પ્રભુ કેમ મળે ?
spacer
spacer

- ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ, જુનાગઢ

પ્રશ્ન છે પ્રભુ કેમ મળે ? તો તેનો ઉત્તર છે કે પ્રભુ ક્યારેય જીવના સાધનથી મળતા નથી. ગમે તેટલા જપ કરો, ગમે તેટલું આકરૂં તપ કરો, યોગ કરો, તીર્થ કરો કે યજ્ઞ કરો પણ પ્રભુ મેળવી શકાતા નથી. સતયુગમાં ઋષિમુનિઓ દસ દસ હજાર વર્ષ તપ કરતા છતાં પ્રભુની એક ઝાંખી પણ પ્રાપ્ત કરી શકતા નહીં. શ્રુતિ પણ કહે છે ........... પ્રભુ શાસ્ત્રાભ્યાસ, વેદો કે બુદ્ધિથી પ્રાપ્ત થતા નથી પણ પ્રભુ જેનું વરણ કરે છે, જેના પર વિશેષ કૃપા કરે છે તેને જ પ્રભુપ્રાપ્તિ થાય છે. આ જ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત પણ છે. ગીતાજીમાં પણ પ્રભુ અર્જુનને કહે છે કે તેં જે મારા સ્વરૂપનું દર્શન કર્યું તે બ્રહ્મા, ઈન્દ્ર અને રૂદ્રને પણ દુર્લભ છે. પ્રભુએ સામેથી કૃપા કરીને અર્જુનને નિમિત્ત બનાવી ગીતાનું દાન કર્યું છે. શ્રીગુસાંઈજીને પણ અકબર બાદશાહે આ જ પ્રશ્ન કર્યોં તો કે ઈશ્વર કેમ મળે ? તો શ્રીગુસાંઈજીએ ઉત્તર આપ્યો હતો કે આ તમે અમને અહિં આવી મળ્યા તેમજ, ત્યાં દિલ્લી આવીને તમને મળવું મુશ્કેલભર્યું છે. અહિં તમે સ્વયં આવી ગયા અને સહજ જ મળી ગયા તે રીતે ઈશ્વર જેને મળવા ઈચ્છે છે તેને તેની પ્રાપ્તિ સહજ થાય છે.
 
આપણું તો પરમ સૌભાગ્ય છે કે આપણે પુષ્ટિમાર્ગી છીએ. પ્રભુની કૃપાથી જ આપણને પ્રભુની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. આપણી સેવા પ્રભુ સાક્ષાત સ્વિકારે છે અને વૈષ્ણવ પ્રભુને અતિમિય છે. એમાં કોઈ શંકા રાખવી નહીં. ...............

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.