પુષ્ટિ જીવનું ધ્યેય સ્વરૂપઃ
spacer
spacer

શ્રીકંચનભાઈ ગાંધી, વડોદરા

મૂલ ગોલોકધામમાંથી નાના મોટા અપરાધના મીસે નાદ સૃષ્ટિના જીવો ભૂતલ આવ્યા. ઘણા કાળના સમયના અંતરાયથી જીવ પ્રભુના સ્વરૂપને, પ્રભુની લીલાને, લીલાધામને અને પોતાના લીલા પ્રવાહમાં એ અવિદ્યા ગ્રસીત થયો. આમ જીવ ઘણાં જન્મમરણના ચક્કરમાં ફર્યા કર્યો.
 
ગોલોકધામમાં એકવાર યુગલ સરકારને આ જીવોની યાદ આવી. મહા કરૂણા કરીને શ્રીવલ્લભને ભૂતલ પધારવાની આજ્ઞા કરી. એ જીવોને ફરી ગોલોક પ્રાપ્તી કરાવવા શ્રીવલ્લભ ભૂતલ પ્રગટ થયા. જીવની સ્થિતિ જોઈ શ્રીવલ્લભ શ્રીઠકુરાણી ઘાટ પર ચિંતન કરતા હતા. ત્યાંજ શ્રીઠાકોરજી પધારી આપશ્રીને આજ્ઞા કરી, ‘શ્રીવલ્લભ, આપ ચિંતા ન કરો, જીવોને બ્રહ્મસંબંધ કરાવો.’ આથી શ્રીવલ્લભે સદોષ જીવોને પુષ્ટિમાં બ્રહ્મસંબંધ આપી અંગીકાર કરાવ્યો જીવ જે પ્રભુના સ્વરૂપને અને પોતાના મૂલ આધિદૈવિક સ્વરૂપને ભુલી ગયો હતો તે બંને સ્વરૂપોને ભાવાત્મક રીતે જીવના હદયમાંસ્થાપીત કરી કૃપા શક્તિનું અદેયદાન કર્યું છે. મુઢ જીવને શ્રીવલ્લભના આ કૃપાદાનની પહેચાન નથી, તેથી સેવ્યની સેવા કરવા છતાં અલ્પ આનંદો માટે અહિં તહીં ભટકે છે, ભૌતિક સુખ પાછળ જીવન વેડફી રહયો છે.
 
શ્રીવલ્લભે જીવને સેવા પધરાવી મહાન કૃપા કરી છે. સેવ્ય સ્વરૂપ સાશ્રાત ધર્મિ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. તેમાં સુધા સ્વરૂપે શ્રીવલ્લભ બિરાજે ઝે. જીવને બીજે ક્યાંઈ સુખ પ્રીપ્તિ અર્થે જવાની જરૂર નથી. ઘરમાં જ સેવ્યને સુખરૂપ સેવા કરી સ્વરૂપાનંદનો આનંદ પ્રાપ્ત કરવાનો છે. અને તેને માટે જીવે અહંતા-મમતા છોડી, સંસાર આસક્તિ છોડી, શુદ્ધમન – ચિત્તથી પ્રભુની અષ્ટયામ સેવા જ કરવાની છે. સેવા ફલરૂપ થતાં હદયમાં પધરાવેલ આધિદૈવિક જીવનું સ્વરૂપ સિદ્ધ થશે. સેવ્ય તો શ્રીજી જ છે. ‘સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ. આમ સેવ્ય શ્રીજી શ્રીવલ્લભે બતાવ્યા છે. પુષ્ટિમાર્ગની સેવા શ્રીપૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપે જ અંગીકાર કરે છે. જો તમે ગમે તે પુષ્ટિ સ્વરૂપની સેવા કરશો, લાલન, ગિરિરાજ, વસ્જ્ઞયાગ, શ્રીવલ્લભ, તો પણ સેવા તો શ્રીપૂર્ણ પુરુષોત્તમ દ્વારા જ અંગીકાર થશે. આ ધ્રુવ સત્ય નહિ સમજનાર વૈષ્ણવો જ શ્રીજી અને શ્રીવલ્લભને જુદી ગણે છે. એ દ્ધિધામાં રહે છે. સોવામાં શ્રીજી અને શ્રીવલ્લભ બંને પધરાવે છે. કોઈક તો શ્રીયમુનાજીને પણ પધરાવે છે. આમ થવાનું કારણ જીવને સ્વરૂપજ્ઞાન નથી. સ્વરૂપજ્ઞાન વિનાની સેવા ક્રિયાત્મક છે, ફલરૂપ નથી. શ્રીજીની સેવામાં શ્રીવલ્લભ આવી જ ગયા. જેમ અષ્ટાક્ષરમાં રસાત્મક યુગલ સ્વરૂપ અને શ્રીવલ્લભ આમ ત્રણે બિરાજે છે જેથી શ્રીવલ્લભ શરણંમમ કરવાની ક્યાં જરૂર રહી ? અષ્ટાક્ષર મહામંત્ર છે જે જીવને બંને દીક્ષા આપતી વખતે આપવામાં આવે છે.. એ મહામંત્ર છે. મંત્ર ગુરૂ આપે તો જ ફલરૂપ છે. મનસ્વી કરવાથી ફલ નથી.
 
