવે છે કે દેહથી તેનો આત્મા જુદો છે ત્યારે તે પોતે કરેલાં કર્મોથી બંધન થવાનું તેમજ કરેલા કર્મોનું ફળ ભોગવવાનું છોડી દે છે બધી જવાબદારીઓમાંથી મુક્ત થઇ જાય છે.
 
ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દેહના અધ્યાસ વગરના એવા જીવનમુક્ત મહાનુભાવો કર્મો કેવી રીતે કરતાં હશે ? અને તેમાંયે તેમના કર્મ વડે બ્રહ્મની અભિવ્યક્તિ પણ કેવી રીતે થતી હશે ?
 
આ રીતે દેહના અધ્યાસ વગર તેમજ દેહના અભિમાન વગરના થતાં કર્મો તે બ્રહ્મ કર્મો જ હોય છે અને તે જ્ઞાનમાં ફક્ત એક જ બ્રહ્મનમાં અભિવ્યક્તિ કરાવનારાં બને છે.
 
આ રીતે ભગવાન એ કર્મના કર્તા છે અને તે કર્તુપણે બ્રહ્મનના તરફથી જીવને વારસામાં મળેલ છે તેથી જીવાત્મન્ નિત્ય છે. જો કે જીવાત્મન્ અણું છે છતાં પણ બ્રહ્મભાવની કક્ષામાં તે વિભુત્વપણાને ભોગવી શકે છે. જેવી રીતે તાજનો કુંવર જ હંમેશને માટે રાજા થાય છે તેવી જ સરખામણીથી જીવાત્મન્ કાયમને માટે વિભુત્વપણાને ભોગવી શકે છે.
 
જ્યારે બ્રહ્મન્ એ શબ્દનું મૂળ છે ત્યાં બ્રહ્મનમાં વિકાર અને નિરવયત્વપણાનો ભય રહેતો જ નથી.
 
જગતપ્રવાહનો છેડો નથી અને બ્રહ્મન એ બધા જ ધર્મોને ધારણ કરે છે. જડ, ચેતન અને જગત એવો જીવાત્મન્ જો કે તે બધાયનો બ્રહ્મનમાં ઉદભવ છે છતાં પણ જડ એ ચેતન બનતું નથી તેમજ ચેતન એ જડ બનતું નથી.
 
વિકારને તો તેનું આગવું વ્યક્તિત્વ કે અસ્તિત્વ છે જ નહીં વાચા આરભણ વિકારો નામધેયમ્. મૃતિત્વેન સત્યમ્ ઇતિ ત્યાં જ વિકાર વાણીમાત્રના આરંભથી જ શરૂ થાય છે પરંતુ ખરેખર તો તે વસ્તુરૂપ જ જણાય છે તો તે કયા બ્રહ્મ કારણથી થાય છે ત્યાં શ્રુતિના વાક્યથી અર્થ કહે છે કે વાણીનો આરંભ શબ્દો વડે જ થાય છે તેમાંજ તેનું અનન્યપણું જણાય છે. કાર્યનું કારણપણામાં અનન્યપણું છે પરંતુ તેનું મિથ્યાપણું નથી. બધા જ  પદાર્થોનું જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થઈ શકે કે જ્યારે બધા પદાર્થોનું અસ્તિત્વ હોય અને જ્યારે એકની જ અંદર તેઓનું અનન્યપણું હોય ત્યારે જ એકનું જ્ઞાન બધાયના જ્ઞાનનુ સાધન બની શકે છે.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજી માટે તો જગત સત્ય છે અને તેમના પોતાના સ્નેહપાત્ર એવા ભક્તોના સંસાર પણ સત્ય જ છે. વિશ્વના દરેક પદાર્થ જેવો કે જવાર વિગેરે એ પણ ઇશ્વરથી જુદો નથી. વિશ્વનો દરેક પદાર્થ એ પ્રભુની જ અમુક પ્રકારની વિભુતિરૂપ સામગ્રી છે.
 
