પુષ્ટિમાર્ગમાં આવી મેં શું પ્રાપ્ત કર્યું ?
spacer
spacer

લેખક – કંચનભાઈ ગાંધી, વડોદરા

પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવે બ્રહ્મસંબંધ લીધા પછી તેના હૃદયમાં ભક્તિનું બીજ રોપાયું છે. તે બીજનું સિંચન કરી તેને વૃક્ષ બનાવવા તેને ભાવરૂપી જલનું અને તાપરૂપી શ્રીવલ્લભના નામનું પોષણ આપવું જરૂરી છે. શ્રીવલ્લભે બ્રહ્મસંબંધ વખતે બીજમાં સુધા પધરાવી છે. પ્રભુનું અને જીવનું મૂલ્ય સ્વરૂપ પણ ભાવાત્મક રીતે હૃદયમાં પધરાવી આપ્યું છે. સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન,. પુષ્ટિ સાધનો દ્વારા પુષ્ટિફલ આધિદૈવિક લીલા મધ્યપાંતિ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. પ્રભુ તો શ્રીવલ્લભે સેવ્ય સ્વરૂપે સાક્ષાત પ્રાપ્ત કરાવ્યા છે. એ સ્વરૂપને પહેચાની, તત્સુખી સેવા દ્વારા એનો સ્વરૂપાનંદનો અનુભવ કરવાનો છે. અને તે શ્રીવલ્લભની કૃપા અને ભગવદીયોના સંગથી જ શક્ય છે.
 
 બીજ ભાવને દ્રઢ કરવા માટે શ્રવણ કિર્તન અનિવાર્ય છે. આ માર્ગમાં ભાવ જ મુખ્ય છે. પ્રાણ વિના દેહ નકામો તેમ ભાવ વિના ભક્તિ વૃથા છે. પ્રભુમાં સુદ્રઢ શુદ્ધ પ્રેમ તે જ ભાવ. સ્વરૂપભાવના કોડિયું છે. લીલાભાવના ઘી, ભાવભાવના દીવેટ અને સેવાભાવના અગ્નિ છે.  આ ચારની જરૂર છે જેથી સેવા ફળરૂપ બની આવે. વિરહ કલેશનો અનુભવ કરવાથી સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે. એ વિરહનું દાન શ્રીવલ્લભ વિરહાગ્નિ સ્વરૂપ દ્વારા જ થાય છે. પુષ્ટિમાર્ગમાં જીવને મહાફલ પ્રાપ્ત કરવું છે. પરંતુ તે માટે મહાત્યાગ જરૂરી છે. તે કરવો નથી. સંસાર આસક્તિ, અહંતા, મમતા છોડવી નથી. વાણીનો નિરોધ કરવો નથી. પછી શું પ્રાપ્ત કરાય ? ત્યાગ વિના, તપસ્યા વિના કાંઇપણ આલોક કે પરલોકનું ફલ મળતું જ નથી. 84/252 ભગવદીયોના જેવો અમને અનુભવ ક્યારે થાય ? તે માટે આપણું જીવન કેવું હોવું જોઇએ તેનો કદી વિચાર આવે છે ખરો ? હું અને મારું છૂટતું નથી. વિવેક નથી તેમજ ધૈર્ય પણ નથી પછી આશ્રયની વાત જ ક્યાં રહી ? ભગવદીય અને પ્રભુની કૃપા હોય તો જ આ માર્ગના સિદ્ધાંત સમજી શકાય. આ માર્ગ ભાવાત્મક, રસાત્મક, ફલાત્મક છે. માર્ગમાં પ્રવેશ એ જ ફલ છે. જીવના વરણ પ્રમાણે પ્રભુ તેનો અંગીકાર કરે છે. તેની યોગ્યતાથી નહિં. અમસર્પિત. દુઃસંગનો ત્યાગ કરવાથી જ આગળ વધાશે. અન્ન દોષ અને દુઃસંગ દોષ પહાડ જેવા અંતરાયરૂપ છે. તેને દૂર કરવા જ પડે. હા નાથ ! હું તમારે લાયક ક્યારે બનીશ ? આ હાય હંમેશા ઉઠવી જોઇએ. તાપકલેશના અનુભવ માટે તાપભાવ જરૂરી છે. શ્રીવલ્લભની આજ્ઞાનું પાલન કરી, દ્રઢ વિશ્વાસ રાખી ભગવદ્ આવેશી વૈષ્ણવનો ઉપદેશ ગ્રહણ કરવો.
 
