પુષ્ટિ જીવ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ ક્યારે કરી શકે ?
spacer
spacer

- શ્રી કંચનભાઇ ગાંધી, વડોદરા

ભગવાન જીવનિષ્ઠ પદાર્થનો પોતે અનુભવ કરે છે. તે પછી તેમાં સામર્થ્ય મૂકે છે. પછી જ પ્રભુનો અનુભવ જીવ કરી શકે છે. ભક્તિથી જીવવા સર્વ તત્વો ભગવદ્ રૂપ બને છે. તેમાં બિરાજમાન થઇ પ્રભુ પોતે અનુભવ કરે છે. વ્રજભક્તોના હૃદયમાં નાદ દ્વારા અધરરસના અંશે કરીને, રસનું સ્થાપન પ્રભુએ કર્યું. રસ સ્થાપન પછી વિવિધ ભાવથી તે રસ પુષ્ટ થાય છે.તે પછી જ્યારે ખૂબ જ ભાવોદય થાય. અધર રસપાન કરવા ભક્તો સમર્થ થઇ જાય – પ્રભુ ક્યારે જીવને યોગ્યતા સંપાદન કરાવી આપે ? રસનું સ્થાપન જ્યારે હૃદયમાં થાય છે, રસ જ્યારે હૃદયમાં પ્રવેશે છે, સ્થિર થાય છે, ત્યારે આસક્તિરૂપ નિરોધ સિદ્ધ થાય છે. ભક્તિ  પછી જ નિરોધ પ્રાપ્ત થાય છે. પ્રભુ બે પ્રકારે યોગ્યતા સંપાદન કરાવી આપે છે. વ્યાપ્ત વૈકુઠમાં દર્શન કરાવી યોગ્યતા રૂપ બ્રહ્માનંદની પ્રાપ્તિના મિષે ફલ પ્રકરણમાં ભજનાનંદનું (સ્વરૂપાનંદનું) દાન પ્રકારન્તરે કાત્યાયની પ્રસંગમાં પણ બ્રહ્માનંદની પ્રાપ્તિ ભક્તોને કરાવી. તે પછી બ્રહ્માનંદનો અનુભવ કરવાની જરૂર રહી નહિં. આધિદૈવિક સ્રીત્વ પ્રાપ્ત થાય તેમને પછી બ્રહ્માનંદની પ્રાપ્તિની જરૂર નથી. તેથી કેટલાકને બ્રહ્માનંદની પ્રાપ્તિ કરાવી યોગ્યતા આપે છે. કેટલાકમાં આધિદૈવિક સ્ત્રીત્વ આપીને યોગ્યતા આપે છે.
 
જીવ ભોક્તા અને ભગવાન ભોગ્ય ક્યારે બને ? સામાન્ય રીતે ભગવાન કદી પણ ભોગ્ય બનતા નથી. તેઓ હંમેશા ભોક્તા છે. જીવમાં સ્થાપેલ ભગવદ્ ભાવને ભગવાન પોતે ભોગવે છે. ભગવદ્ રસનો અનુભવ જીવ કરે તે તો ક્વચિત્ જ થાય, અને તે ચરમસીમા છે. પ્રભુ પોતાનું ભોક્તૃત્વ દૂર કરી ભોગ્ય બને તે બહુ મોટી વાત છે. અલૌકિકમાં ભગવાન ભોક્તા છે અને જીવ ભોગ્ય છે. પરંતુ અલૌકિકમાં પ્રભુ વિશિષ્ટ દાન આપવા ઇચ્છે છે ત્યારે પ્રભુ ભોગ્ય બને છે અને ભક્તો ભોક્તા બને છે. વિશેષ રસ પ્રગટ થાય ત્યારે જ આમ બને છે. આ સીમા પ્રાપ્ત કરાવવા જ શ્રીઆચાર્જીના પ્રયાસો છે અને જીવે ઇચ્છવાનું છે. “કૃષ્ણાધરામૃતાસ્વાદ” ની સિદ્ધિમાં જીવ ભોક્તા બને છે. અને ભગવાન ભોગ્ય બને છે. “કૃ્ષ્ણાધિનાતુ મર્યાદા સ્વાધિનાતુ પુષ્ટિ ઉચ્ચતે” પ્રભુને આધિન રહી લીલા થાય ત્યરે જીવ નિયમ્ય બને છે, ભક્ત નિયામક બને છે. ભક્તોને આ પ્રકારની સ્વચ્છંદતા પ્રાપ્ત કરાવવા વૃંદાવનમાં પ્રવેશ કર્યો. પ્રભુ સર્વ ભક્તોની સાથે અનેક પ્રકારની ક્રીડા કરી વિવિધ પ્રકારે તેમના ચરણનું સ્થાપન કરી ભાવોદબોધ કરાવે છે. એ પછી ભક્ત કર્તુક ભોગરૂપનો પણ અનુભવ કરાવે છે. સર્વાભોગ્ય સુધાના અનુભવથી વ્રજસ્થાઓને મોક્ષનો અનુભવ કરાવ્યો, ગોપાલોને વનમાં સાથે લઇ જઇ તેમનામાં દાસ્ય ધર્મનું સ્થાપન કર્યું. અવશિષ્ટ પુરૂષાર્થ અર્થ ગુણગાન વૈણુગીત રૂપી, વ્રજસ્થામાં સ્થાપિત કર્યું. વનસ્થિતામાં કામ અને ભક્તિ રૂપી અર્થ. વ્રજસ્થામાં મોક્ષ અને ગોપાલોમાં ધર્મ – પુરૂષાર્થનું સ્થાપન કર્યુ.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.