શ્રીવલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ
spacer
spacer

- લે.પ.ભ. કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસંબંધ પ્રાપ્ત કરીને પુષ્ટિ જીવે શ્રીવલ્લભ અને શ્રીજીનાં સ્વરૂપને સમજવાનું છે. પુષ્ટિ ફલાત્મકમાર્ગમાં સ્વરૂપજ્ઞાન આવશ્યક છે. સ્વરૂપ જ્ઞાન વિના ફલ પ્રાપ્તિ નથી. સૌ પહેલાં શ્રીમહાપ્રભુજીના સ્વરૂપનો વિચાર કરીએ. આપશ્રીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં કેવી રીતે થયું તે જાણીએ.
 
એકવાર ઠાકોરજી અને શ્રીસ્વામિનીજીને ગાઢ માન થયું. બંને પોત પોતાની નિકુંજમાં જઈને બિરાજ્યા. ગોપીજનો દ્વારા એમનું માન ન છૂટ્યું. બંનેના હૃદયમાં વિરહનો અગ્નિ પ્રજવલિત હતો. અંતઃકરણથી પરસ્પરને મળવા ઘણા આતુર હતા. શ્રીઠાકોરજીના હૃદયમાં શ્રીસ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ બિરાજતું હતું અને શ્રીસ્વામિનીજીના હૃદયમાં શ્રીઠાકોરજીનું ભાવાત્મક સ્વરૂપ બિરાજતું હતું.
 
શ્રીમહાપ્રભુજી “નિરોધ લક્ષણ” ગ્રંથમાં સમજાવે છે કે જ્યારે પરસ્પરમાં પુર્ણ નિરોધ થાય અને તેને લઈ ને વિરહ થાય ત્યારે હૃદયમાં બિરાજનું ભાવાત્મક સ્વરૂપ બહાર પ્રગટ થાય છે. તે મુજબ બંનેના હૃદયમાં બિરાજતાં ભાવાત્મક સ્વરૂપો બહાર પ્રગટ થયાં અને ગાઢ આલિંગન આપતાં એક સ્વરૂપ બની ગયા. આમ જે ત્રીજુ સ્વરૂપ પ્રગટ થયું તે આપણા શ્રીવલ્લભ શ્રીમહાપ્રભુજીમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી બંનેના સ્વરૂપ સૌંદર્યનું મિશ્રણ છે. તેથી અદભૂત છે. શ્રીમહાપ્રભુજીએ બંને સ્વરૂપોનું માન છોડાવી મિલન કરાવ્યું. તેથી શ્રીમહાપ્રભુજી નિત્યલીલામાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી અને સૌ ભક્તોના અતિ પ્રિય થયા તેથી તેઓ શ્રીવલ્લભ કહેવાયા. વલ્લભ એટલે વહાલા. આમ શ્રીવલ્લભમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજીના ભાવાત્મક સ્વરૂપો બિરાજે છે. તેથી આપ ‘વસ્તુતઃ કૃષ્ણ એવ’ છે. શ્રીજી અને શ્રીવલ્લભ જુદા નથી, બંનેનો અભેદ છે.
 
માન મિલાપ પછી બંને યુગલ સ્વરૂપો વિહાર કરતાં હતાં ત્યારે બંનેને પોતાના જીવોની યાદ તાજી થઇ કે જેમણે લીલામાં નાન-મોટા અપરાધ કર્યા હોવાથી તેઓ પૃથ્વી ઉપર પડ્યા હતા. શ્રીસ્વામિનીજીએ શ્રીઠાકોરજીને વિનંતી કરી કે પૃથ્વી ઉપર ગયેલા આપણા એ જીવોને ફરીથી ગોલોકની પ્રાપ્તિ કરાવો. અને આ કાર્ય માટે શ્રીવલ્લભને આપે આજ્ઞા કરી ભૂતલ પર બિરાજવા કહ્યું, શ્રીવલ્લભે શ્રીઠાકોરજીને કહ્યું કે આપે પણ સાથે સાથે પૃથ્વી પર પ્રગટ થવું પડશે. શ્રીઠાકોરજીએ શ્રીવલ્લભની વિનંતી સ્વીકારી.
 