સેવામાં સારસ્વત કલ્પની લીલા સ્થાપિત કરી છે. શ્રીગોપીજનોની સેવા કરવાથી તે ફલરૂપ બને છે. બ્રહ્મસંબંધમાં આપણને શું તિરોહિત થયું તેનું જ્ઞાન કરાવ્યું છે. ‘જનીત તાપ કલેશાનંદ’ આ તાપક્લેશાનંદ એ જ શ્રીવલ્લભનું મધુર તાપાત્મક સુધા સ્વરૂપ છે. જીવે તાપભાવ પ્રાપ્ત કરવાનો છે, અને તાપભાવનુ દાન તાપાત્મક શ્રીવલ્લભ દ્વારા જ થશે. તાપાત્મક શ્રીવલ્લભના યશોગાન કરવાથી જલ્દી આધિદૈવિક દેહ થશે અને સ્વરૂપાનંદનો અનુભવ થશે. જ્યાં તાપ ત્યાં શ્રાવલ્લભ આપ અવશ્ય બિરાજે છે. શ્રીગોપીજનોએ પ્રભુ અંતરધ્યાન થયાં પછી ખુબ વિરહ કરી ખોજ કરી. શ્રીકૃષ્ણે કરેલ સઘળી લીલાઓ કરી. આ તનમય અવસ્થા હતી છતાં પ્રભુ પ્રગટ ન થયા. જ્યારે શ્રીરાધાસહચરી મળ્યા, ત્યારે તેમને કહ્યું,’હરેગાનં પ્રિય.’ શ્રીહરિને તાપાત્મક ગાન પ્રિય છે. ચાલો, શ્રીયમુના પુલિનમાં ગાન કરીએ.વિરહાત્મક ‘ગોપીગીત’ ગાયું. પ્રભુ તેમની મધ્યમાં પ્રગટ થયા. તેથીજ શ્રીવલ્લભ નિવેદનનું સ્મરણ કરવાની જે આજ્ઞા તાર્દશીજન સાથે કહે છે, તેનું આ રહસ્ય છે. તાર્દશીજન જ શ્રીવલ્લભના સ્વરૂપને સમજાવી શકે છે. જેમ ગોપીજનોને શ્રીરાધાસહચરીએ જ્ઞાન કરાવ્યું તેમ. પુષ્ટિજીવનું ધ્યેય સ્વરૂપ લીલામધ્યપાતિ સ્વરૂપ છે. પુષ્ટિજીવનું સેવનીય સ્વરૂપ રસરાજ આનંદકંદ શ્રીનિકુંજનાયક છે. પુષ્ટિજીવનું ચિંતનિય સ્મરણીય સ્વરૂપ શ્રીવલ્લભ છે. આટલું સમજાય તો અવશ્ય ધ્યેય પ્રાપ્તિ માટે તાપ ભાવ થાય. શ્રીવલ્લભ શરણથકી સૌ પડે સહેલું. શ્રીવલ્લભની આજ્ઞા પ્રમાણે સેવા-સ્મરણ-ગુણગાન-ધ્યાન કરવાથી સત્વરે લીલા મધ્યપાતિ સ્વરૂપ અવાંતર ફલની પ્રાપ્તિ જીવને થાય છે.
 