ધર્મિપ્રભુમાં ચિત્તની એકાગ્રતા, ભગવદ્લીલાઓનું મનન, પ્રભુ માટે તાપ, પ્રભુ વિના અન્યત્ર તૂચ્છતાનો ભાવ રાખવો. જ્યારે તમને સંસારમાં અરૂચી અને વૈરાગ્ય આવે ત્યારે જાણવું કે, હવે પ્રભુમાં રૂચી-પ્રેમ થશે. શ્રીવલ્લભે મારો હાથ પકડ્યો ત્યારે જાણવું સ્વરૂપ સિવાય સર્વ નિરસ લાગે. ગૃહાદિમાં વૈરાગ્ય, સંસાર પ્રત્યે ઉદાસીનતા આ પુષ્ટિ જીવના લક્ષણ છે. પુષ્ટિ જીવને ઓળખવાની આ નિશાની છે. દાસ અને દિનતાભાવ સિદ્ધ થયે જ પ્રભુકૃપા થશે. એવૈષ્ણવનો સંગ ન કરવો, ભગવદીયો તરફ બહુમાનની ભાવના રાખવી, ભાવરૂપી નિધિ પ્રાપ્ત કર્યા પછી વૈષ્ણવે કાંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. પુષ્ટિ જીવની સાર્થકતા સેવામાં જ છે. “કૃષ્ણ સેવા સદા કાર્યા ।” સ્વામીની આજ્ઞા છે. સ્વગૃહમાં રહી, પોતાના જ તન-મન-ધનથી સેવ્યની સુખદ સેવા કરવી. બહાર કાંઈથી પ્રાપ્ત થશે એવી ઈચ્છા કરવી એ પણ ભાવ વ્યભિચાર છે. સ્વામી સેવ્ય નિધિ સકલ ગોલોકધામ સહિત સેવકના ઘરમાં બિરાજે છે. તેનો ઉદ્ધાર કરી લાયક બનાવી ગોલોકસેવામાં લઈ જવા માટે બિરાજે છે. બડભાગી તે જ છે કે જે નિજગૃહમાં રહી સેવ્યની સેવા કરે છે અને શ્રીવલ્લભના તાપાત્મક નામનું સતત રટણ કર્યા કરે છે. ઘરના પ્રભુ જ સાક્ષાત અને સર્વસ્વ છે. વ્રજભક્તોના ભાવથી સેવા કરવી, શ્રીવલ્લભની મેંડ-મર્યાદાથી સેવા કરવી. તેથી વિરૂદ્ધ કરવાથી ફલ પ્રાપ્તિ નહિં થાય. અવિદ્યા દૂર થયે હૃદય શુદ્ધ થશે અને પ્રભુ શુદ્ધ હૃદયમાં પધારશે. સમય વહી જાય છે, ખબર નથી પડતી. કાળ ક્યારે આવી ઊભો રહેશે તેની ખબર નથી. એ કાનમાં કહીને નહિં આવે. માટે સતત નામ સ્મરણ કરો. નામ સ્મરણની સતત આજ્ઞા છે. એનું પાલન કર્યું તેના પર પુષ્ટિ જીવના ફળનો આધાર છે. ધર્મરૂપ છે. તેમાં ધર્મિ પ્રભુ બિરાજે છે. જેમ બીજવૃક્ષ તાપ ભાવે નામ સ્મરણ કરવાથી દોષો દગ્ધ જશે. પછી યથા અધિકાર પ્રમાણે પ્રભુ દાન કરશે દ્રઢ વિશ્વાસ રાખી કર્તવ્યનો વિચાર કરો. અંતરમુખી ઘરના ખૂણે ભગવદ્ નામ છૂપી રીતે લેવાથી તે ફળ બને છે એમ શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે.
 
ભગદીયોની કૃપા
 
પ્રભુને જે કોઈ પામ્યા છે તે ભગવદીયોની કૃપાથી જ, એમના સંગ થકી પામ્યા છે. પ્રભુથી પ્રભુને કોઈ પામ્યા નથી. માટે એક ક્ષણ પણ ભગવદીયના સંગ વિના રહેવું નહીં. કેમ કે એમના સંગથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. આવો ભગવદીયોનો મોટો પ્રભાવ છે. એમનો મહિમા છે.
 
ભગવદીયોની મંડળીમાંથી ભગવાનના ચરિત્રો જાણવા મળે. કારણ કે પ્રભુ પોતે પોતાના જસ વરણતા નથી. એ તો ભગવદીયો દ્વારા પોતાના જસના ગાન કરાવે છે. ભગવદીય સર્વથી મોટા છે. ભગવદીયોનો સંગ છોડવો નહીં અને સેવા-સ્મરણ છોડવા નહીં. શ્રીહરિરાય મહાપ્રભુજી પણભગવદીયોનો સંગ કરવાની આજ્ઞા આપે છે. પોતે પણ કહે છે : “વારી જાઉં ઈન વલ્લભીયન પર.” સત્સંગ એમના થકી જ મળે છે અને દુઃસંગ દૂર થાય છે.
 
- કમલાબેન આશર
 

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.