એના પરિણામ સ્વરૂપે સં. 1535ના ચૈત્રવદી એકાદશીએ મધ્યાન્હે ચંપારણ્યમાં શ્રીવલ્લભ પ્રગટ થયા. એ જ દિવસે એ જ સમયે વ્રજમાં શ્રીગિરિરાજજી ઉપર શ્રીકૃષ્ણરૂપ શ્રીનાથજી પ્રગટ થયા. શ્રીવલ્લભનું એક સ્વરૂપ શ્રીઠાકોરજીનું છે તો બીજું સ્વરૂપ શ્રીસ્વામિનીજીનું છે. પણ પૃથ્વી પર શ્રીવલ્લભ જીવોના ઉદ્ધાર કરવા ગુરૂસ્વરૂપે પ્રગટ થયા છે. આપશ્રી મહાપ્રભુજી મુખ્યત્વે ત્રણ સ્વરૂપે નીજ ભક્તોને અનુભવ કરાવે છે. (1) શ્રીઠાકોરજી સ્વરૂપ (2) શ્રીસ્વામિનીજી સ્વરૂપ (3) શ્રીગુરૂ સ્વરૂપ – શ્રીઆચાર્ય સ્વરૂપ. શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે જ્યાં સુધી શ્રીમહાપ્રભુજીમાં આપણો દ્રઢ આશ્રય સિદ્ધ ન થાય ત્યાં સુધી પુષ્ટિમાર્ગનું પરમ ફલ આપણને મળતું નથી. શ્રીમહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય થયો ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે એમણે કરેલી આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ. આજે કેટલાય વૈષ્ણવોમાં એવી ગેરસમજ પ્રવર્તે છે કે શ્રીઠાકોરજી અને શ્રીમહાપ્રભુજી જુદા છે.
 
શ્રીવલ્લભ કેવા છે ! જોઇએ – આપ અન અવતાર દશાના ભગવાન છો. અવતાર દશામાં પ્રભુ બહાર પ્રગટ હોય છે. એટલે પ્રભુ ભૂતલ પર પ્રગટ ન હોય ત્યારે પ્રભુ ભક્તની આત્મરૂપે તેના હૃદયમાં મૂલ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી બિરાજી પોતાના સ્વરૂપમાં નિરોધ સિદ્ધ કરાવનારા છે. આ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ નિરોધ સિદ્ધ થતાં જીવને અગણિતાનંદનો અનુભવ થાય છે. આપશ્રી સદાનંદ, સર્વેશ્વર, સર્વાત્મા છો. અને સર્વાન્તર આત્મારૂપે બિરાજો છો. આપ સ્નેહથી થતાં વિયોગાગ્નિનું મૂર્તિમાન સ્વરૂપ છો. યજ્ઞ ભોક્તા, યજ્ઞ કર્તા એવા આપશ્રીનાં નામોનો જપ કરવાથી સ્નેહ માર્ગમાં આવતા “વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને” પ્રતિબંધોનો નાશ થાય છે.
 
“શ્રીવલ્લભ શ્રીવલ્લભ વિના ધ્યાન મુખ ગાય સ્વેચ્છાએ, તેના હૃદયે શીઘ્ર આવે વ્રજ રાય.” સેવ્ય નિધિ સ્વરૂપ બહિઃ સદાનંદરૂપે બિરાજે છે. તેની ભીતર સુધા સ્વરૂપ શ્રીવલ્લભ (કૃપાનંદ) બિરાજે છે. તે ભાવ દ્રઢ કરી સેવા કરવી. “અષ્ટાક્ષર-પંચાક્ષરસ ભાગવત ગ્રંથ સહિત શ્રીવલ્લભ નામમાં જો છે પૂર્ણ પ્રતિત, વ્રજ સંબંધી સહુ વસ્તુ સહ કૃષ્ણ રાધિકા રાણી, શ્રીવલ્લભના નામમાં સહુ આવ્યું વરવાણી, શ્રીજી શ્રીસ્વામિનીજી સહ લલિતાદિક સહરૂપ શ્રીમહાપ્રભુજીમાં સમજવું શ્રીમહાપ્રભુજી તદ્રુપ” [શ્રીદયારામભાઈ પુ. પ-2]
 
શ્રીવલ્લભનું સ્વતંત્ર પ્રમેય સ્વરૂપ નિજ અંતરગજનોમાં જે વેદ્ય છે. પુષ્ટિ પ્રવાહ પુષ્ટિમર્યાદા જનોને પણ અવેદ્ય છે. તો અન્યની શી વાત કરવી ? શ્રીવ્યાસ સુત્રના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે આ સ્વરૂપ પુષ્ટિની મર્યાદાથી પણ અવેદ્ય-દુર્ગેય છે ! શ્રીપુરૂષોત્તમજી પ્રકાશકારે શ્રીવલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરી છે કે, જેમ સારસ્વત કલ્પમાં અવતાર સમયે મૂળ સ્વરૂપ પ્રસિદ્ધ પુરૂષોત્તમમાં ગોપ્ય હતું, તેમ આપના પ્રતિનિધિ પ્રાગટ્ય સ્વરૂપને બતાવીને મૂળ સ્વરૂપને ગોપ્ય હતું, તેમ આપના પ્રતિનિધિ પ્રાગટ્ય સ્વરૂપને બતાવીને મૂળ સ્વરૂપને ગોપ્ય રાખ્યું છે. આપનું અવ્યક્ત મધુર સ્વરૂપ નિજ અંતરંગ શ્રીદમલાજી આદિને જ અનુભવ વેદ્ય છે. તેમ કહ્યું છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.