રાગઃ મલ્હાર
આરોગત નાગરનંદકિશોર
ઉમડ ઘુમડ ચહુદિશ છાયો,
સઘન ઘટા ઘન ધોર ।।1।।
સ્નેહની ન્હેની બુન્દે બરખન લાગ્યો,
પવન ચલત ઝકઝોર
ચત્રભુજ પ્રભુ પાતલ લે ભાજે,
સઘન કુંજ કી ઓર ।।2।।
 
વર્ષાઋતુની છાકલીલાનાં વર્ણનો ખુબજ આનંદદાયક છે. મેઘ, મેધના રાજા કેન્દ્ર પ્રભુના જ અનુચરો છે. પ્રભુની આજ્ઞાથી, પ્રભુ પોતાના સામર્થ્યથી મેઘને અટકાવી શકે છે. પણ આ રસરૂપ લીલા જગતમાં પ્રગટ કરવી છે તેથી પ્રભુ પોતાનું સામર્થ્ય બતાવતા નથી.
પ્રભુ પોતાની લીલાના દર્શન, તેનો સાનુભવ કરનાર અષ્ટછાપ કીર્તનકારોને વિવિધ પ્રકારે કરાવે છે. જેથી દરેક પદમાં કંઈક વિવિધ ભાવ જાણવા મળે છે.
 
આંઘી અધીક ઉઠી આવત હેં,
ઘેર કરો ઈકઠોરી ગૈયા,
હેર ચહુદિશ બહોર નિહારત,
જેમત ગ્વાલ મંડલી મહિયાં 1
ઓર લેહો કછુ કહત સબનસો,
તુમહુ કહો બલદાઉ ભૈયા,
લેત પરસ્પર ખાત ખવાવત,
આંધી વિહારત કુંવર કનૈયા 2
ભાદર બને ઘટા ચહુ શોભિત,
ચલ બૈઠો સુંદર વર છૈયા,
બરખત બુવ્દ પરસ મન આનંદ,
કુંભનદાસ ગિરિધર મન મહિયાં 3
 
કોઈકવાર વરસાદ આવતા પહેલાં આંધી આવે છે. આ આંધી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ જોવા મળે છે. આંધીથી એવો અંધકાર થઈ જાય છે કે પરસ્પર ઉભેલા પણ સ્પષ્ટ ન દેખાય. પશુ પક્ષીઓ સ્થાનભ્રષ્ટ થઈ જાય ! બાળકૃષ્ણ પ્રભુએ જોયું કે આંધી ચઢીને આવી રહી છે ત્યારે સખાઓને આજ્ઞા કરી જે આંધી આવી રહી છે. ગાયોને બોલાવીને એકત્ર કરો ! વર્ષા ઉદિત થાય તે પહેલા ભોજન કરી લઈએ અને મંડળ રચી છાક આરોગવા લાગ્યા. એક બીજા સામગ્રી બાંટે અને પરસ્પર ખાય અને ખવાવે. આ તરફ શ્યામસુંદરપ્રભુ આંધી જોવાનો પણ આનંદ લઈ રહ્યા છે. એટલામાં વાદળો ચઢી આવ્યા અને વર્ષાની બુન્દો પડવા લાગી. ભોજન સમાપ્ત કરી પ્રભુ સખા સહિત ગાયોને હંકારી ઘટાદાર વડના ઝાડની છાયામાં પધાર્યા.

વર્ષની છ ઋતુઓમાં વર્શાઋતુને આપણે ત્યાં પ્રાધાન્યતા આપી છે. જો કે શાસ્ત્રીય પધ્ધતિથી શ્રુતિમાં વસંતઋતુનુ સર્વ ઋતુઓના મુખ રૂપે વર્ણન છે. ‘મુખ વા એતદ્દતૂનઃ યદ્ધસંત ઈતિ’ તેમજ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના ચૈત્ર સુદી 1 રવિવાર અને અશ્વિની નક્ષત્રમાં કરી છે તેથી સંવત્સર ઉત્સવ વસંતઋતુમાં જ આવે છે શ્રુતિઓએ વસંતઋતુને ક્રમમાં સૌથા પ્રથમ રાખી છે. તથાપિ અલૌકિક ઉત્સાહ, આનંદ વર્ષાઋતુમાંજ પ્રગટ થાય છે. વિરહીજનોના વિરહમાં જ વૃદ્ધિ કરનાર આ ઋતુ હોઈ સ્નેહજનક છે. પ્રથમ અનુરાગના પ્રાગટ્યના ભક્તોના મનોરથની પૂર્તિ અશક્ય તેમજ અસંભવ છે. તેથી જ વર્શાઋતુ અને તે ઋતુમાં આવતાં ઉત્સવોને પ્રાધાન્યતા મળી છે. આ રીતે આપણે ત્યાં વર્ષાઋતુ પ્રાધાન્ય ગણાય છે. 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.