મોક્ષ એ ભગવાનની જીવનમાં પ્રવેશ દ્વારા થતી પ્રક્રિયા તેમજ જીવની ઇશ્વરમાં પ્રવેશ દ્વારા થતી પ્રક્રિયા તેમજ જીવની ઈશ્વરમાં પ્રવેશ દ્વારા થતી પ્રક્રિયા જ છે. એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં જીવના સ્વતંત્ર અસ્તિત્વનો નાશ થતો નથી.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીની ભક્તિમાં ઉચ્ચ કક્ષાની ભક્તિ એટલે પ્રભુ માટે નિઃસ્વાર્થ પ્રેમ ભક્તિ છે જેનું અસલરૂપ પ્રેમ આસક્તિ અને વ્યસન છે.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજી કહે છે કે જીવાત્મન્ના મોક્ષ પ્રાપ્તિમાં પ્રભુ જીવાત્માન્ પર પોતાની કૃપાનું દાન કરે છે અને ભગવાનના આનન્દ સ્વરૂપમાં ભાગીદાર બનાવે છે.
 
પ્રભુના ભક્તોએ પ્રભુને જ્ઞાનાવતાર તરીકે નહીં પણ સ્નેહની વિભુતિ તરીકે અનુભવવાના છે અને આનન્દ મેળવવાનો છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજીના સિદ્ધાંત અનુસાર ઇશ્વરના સ્નેહને ભોગવવાનો આનન્દ એ જ ઉચ્ચ કક્ષાનો આનન્દ મોક્ષ છે.
આ કળિયુગમાં જ્યારે ભગવદ્ પ્રાપ્તિ માટેના બધાં જ સાધન બળોએ પોતાનું વિદ્યાબળ તથા શક્તિબળ ગુમાવી દીધાં છે ત્યારે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાને માટે ફક્ત સ્નેહભક્તિ એ એક જ પ્રક્રિયા બાકી રહે છે.
 
તેથી શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ જીવાત્મન્ને ભગવદ્ પ્રાપ્તિ કરાવવા માટે કીટ ભ્રમર ન્યાયની સિદ્ધાંતિક પ્રક્રિયા અપનાવી છે. કીટ ભ્રમર ન્યાયમાં જેવી રીતે ભ્રમર પોતે પોતાના જેવો બીજો ભ્રમર બનાવવા માટે જાતે શ્રમ લઇ પ્રથમ પોતે મોટી તથા પોતાની લાળ વડે તે ભ્રમરને તૈયાર કરવા માટે ઘર – પ્રયોગ – શાળા બાંધે છે. પછી તે પોતે કોઇપણ જાત કે રંગના નાના કીડાને ઉપાડી લાવી તે ઘરમાં – પ્રયોગશાળામા લાવી વસાવે છે. ત્યાર પછી તે કીડો જેટલું સહન કરી શકે એટલો જ ડંખ તે કીડાને ભ્રમરો લગાવે છે. જેમ જેમ જે કીડામાં સહન શક્તિ વધતી જાય છે તેમ તેમ તે ભ્રમર તે કીડાને વધુને વધુ જોરથી ડંખ લગાવી તે કીડાનું સેવન કરે છે. આ પ્રક્રિયાથી ધીમે ધીમે તે કીડો પોતાનો રંગ તેમજ આકાર બદલતો જાય છે અને ભ્રમરે તે કીડામાં સેવન દ્વારા દાખલ કરેલ ભ્રમરપણું ઉત્તરોત્તર વિકસતું જાય છે અને છેવટે તે કીડો પેલા ભ્રમર જેવો જ ભ્રમર બની ઉડી જાય છે ત્યાં સુધી મુળ ભ્રમર પેલા કીડાની પુરેપુરી કાળજીથી જતન કરે છે. અને પોતાનું રૂપ તેમજ સ્વભાવ તે કીડામાં દાખલ કરે છે. તેવી જ રીતે પુષ્ટિમાર્ગ માં તો ભગવાન જ પોતે શ્રમ લઇને પોતાના પ્રિય એવા ભક્તોને પોતાને લાયક સ્નેહની પરમકાષ્ટાવાળા ભગવાનનો અનુભવ કરવાની તાકાતવાળા બનાવે છે. ખરી રીતે તો, જીવે જ ભગવાનમાં પ્રથમ પ્રવેશ મેળવવો જોઇએ. પરંતુ અહીં તો ભગવાન જ પ્રથમ શ્રમ લઇને જીવમાં દાખલ થાય છે. અને આ રીતે ભગવાન જ જીવને પોતાના જેવો બનાવવા માટે તેને શુદ્ધ કરે છે અને જીવને બધી બાજુથી ભગવાનનો અનુભવ કરતો કરી દે છે.
 
