મુરલીની ભાવના
spacer
spacer

ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ, (જુનાગઢ)

મુરલી પ્રભુને અતિ પ્રિય છે. તે પ્રભુની સહચારિણી છે. જ્યારે પ્રભુ મુરલી અધર પર ધરે છે. ત્યારે સ્વામિનીજીનો ભાવ છે. હસ્તમાં રાખે છે ત્યાં ચંદ્રાવલીજીનો ભાવ છે. કટિમાં રાખે છે ત્યારે કુમારિકાનો ભાવ છે. ક્યારેક આપ મુરલી બજાવે છે ત્યાં પ્રભુ પોતાનું અધરામૃત મુરલી દ્વારા અનુભવ કરાવે છે.
 
મુરલીમાં સપ્ત રંધ્ર છે. તેમાં ઉપરનું મુખ્ય રંધ્ર શ્રીસ્વામિનીજીના રસપાન અર્થે છે. તથા બાકીના છ રંધ્રમાં પ્રથમ શ્રીચંદ્રાવલીજીના રસપાન અર્થે છે. બીજુ સોળ હજાર અગ્નિ કુમારિકાના રસપાન અર્થે છે. ત્રીજુ ગાયોના રસપાન અર્થે છે. ચોથુ રંધ્ર શ્રીગોવરધનના રસપાન અર્થે છે. પાંચમું રંધ્ર બધા જ પશુ પક્ષી ઈત્યાદિના રસપાન અર્થે છે. અને છઠ્ઠુ રંધ્ર દેવતાઓના રસપાન અર્થે છે.
 
મુરલી અંદરથી પોલી છે. તેનો ભાવ એ કે સંસારની સર્વ લૌકિક વૈદિક ઈચ્છાઓ છોડી માત્ર ભક્તિરસ અર્થે પ્રભુ પાસે આવી ત્યારે મુરલીનો શુદ્ધ ભાવ જોઈ પ્રભુએ પોતાના સ્વરૂપાનંદનો ભાવ અધરામૃત પ્રદાન કર્યું. એ અધરામૃત સંબંધે થઈ આખું વ્રજ રસરૂપ થયું.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.