સુખાષ્ટકઃ
spacer
spacer

રચયિતાઃ- ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ,  જુનાગઢ

હે જીવ,
 
* દુઃખ આવે ત્યારે પ્રભુના ચરણારવિંદનો ર્દઢ આશ્રય કરી, દરેક દુઃખ સહન કર અને સુખી થા !
 
* પાપ થઈ ગયું હોય તો પણ પ્રભુના શરણે જઈ, શુદ્ધ ભક્તિ કરી, પાપોથી મુક્ત થા, સુખી થા !
 
* ભય લાગે ત્યારે પણ પ્રભુશરણે નિશ્ચિત રહી, પ્રભુનું અપાર માહાત્મ્ય સમજી, ભયથી સુક્ત થા, સુખી થા !
 
* લૌકિક ઈચ્છાઓ ત્યાગ કરી, અલૌકિક ઈચ્છા પ્રભુમય પોષી, પ્રસન્ન રહે અને સુખી થા !
 
* ભક્તનો દ્રોહ થઈ જાય તો પ્રભુનું શરણ સ્વિકારી, અહંભાવને નિવારી અને સુખી થા !
 
* ભક્તિનો અભાવ થાય તો પણ પ્રભુને શરણે જઈ, પ્રભુનું સ્વરૂપ ચિંતન કર અને સુખી થા !
 
* ભક્તો અપમાન કરે કદાચિત તો પણ, પોતાનો દોષ જ વિચારી, પ્રભુને શરણે જા અને સુખી થા !

* અશક્ય કામમાં કે સુશક્ય કામમાં સદા પ્રભુનું શરણ ર્દઢ રાખી, પ્રભુની કૃપાનું સ્વરૂપ સમજ અને સુખી થા !

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.