પ્રથમ તો ભગવાને દરેક જીવને વિવેક વિગેરેથી ભરપુર ઇંન્દ્રિયોવાળું શરીર આપીને તે જીવને અર્ધકૃપાયુક્ત બનાવ્યો જ છે. જો તે જીવ પછી પૂર્ણકૃપાયુક્ત બનવાની પ્રક્રિયા મોહને વશ થઇને કદાચ પ્રાપ્ત ન કરે તો તેણે શરમાવા જેવું છે. તે જીવ પોતાના આત્માને છેતરનારો બને છે. જેવી રીતે ઘરમાં નિધિ સ્વરૂપ એવા ભગવાન પ્રાપ્ત થયેલાં હોવા છતાં મંદ ભાગ્યને લઇને તે નિધિ સ્વરૂપ ભગવાનની કિંમત સમજતો નથી અને અજ્ઞાનતા તેમજ મોહવંશતાનાં કારણને લઇને તે નિધિ સ્વરૂપ ભગવદમૂર્તિને પત્થર – કિંમત વગરની – સમજી પોતાનો પગ તે મૂર્તિ પર મૂકે છે. આ કેવળ મંદ ભાગ્યનું લક્ષણ છે.
 
આવી પરિસ્થિતિ જીવના અધિકારની ટાળવા માટે શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ ઘણો શ્રમ લઇને પોતાની વિપ્રોગ સિદ્ધાંતની પ્રક્રિયા જીવને ઇશ્વરમાં બ્રહ્મસંબંધ દ્વારા જોડવા તેમજ ભગવાનનો અનુભવ કરાવવા દાખલ કરી છે. અને તેથી પહેલાં તો જીવ પોતે પોતાનો પોતાનામાં જુએ છે એટલે કે પોતે કોણ છે ? તેના અસ્તિત્વનું કારણ શું છે તથા પોતે શું કરવા આવેલ છે ? તે માટે પૂર્વજન્મની સ્મૃતિને અનુભવે છે. અને પોતાના ચાલુ જીવનમાં પોતાના સંસારમાંના એકમેક સાથેના સાચા સંબંધોનો અનુભવ કરે છે. પછી જીવ એની મેળે પોતાની ધનસંપત્તિ શું છે. લોક સંપત્તિ શું છે. કામ સંપત્તિ શું છે અને સંસાર સંપત્તિ શું છે ? તેનું યથાર્થ જ્ઞાન પામી જાય છે અને પોતાની ધન સંપત્તિ, લોક સંપત્તિ, કામ સંપત્તિ તથા સંસાર સંપત્તિના બધાજ પદાર્થોનો સામગ્રીનો પોતાના ચાલુ જીવન સાથે કેવા કેવા પ્રકારના સંબંધો છે તે અનુભવવા માંડે છે. પછી તે જીવ વિશ્વના દરેક પદાર્થો તેમજ વસ્તુઓને અને પોતાને ઇશ્વરની સામગ્રી તરીકે માનતો થઇ જાય છે અને સામગ્રી સંપાદન કરવી તે અલંકાર રૂપ છે એંમ અનુભવે છે. પછી તે જીવ દરેક સામગ્રીના અણુએ અણુના પ્રભુ સાથેના સાચા સંબંધ વડે પ્રાપ્ત થતી દિવ્યતા મેળવવામાં ઘણો જ ચકોર બને છે. કારણ કે ભગવાનને સમર્પિત થયેલી સર્વે સામગ્રીઓ ભગવદીય બની જાય છે. કેવળ બુદ્ધિ સમર્પિત થતાં સર્વનું જ સમર્પણ થઇ જાય છે.
 
આવી રીતના જીવનું સર્વાંગી ઉત્થાન શ્રીમદ્ વલ્લભાચાર્યજીના વિપ્રયોગ રહસ્ય વડે પ્રાપ્ત થાય છે અને સાથો સાથ જીવ સાચો ભક્ત અને ભગવદીય બની જાય છે. એટલે પછી તે જીવને ભક્તિરસની અપેક્ષા હોવા છતાં પણ તે જીવને ફરી ઇંદ્રિયોનું ભગવદ્ સ્વરૂપ વડે ભક્તપણું – પવિત્રપણું – નિર્ગલિત પ્રાપ્ત થતાં ભક્તિરસ કરતાં પણ અધિક રસ પ્રાપ્ત કરે છે. પછી જીવ ભક્તિમાર્ગમાં અગિકાર એ ભાગ્યરૂપ હોવા છતાં પણ પુષ્ટિપુષ્ટૌ અંગિકારનું મહત્વ અનુભવી શકે છે. ભક્તિમાર્ગમાં તો કેટલીક વખત વિષયબુદ્ધિનું વિદ્યમાનપણું હોવાના કારણે કોઇક વખત મોહ પણ થઇ જાય છતાં પણ તે જીવનો કાલગ્રાસ થતો નથી. જે જીવ વશ થતો જ નથી. એ રીતે જીવ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના જીવભાવમાંથી નિવૃત્ત થાય છે અને ભગવદભાવમાં પ્રવૃત્ત થાય છે.
 
