જન્મસાફલ્યનિરૂપણાષ્ટક
spacer
spacer

રચયિતા : ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ, જુનાગઢ

લૌકિક કામ ત્યજી દઈ, ધુંધળુ ધામ ત્યજી દઈ
અલૌકિક દિવ્ય કામ પોષી, જીવન સફલ કરવું.       1
ક્રોધ પર વિજ્ય મેળવી, ઋજુતાની મહેક ભેળવી
પ્રભુપ્રેમ નિષ્કંટક કરી, જીવન સફલ કરવું.     2
લોભ તો દૈત્ય છે, તેને તો તુર્ત જ હણી
માખણચોર નો મોભ મેળવી, જીવન સફલ કરવું.      3
મોહ મમતા સંસાર છોડી, ચિત્તને પ્રભુમાં જોડી
મોહનની મૂરત હૃદયે વસાવી, જીવન સફળ કરવું.    4
મદ તો બહુ દુઃખ આપે, અંધકારના ઓળા સ્થાપે
નમ્રતાથી પ્રભુ શરણે જઈ, જીવન સફલ કરવું. 5
ઈર્ષા-દ્વેષથી પીડા બહુ, મન મોળાના પ્રકાર સહુ
નિઃસ્પૃહતા સંતોષ કેળવી, જીવન સફલ કરવું. 6
ગોપીજનોને ગુરૂ માની, ભક્તિમાર્ગમાં પ્રવૃત રહી
શ્રીવલ્લભઆજ્ઞામાં નિષ્ઠા રાખી, જીવન સફલ કરવું. 7
પ્રભુ સેવામાં રચી રહી, કૃષ્ણ કીર્તનમાં મચી રહી
દૈન્યતાથી સજી રહી, જીવન સફલ કરવું.      8

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.