વ્રજયાત્રા
spacer
spacer

કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો વ્રજ અને વ્રજલીલાઓ વિશે મોટે ભાગે અન્યથા જ્ઞાન ધરાવે છે. સાચા જ્ઞાનથી વંચીત છે. વ્રજયાત્રા કયા હેતુથી કરવી, શા માટે કરવી ? શું પ્રાપ્ત કરવાનું છે તે વિશે આજના વ્રજયાત્રીઓ જાણતા જ નથી. મોટા ભાગના વૈષ્ણવો માને છે કે 84 કોશની યાત્રાથી જીવ 84 લાખના ફેરામાંથી તરી જાય છે. આ ખોટી માન્યતા છે. તિર્થોમાં દાન-પૂણ્ય કરવાથી પાપો દૂર થાય છે. પૂણ્ય મળે છે. આ જ સામાન્ય માન્યતા આજના વૈષ્ણવોની છે. પુષ્ટિમાં કોઈ પણ કામનાથી  કરેલી સેવા બાધક છે. પૂણ્ય પ્રાપ્ત કરવાનું તો વૈષ્ણવોને હોય જ નહિં. સેવા-સ્મરણ કરવા એ પુષ્ટિ જીવનો સ્વધર્મ છે. બ્રહ્મસંબંધ લઈ પુષ્ટિમાર્ગની મેડ-મર્યાદાથી ગૃહમાં રહી સેવા કરવાની શ્રીમહાપ્રભુજીની આજ્ઞા છે. ભગવદ્ પ્રાપ્તિ અર્થે તિર્થયાત્રા કે તિર્થવાસ પુષ્ટિમાં ફલથી વંચિત કરાવનાર છે. બેટ દ્વારકામાં 700 વર્ષ સુધી દૂધ પર રહી ભાગવત પાઠ કરનાર એક માણસે શ્રીમહાપ્રભુજી ત્યાં પધાર્યા ત્યારે શરણે લેવા વિનંતિ કરી. આપશ્રીએ કહ્યું, “તમે તિર્થનો આશ્રય કરી રહ્યા છો તેથી હું આ જન્મે તમને શરણે નહીં લઉં. પરંતુ આવતે જન્મે તમે હરજી કુંડ પાસે જન્મ લેશો, અને શ્રીગુસાંઈજી તમને શરણે લેશે. તે જ હરજી ગ્વાલ. વાર્તામાં પ્રસંગ આવે છે.”
 
કેટલાંક વૈષ્ણવો માને છે કે અહીં પ્રભુનાં દર્શન થશે. દર્શનની કામના કરે છે. તેને માટે શ્રીહરિરાયજી કહે છે કે, “કાહેકો તુ દેહ દમત સાધન કર મુરખ જન, વિદ્યમાન આનંદ ત્યજ, ચલત ક્યું કુપાથે” શ્રીમહાપ્રભુજીએ વિદ્યમાન આનંદ – તારું જ સેવ્ય સ્વરૂપ છે. એ સાક્ષાત પૂર્ણપુરૂષોત્તમ તારો ઉદ્ધાર કરવા બિરાજે છે. તેને છોડીને તું બહાર ભટકે છે, તે જ દેહ દમન છે. 84/252 વૈષ્ણવોએ ગૃહમાં રહી શ્રીમહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરી જેથી સ્વરૂપાનંદનો અનુભવ કરી શક્યા. ઘરમાં બિરાજતા પ્રભુ સાક્ષાત છે. તેને સેવા દ્વારા પ્રગટ કરવાના છે. આ જ્ઞાન જીવને નહિ હોવાથી મંદિરો-તિર્થોમાં ટોળે ટોળામાં જાય છે. શું કરવા તો કે દર્શન માટે ? દર્શન એ કોઈ સેવા નથી. શ્રીગિરિરાજની પરિક્રમા કરવાનો એક વૈષ્ણવનો નિયમ હતો. એક દિવસ પગે વાગ્યુ. તેથી પરિક્રમા ન કરી. ભંડારમાં જઈ અનાજ સાફ કરવાની સેવા કરી, ત્યાંથી શ્રીગુસાંઈજી પસાર થતાં આપે પૂછ્યું, “વૈષ્ણવ, કેમ છો ?” વૈષ્ણવે કહ્યું, “મહારાજ, આટલા સમયથી રહું છું, આજે આપ મારી સાથે બોલ્યા” આપશ્રીએ કહ્યું, “આજ દિન સુધી તું દેહસુખ માની સાધન કરતો હતો, આજે તેં સેવા કરી”

વ્રજભૂમિ સારસ્વત કલ્પની શ્રી શ્રુતિરૂપા – ઋષિરૂપા ગોપીજનો સાથે પ્રભુએ કરેલી લીલાની ભૂમી છે. આ વ્રજની રજ ઉત્તમ ફલરૂપ છે. પવનથી રજ ઉડી મુખ દ્વારા ભીતર જાય અને દેહ પર પડે તો પવિત્ર કરે છે. પ્રભુની લીલા નિત્ય છે. આજે પણ છે. આધિદૈવિક અવસ્થાએ એના દર્શન આજે પણ થાય છે. આધ્યાત્મિક અવસ્થાએ એના દર્શન આજે પણ થાય છે. આધ્યાત્મિક અવસ્તાએ આભ્યાત્મિક અને ભૌતિક અવસ્થામાં ભૌતિક અનુભવ થાય છે. શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનની આજ્ઞા વિના વ્રજયાત્રા કરવી નહિં. વ્રજમાં પુ્ષ્ટિ પુરૂષોત્તમે ધર્મ-ધર્મિ સ્વરૂપ અને વ્યૂહ સ્વરૂપ સહિત વિવિધ લીલાઓ કરી છે. જ્યારે પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પોતે જીવોનો નિરોધ સ્વરૂપ અને લીલાથી કરે છે. અન અવતાર કાળમાં સેવા-સ્મરણ લીલાનું ગુણગાન કરવાથી પ્રભુમાં જીવનો નિરોધ સિદ્ધ થાય છે. સત્સંગ ખૂબ જરૂરી છે. સતપુરૂષોનાં સંગ મળવો દુર્લભ છે. તેથી શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે સત્સંગના અભાવમાં શ્રીમહાપ્રભુજી અને શ્રીગુસાંઈજીનાં ગ્રંથોનું શ્રવણ-મનન ઘરમાં રહી કરવું. પુષ્ટિમાર્ગમાં શ્રીમહાપ્રભુજીનાં સિદ્ધાંત વિરૂદ્ધ વચન કહેનારનું શ્રવણ કરવું નહિં. પ્રભુ પ્રાપ્તિ માટે નિર્મળ હૃદય, તિક્ષ્ણ બુદ્ધિ અને મન-ચિત્તની તંદુરસ્તી જરૂરી છે.

સ્વરૂપ જ્ઞાન વિનાની સેવા માત્ર ક્રિયા છે. ફલ પ્રાપ્તિ કરાવનારી નથી. તેથી સ્વરૂપ જ્ઞાન, લીલા અને ભાવના જાણવાની અતિ આવશ્યક્તા છે.કેવળ શ્રીવલ્લભના યશોગાનથી જ ફલ પ્રાપ્તિ સત્વરે થાય છે. આપશ્રી વૈશ્વાનર તાપાત્મક સુધા સ્વરૂપ છે. તાપથી જન્મો જન્મના પાપો બળી જાય છે. જીવ નિર્દોષ બને છે. નિર્દોષ જીવે કરેલી સેવા જ પુષ્ટિ પુરૂષોત્તમ અંગીકાર કરે છે શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું...

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.