આ રીતે શ્રીમદ્ વલ્લભાચાર્યજી જીવ માટે આશ્ચર્યકારક પગલું ભરે છે. એટલે કે પ્રભુ પોતાના સ્નેહ વડે તે જીવના સર્વકાલના સર્વે દોષો દૂર કરે છે અને જીવ પાસે ભગવાનની સેવા કરાવી જીવના મનના દોષો પણ નિવૃત્ત કરે છે એટલે પછી પરસ્પર સ્નેહ વડે કરીને ચલ સૌહદપણું પ્રાપ્ત કરે છે. ભગવાન સર્વના આત્મા છે એટલે ભગવદ્ અર્થે જીવે કરેલા દરેક ત્યાગને અનુલક્ષીને પ્રભુ જીવ માટે તે તે રૂપ ધારણ કરે છે. કારણ કે પરસ્પર વરણ – સ્નેહના સંબંધનો પ્રકાર જ એવો છે. આજ ફળરૂપ ભક્તિ છે.
 
આવાં ભક્તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આવી ફળરૂપ ભક્તિમાં જ જીવન વ્યતીત કરે છે.
 
આવી ફળરૂપતાતો ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે ભગવાનનું ભજન સ્મરણ કરતાં કરતાં બહુ પ્રકારથી રસ અભિવ્યક્ત – અનુભવયુક્ત થાય. તે રસના અનભવથી ભગવાન સાથે એકાત્મપણું પ્રાપ્ત થાય છે. જે રીતના તે ભક્ત ભગવાનમાં પ્રેમવાળો થાય છે તે જ રીતના ભગવાન પણ તે ભક્તમાં પ્રેમવાળા થાય છે કારણ કે પ્રિય વસ્તુ સ્નેહીને આપી શકાય છે.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજીના વિપ્રયોગ સિદ્ધાંતમાં ભગવાને પોતે જ જીવ માટે શ્રમ લેવાનો હોય છે. એટલે કે ભગવાને જ જીવને ઇશ્વર સંબંધીનું સાચું જ્ઞાન આપવું પડે છે અને ભગવાને જ જીવને તેના ચાલુ જીવનને દીવ્ય બનાવવાનું જ્ઞાન આપવું પડે છે. અને જીવને તેના સાચા અસ્તિત્વ માટે અને તેના જન્મના કારણ માટે ચકોર બનાવવો પડે છે. અને તે જીવને તેના ચાલુ જીવનમાં ચારે બાજુથી ઇશ્વર પ્રાપ્તિ માટે તૈયાર કરવો પડે છે જ્યારે જીવને કાંઇ જ કરવાનું રહેતું નથી કારણ કે ભગવાને જ જીવ માટે કામ કરવાનું હોય છે.
 
આ કલિયુગમાં જીવાત્મનને માટે પોતે પોતાને ઇશ્વર પ્રાપ્તિ માટે પોતાની લાયકાત તૈયાર કરવાનું તદ્દન અશક્ય છે. અહીંયા ભગવાન જ કર્મસાપેક્ષ છે. ભગવાન જ જીવને તૈયાર કરવા માટેના પગલાંની વ્યવસ્થા કરે છે જીવ જે ભગવાનનો આશ્રય કરે છે તેજ ભગવાન તે જીવના આત્મા બની પ્રકાશે છે. આ પુષ્ટિમાર્ગમાં તો જીવ માટે શરૂઆતથી જ ભગવદભાવ કરવાનો હોય છે. અહીંયા જીવભાવની ગૌણતા છે ભગવદભાવની મુખ્યતા છે. કારણકે જીવાત્મન્માં તેનું મન માયામોહમાં વિક્ષિપ્ત હોવાવાળું હોવાથી ક્ષણે ક્ષણે અનેક વ્યસનવાળો તે જીવ થઇ જાય છે. આવાં વ્યસન લાગુ ન પડે તે માટે પ્રથમ ગુરૂ એજ એક સાધન છે અને પુષ્ટિમાર્ગમાં તો ભગવાન એજ ગુરૂ છે એટલે જીવે ભગવાનમાં જ ગુરૂપણું રાખવાથી તેને પ્રભુ માટેનો પ્રેમ – આસક્તિ અને વ્યસન લાગુ થતાંમાં જ રસનો અનુભવ થાય છે.
 
