વૈષ્ણવનો ધર્મ
spacer
spacer

- ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ (જુનાગઢ)

- વૈષ્ણવે સદા પ્રસન્ન રહેવું
- સર્વ સાથે પ્રેમભાવ રાખવો, કોઈ સાથે વેરભાવ ન રાખવો.
- વૈષ્ણવે પ્રાણીમાત્ર પર દયા રાખવી.
- વૈષ્ણવે અભિમાન કદી ન કરવું.
- કદી કોઈનું બુરૂ ન ઈચ્છવું.
- કદી કોઈની નિંદા કરવી નહીં.
- વૈષ્ણવે પરમ શાંત રહેવું.
- ક્રોધ કદાપિ કરવો નહીં.
- વૈષ્ણવે કદી કોઈનો તિરસ્કાર કરવો નહીં કે ન કોઈથી ઇર્ષા દ્વૈષ રાખવા.
- વૈષ્ણવે પરોપકારી થવું, ઉદાર થવું, લોભ કદાપિ કરવો નહીં.
- હંમેશા સત્યાગ્રહી રહેવું, જુઠું બોલવું કે કરવું નહીં.
- વૈષ્ણવે વૃથા બોલવું નહીં, સર્વ જગાએથી સદગુણ ગ્રહણ કરવો.
- વૈષ્ણવે નિષ્કામ કર્મ કરવું.
- વૈષ્ણવે નિઃસ્વાર્થ થઈ પ્રભુની ભક્તિ કરવી.
- દીનતા, કેળવવી દાસભાવે રહેવું.
- વૈષ્ણવે સાંસારિક વિષયોમાં આસક્ત થવું નહી.
- વૈષ્ણવે સતત પ્રભુસ્મરણ રાખવું.
- પ્રભુ વિસ્મૃત એક ક્ષણ પણ રહેવું નહીં.
- વૈષ્ણવે સંતોષી રહેવું. પ્રભુ જે આપે તેમાં જ સંતોષ માનવો.
- કૃષ્ણ સેવા નિત્ય કરવી.
- પ્રભુ શ્રીકૃષ્ણમાં જ અનન્યતા રાખવી.
- શ્રીકૃષ્ણ સિવાય અન્ય દેવીદેવતાઓનો આશ્રય કરવો નહીં.
- વૈષ્ણવે ‘પ્રભુ શ્રીકૃષ્ણ સર્વસમર્થ છે’ તેઓ સદા તેમના દાસ-શરણસ્થના હિતનું જ કરશે એવી ભાવના હૃદયમાં સ્થિર કરવી.
- મનને સદા પ્રભુના ચરણકમલોમાં લગાડી રાખવું.
- શ્રીમહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરી પ્રભુમાં નિષ્ઠા દ્રઢ કરવી.
- વૈષ્ણવે એક માત્ર કામના પ્રભુના દર્શન સંલાપની રાખવી.
- સર્વ જગતને પ્રભુનું સ્વરૂપ સમજી આત્મિયભાવ રાખવો.
- વૈષ્ણવે દુઃખમાં વિચલિત થવું નહીં કે સુખમાં છકી ન જવું.
- વૈષ્ણવે પ્રભુમાં પ્રેમ, આસક્તિ વ્યસન દશા પ્રાપ્ત કવા તત્પર થવું.
- સદા સર્વદા પ્રભુમય જ રહેવું,
આ ભાવથી વૈષ્ણવે રહેવું.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.