“સ્વદોષનો વિચાર”
spacer
spacer

સંકલન : મધુકર

તેરે ભયે માન લે ભલો બુરો સંસાર ।
“નારાયણ” તું બેઠકે અપનો ભવન બુહાર ।।
હે સંસારી જીવ ! તારી માન્યતા પ્રમાણે સંસારને ભલો કે બુરો તું માની લે, પણ હે નારાયણ ! (આ દોહો લખનાર પોતાના મનને શિખામણ આપે છે) તું સાવધાન થઇને તારૂં જ ઘર (હૃદય) સાફ કર ! મતલબકે આપણે બીજાનો દોષ જોઇ તેના દોષ કઢાવવા પ્રયત્ન કરીયે છીએ પણ આપણામાં તો દોષ રૂપી કચરો કેટલોય પડ્યો હોય છે, તે તો સુઝતો નથી ને તેને સાફ કરતા નથી.
 
પ્રશ્ન : મારા હૃદયમાં દોષ રૂપી કચરો ભર્યો છે તેને કેમ જાણી શકાય ?
ઉત્તર :દયારામભાઈ તેનો પરિચય કરાવે છે.
 
“જય દર્પણ જોનાર તું, જેવું તુજમાં એવું દીસે જગમાં.”
દોષ જોનારો વગર પૈસાનો ધોબી બની બીજાના દોષોને ધોતો રહે છે. તેથી જ કહ્યું છે કે :-
 
“નીંદક નિયરે રાખીયે, આંગન કુટી બસાય”
 
સાચી વૈષ્ણવતા પોતાને નિરખવામાં છે. જે પોતાનું જીવન જુએ અને દુસંગથી બચાવે તે સંત બને છે, ભક્તિમાન બને છે. આ વાત સદાજ યાદ કરવા જેવી છે.
જે જીવને પ્રભુએ પોતાનો માન્યો છે તેમાં જ બ્રહ્મભાવ ઉત્પન્ન કરે છે (બ્રહ્મભાવ એટલે નિર્દોષ લીલામય દ્રષ્ટિ) અને આ બ્રહ્મભાવથી જ કાળ માયાના બંધનમાંથી મુક્ત થઇ સાક્ષાત સ્વરૂપના અનુભવને યોગ્ય બને છે. બ્રહ્મભાવ એ અલૌકિક દ્રષ્ટિ છે. દોષ ભાવ એ આસુરી દ્રષ્ટિ છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.