વળી એમ સંશય-શંકા થાય છે કે જ્યારે વિષય-માયામોહ-વ્યસન વિગેરે ઇશ્વરે જ આપેલી સામગ્રી છે તો પછી તે સામગ્રીનો ત્યાગ શા માટે કરવો જોઇએ ? ત્યાં કહે છે કે સર્વ સામગ્રી માત્ર રસ રૂપ છે અને એ બધાંય રસો અહીં પ્રકટ છે પરંતુ તે બધાં કેવળ મધુર રસ વ્યક્ત કરનાર નથી. સ્ત્રી સહિત જ ભગવાનનું ભજન કર્તવ્ય છે પરંતુ કોઇપણ સામગ્રીનો ત્યાગ કરીને ભગવાનનું જ ભજન કરવાનું નથી.
 
જીવ જ્યારે સુખની અપેક્ષા કરે છે ત્યારે ભગવાન પોતે જ જીવના સુખરૂપ થઇને સુખ પ્રદાન કરે છે. વળી જીવ જ્યારે ભગવદ્ પ્રાપ્તિ માટે સાધનોની અપેક્ષા કરે છે ત્યારે ભગવાન પોતે જ જીવ માટે સાધનરૂપ બની જઇ અલૌકિક સાધનો પ્રદાન કરે છે. ભગવાન તો પોતાના ભક્તને વૈકુંઠ પર્યંત જવા માટે શ્રમ દુઃખ ન પડે માટે ભગવાન પોતે વૈકુંઠરૂપી પોતાને જીવ પાસે લાવી દે છે. ભગવાન જીવને સહેજ પણ દુઃખ પડવા દેતા નથી એટલી બધી કાળજી ભગવાન જીવ માટે રાખે છે.
 
