સત્સંગ પ્રકાર વિજ્ઞાપન
spacer
spacer

- ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ(જુનાગઢ)

હરિ નિષ્ઠિતનો સદા સત્સંગ કરવો.
પ્રભુના સ્નેહથી નિર્મોહી-નિઃસ્પૃહ થયેલાનો સદા સત્સંગ કરવો.
પ્રભુલીલા ગાતા ગવડાવતાનો સદા સત્સંગ કરવો.
પ્રભુની વાણીમાં જ પોષણ પામવાનો સદા સત્સંગ કરવો.
પ્રભુપ્રેમમાં વિહવળ થયેલાનો સદા સત્સંગ કરવો.
ખરા અંતઃકરણપૂર્વક પ્રભુને સમર્પિત થયેલનો સદા સત્સંગ કરવો.
પ્રભુશરણભૂષિત ભક્તનો સદા સત્સંગ કરવો.
પ્રભુસ્મરણ આભૂષિત ભક્તનો સદા સત્સંગ કરવો.
હરિકીર્તન નિશદિન કરતાનો સદા સત્સંગ કરવો.
પ્રભુની તાલાવેલી લાગનારનો સદા સત્સંગ કરવો.
પ્રભુના હેતમાં હિતઅહિત ભૂલેલાનો સદા સત્સંગ કરવો.
પ્રભુની કથાથી તોષીત થતાનો સદા સત્સંગ કરવો.
પ્રભુના સ્નેહથી પરમ હર્ષ અનુભવતાનો સદા સત્સંગ કરવો.
પ્રભુની સેવામાં ચિત્ત સદા પ્રવણ રાખતાનો સદા સત્સંગ કરવો.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.