જીવને સ્વભાવિક સારા તેમજ ખરાબ પ્રકૃતિના પ્રવાહ જે પદાર્થોના રંગ-સુગંધ અને અવાજ વિગેરેથી ઉદભવે છે તે બધાનું મૂળ ઇશ્વરની ઇચ્છા હોય છે અને તે ભગવાનની લીલાના દિવ્ય હેતુઓસર જ ભગવાન પોતે યોજે છે. તેણે જીવે તો આનંદથી ઇશ્વરની કૃપાના ફળ તરીકે સ્વીકારી દુઃખની નિવૃત્તિ કરવાની છે.
મનુષ્યની એકેએક પ્રવૃત્તિના અણુ એ અણુની કાંઇને કાંઇ કિંમત હોય છે જ. ભગવાનના આનંદનો ગુણ વિશ્વની રચનાના અણુ એ અણુમાં હરેક જગ્યાએ વિદ્યમાન છે. નિરાશા, હતાશા, દુઃખ, મહેનત, મુશીબતોમાં તેમજ આસું જેવા પદાર્થોના અણુ એ અણુમાં પણ એ જ ભગવાનનો દિવ્ય આનંદ ભોગવી શકાય છે. ટુંકામાં ભગવાનને શોધવામાં એકાગ્રતા તેમજ મક્કમતાથી તમારી દરેક પ્રવૃત્તિમાં ભગવાનના આનંદને અનુભવવાની પ્રવૃત્તિ જ હિતાવહ છે.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજી પૃથ્વી પર સર્વના ઉદ્ધાર માટે પ્રગટ થયા છે. અને તેથી તેમણે વિપ્રયોગના રસાત્મક એટલે પુરેપુરા સ્નેહ અને કૃપાના સિદ્ધાંતની ઉચ્ચ કક્ષા ધારણ કરેલ છે. તેમનો દિવ્ય પ્રેમ એ ખરેખર અગ્નિ જેવો તાપામત્મક છે જેના સ્પર્શ માત્રથી જ પદાર્થમાં રહેલ મૂળની વિકૃતિ દૂર થાય છે અને પદાર્થની પ્રકૃતિને શુદ્ધ કરી નરમ બનાવી રસાળ બનાવે છે.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજી પોતાની સર્વોદ્ધારની પ્રક્રિયામાં તેમની અંદર ગુપ્તપણે રહેલો રસાળ તાપાત્મક પ્રકાર અપનાવે છે અને વિશ્વના દરેક પદાર્થને શુદ્ધ કરી નરમ બનાવી રસાળતા પ્રાપ્ત કરાવી તેણે ‘રસો વૈ સઃ’ ના એટલે ભગવાનના રસ સ્વરૂપના ચોકખા રસની દિવ્યતા પ્રાપ્ત કરાવી રસરૂપ બનાવે છે. આ રીતે ભક્ત – જીવાત્મન્ – ભગવદમય બને છે અને ભગવાનનો બની રહે છે.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પોતાની ગુપ્ત રસાળ તાપાત્મક તાકાત વડે વિશ્વના દરેક પદાર્થને જાગ્રત કરી મૂર્ત બનાવવાની પ્રક્રિયા આદરી છે. અને તેમ કરવા માટે તેઓએ ત્રણ વખત પૃથ્વી પરિક્રમા ઉઘાડા પગે ચાલીને કરી છે જેથી કરીને પૃથ્વી તત્વના અણુ એ અણુના રજકણોને એમના ખુલ્લા ચરણારવિંદનો સ્પર્શ થતાં જ પૃથ્વિતત્વને જાગૃત – મૂર્ત બનાવ્યું છે. અને પરિક્રમા દરમ્યાન જળાશય પાસે જ મુકામ કરીને સ્નાન વિગેરે કરી તેમના દેહ સાથે જલતત્વનો સંબંધ થતાં જલતત્વને મૂર્ત બનાવેલ છે. અને દરેક વિશ્રામ સ્થળે ભગવદ્પારાયણ કરવા માટે તેમની વાણીના સ્પર્શ વડે આકાશતત્વ, વાયુતત્વ અને તેજતત્વ વિગેરેને મૂર્ત બનાવેલ છે. આમ વિશ્વના પંચાત્મક તત્વો તેમજ રસાળ તાપાત્મક તાકાત વડે વિશ્વના જડ, જીવ, પશુ, પક્ષી વિગેરે સર્વેને સર્વોદ્ધાર માટે જાગૃત કર્યા છે અને તે બધાંયને ભગવાનના ઉચ્ચ ‘રસો વૈ સઃ’ એવા રસ સ્વરૂપમાં અંગિકાર માટે અર્પણ કર્યા છે. આ રીતે પોતે વિશ્વના પદાર્થો તેમજ તત્વોને જાગૃત કરી પ્રભુ સન્મુખ કરી સર્વોદ્ધાર આદર્યો છે.
 
આ રીતે પોતે દેવ તથા દેવીઓની જુની પત્થરમાં, લાકડામાં, કાગળમાં તેમજ ધાતુઓમાં કોતરેલી મૂર્તિઓની પોતાની ગુપ્ત રસાળ તાપાત્મક તાકાત વડે મૂર્ત બનાવી સાચા વૈદિકમાર્ગ પ્રમાણે પત્થરને પરમેશ્વર બનાવવાની ગુપ્ત મૂર્તિપૂજાને જાગૃત કરી નિરંજન નિરાકાર એવા ભગવાનને ‘રસો વૈ સઃ’ ના રસ રૂપ સાકાર સ્વરૂપને પત્થર વિગેરે સેવા પ્રકારથી પ્રકટ બનાવી જીવને ભગવાનના રસરૂપના આનંદનું દાન પોતે પ્રગટ કર્યું છે.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિપ્રયોગ રહસ્ય પ્રગટ કરી તેને અપનાવવામાં વધારે સાચા છે કારણ કે આવા કલિયુગમાં જીવને ભગવદ્ – સંબંધ કે સાક્ષાત્કાર મળવો દુર્લભ જ હતો. આ વિપ્રયોગ રહસ્યમાં ઇશ્વરનો જીવ માટેનો પ્રેમ એજ મુખ્ય સિદ્ધાંત બને છે. સર્વાત્મકભાવના પ્રાથમિક પણામાં જીવ પ્રથમ ઇશ્વર માટે પોતાનો અંગત પ્રેમ ધારણ કરે છે જે ઉચ્ચ કક્ષાએ જતાં ભગવાન જીવ માટે પોતાનું ઉંચાપણું છોડી જીવને પોતાનો માની નીચે આવે છે. અને આ રીતે ભગવાન પોતે પ્રેમાસ્પદ પ્રભુ બને છે.
 
અંગત સ્નેહ એ બીજ છે. વિશ્વપ્રેમ એ ડાળીઓ પાંદડાં સાથેનું વૃક્ષ છે જ્યારે ઇશ્વર માટેનો પ્રેમ એ પુષ્પ છે અને ઇશ્વરનો જીવ માટેનો પ્રેમ એજ ફળ છે.
 
શ્રીમદ્ વલ્લભાચાર્યજી એ બ્રહ્મસંબંધનો સિદ્ધાંત ભગવાન સાથે જીવને સીધો સંબંધ કરાવવા માટે અપનાવ્યો છે. તેઓ આ બ્રહ્મસંબંધ તત્વ વડે વિશ્વમાત્રના દરેક જીવમાત્રને તેના ચાલુ જીવનમાં જ ભગવાનનો સીધોજ સંબંધ – સાક્ષાત્કાર કરાવવાના દ્વાર હંમેશ માટે ખુલ્લાં જ રાખ્યાં છે.
 
આ રીતે જે જીવ બ્રહ્મસંબંધમાં જોડાયો છે તે ભગવાન સાથે દિવ્ય જીવન જીવવાનો આનંદ લઇ શકે. તે જીવ ભગવાનની લાલસાવાળો થવાથી ભગવાનમાંજ તેની આસક્તિ અને વ્યસન જાણીતું થાય છે આ રીતે તે જીવ પોતાના અવયવોના પદાર્થો અને વસ્તુઓમાંથી વિકૃતિ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના રસાળ તાપાત્મક સિદ્ધાંતની તાકાત વડે દૂર કરે છે અને સમજી શકાય તેવી શુદ્ધિ પ્રાપ્ત કરી નરમ રસાળતા પ્રાપ્ત થતાં ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે અને ભગવાન સાથે પ્રેમબદ્ધ થાય છે એટલે અંતઃકરણથી પ્રેમાળપણે ભગવાનમાં બંધાયેલા જીવને ભગવાન પણ ભૂલી શકતા નથી. આવા જીવને ભગવાન પોતાનો માની અંગત આશ્રય અને રક્ષણ તળે રાખે છે અને તેનો પછી અન્યત્ર વિનિયોગ થવા દેતો નથી.
 
સાક્ષાત્ ભગવાનનો દેહ સંબંધ જેનામાં સર્વભાવ વડે હોય છે તેના કરતાં આ ભગવાન સાથેનો પ્રેમયુક્ત આન્તર સંબંધ વધારે ઉંચો છે. એટલે જે જીવની દેહ, ઇંન્દ્રિય; મન વિગેરેની ઉત્પત્તિ ભગવાનને બદલે અન્યને માટે હોવા છતાં જો તે ભગવદ્ પરત્વે ભગવદીય બની જાય છે ત્યાં કહે છે ભગવાનમાં જ જેનું મન છે, ભગવાનમાં જ જેના પ્રાણ અને ઇંન્દ્રિયો છે અને ભગવાન માટે જ જે જીવ જીવી રહ્યો છે, તે જીવની સર્વે ઇંન્દ્રિયો વડે ભગવાનના સંબંધવાળા જ વિષયો ઉદભવે છે. તે જીવનો દેહ પણ ભગવાન માટે જ વપરાય છે એનો અર્થ એ થયો કે તે જીવ ભગવાન માટે જ પોતાના દૈહિક બધા જ વિષયો છોડી દે છે અને ભગવાનને જ ગ્રહણ કરે છે. તેવી રીતે જીવનારના કામ, ક્રોધ વિગેરે પ્રકૃત્તિના દોષો એ ભગવાનના જ દોષો બને છે જીવના દોષો ગણાતા નથી. આવા જીવની ચાલુ જીવનની પ્રવૃત્તિમાં પણ તે જ્યારે જ્યારે ભગવાનની સેવા કરે છે ત્યારે તે વખતે સેવાયેલા ભગવાન જગતમાં – લૌકિકમાં – એકલા સેવાયેલા ગણાતા નથી પરંતુ ભગવાન મૂળમાં જ્યાં બિરાજે છે તેવા વૈકુંઠધામ સુધી તેના હાથ લંબાઇને તેની કરેલી સેવા ત્યાં પહોંચે છે અને ભગવાનની જ્યાં બિરાજત હોય તે વૈકુંઠમાં થયેલી સેવા ગણાય છે પછી તે કેવળ જગતમાં લૌકીકમાં કરેલી સેવા રહેતી નથી. તેથી ભગવાનના ગુણનું અનુશ્રવણ એજ જીવનું નિત્યકર્મ બને છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પોતાની અંદર જ ગુરૂ અને ભગવાનને ભોગવવાનો આનંદ લીધો છે. તેઓ એકલાજ વિશ્વના જીવમાત્રને ભગવદ્ સાક્ષાત્કાર કરાવવાની ઉંચી કોટની દિવ્યતા રજુ કરનાર શોધક છે. તેમને માટે ગુરૂ અને ભગવાન એક જ છે ભિન્ન નથી. તેમની વિપ્રયોગ સિધ્ધાંતની પ્રણાલિકા અગમ્ય અને હંમેશને માટેની રસાત્મક અને ન પડકારી શકાય તેવી પ્રક્રિયા છે. આજ પ્રક્રિયા વડે તેઓ પોતે જ દરેક જીવને તેની બુદ્ધિને પ્રેરણા આપી જાગૃત કરે છે. તેના વડે ભગવાનનું બધું જ પ્રેરકપણું તે જીવ માટે થાય છે. તે જીવને મૂળ પુરૂષોત્તમ ભગવાનના સ્વરૂપ સંબંધીનું જ્ઞાન ભગવાન પોતે પ્રેરણા કરી આપે છે. એ રીતે જીવનમાં તે સ્વરૂપનું ઉત્થાન પ્રેરણા વડે કરીને ભગવાન તે જીવને ભગવાન સાથે ફલ સાથે સંબંધ કરાવે છે. આ રીતે પ્રેરણા મેળવનાર જીવને ઇશ્વર સિવાય બીજા કોઇપણ ગુરૂશ્રીની માધ્યમની ઇશ્વર સંબંધીના જ્ઞાન માટે કે વિશ્વ અને પ્રપંચ વિગેરેના જ્ઞાન માટે જરૂર રહેતી નથી. આ સિદ્ધાંત અનુસાર ભગવાન જ જીવ માટે ગુરૂ બની જાય છે. અને પોતાની સીધી પ્રેરણાથી જીવને જરૂરી બધું જ જ્ઞાન કરાવે છે અને આ રીતે જીવ પોતે સ્વતંત્ર ભગવાનની કૃપારસનો ભોક્તા બને છે અને આવો વિપુલ પ્રસાદ – કૃપા એ સ્વતંત્ર ભક્તિ પર્યન્ત જ છે.
 
આનું નામ જ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો વિતથોઉદ્યોગ છે કે જ્યાં સંસારમાં આવિષ્ટ ચિત્તવાળો જીવ કે જે ભગવાનથી બહિર્મુખ થયેલ છે અને સંસારના પ્રકાર વડે જ જે ભગવાનનું ભજન કરે છે તેવા જીવાત્મનનો તેના દેહ સહિત કેવી રીતે ભગવાનમાં પ્રવેશ થઇ શકે ? ત્યાં કહે છે કે ભગવાન તો જીવમાત્રના અને તેમાંયે સ્ત્રીઓના ખાશ ઉત્થાન –ઉદ્ધાર માટે જ શ્રમ લઇને પ્રકટ થયા છે. એટલે તે કારણ માટે ભગવદ્ અવતાર હોવાથી તે સ્ત્રીઓના ઉત્થાન – ઉદ્ધારનું કાર્ય તો અવશ્ય કરવું જ પડે. ત્યાં ફક્ત ભગવાનનો સંબંધ – બ્રહ્મસંબંધ માત્રની જરૂર છે એટલે ભગવદ્ વાણી માત્રનું શ્રવણ એજ એક માત્ર સુલભ ભગવદ્ સંબંધ કરવાનું સાધન છે. અહીંયા કૃપાબળ જ મુખ્ય છે. ભગવાન પોતે જ જીવના મનને ખેંચીને પોતાના તરફ આકર્ષે છે. અનેક બધી બાજુથી જીવના મનને ખેંચી લઇને પછી જીવના મનમાં ભગવાન પોતાના સ્વ
 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.