દુઃખમાં પ્રભુ-સ્મરણ
spacer
spacer

 

ભગવદીય દુઃખમાં ધરસોરે, ધીરજ ધરી ભજતા ઠરશો ।
દુઃખમાં ધરશો કૃષ્ણ સ્મરસો, તો ભવ દધિ સધ તરસો ।।
ગુણ ગણો છે દુઃખ સહયામાં, કરવો એમ વિચાર ।
નહીં તો ભક્તનું દુઃખ કેમ સહે, સમર્થ કરૂણાગાર ? ।।
સકલ પાપ સંતાપ નિવારે, એક હરિનું નામ ।
હરિ રટાય નિત્ય તદપિ નહિ, તો ગમતું ઘનશ્યામ ।।
માયા મોહ વધે સુખ પામે, વિષય વિષે મન ચક ચૂર ।
કૃષ્ણ પાસે દુઃખ કુંતાએ માગ્યું, દુઃખમાં હરિ નહિ દૂર ।।
તેજ કુસંગ જે હરિને ભૂલાવે, સ્મરાવે તે સત્સંગ ।
સુખ ભૂલાવે ને દુઃખ સ્મરાવે, માટે ન કરે હરિ ભંગ ।।
લૌકિક કલેશ અંગીકૃત લક્ષણ, મેળવે શ્રીવ્રજરાય ।
શ્રીહરિરાયજીનું વાક્ય વિલોકો, શિક્ષાપત્રમાં ગાય ।।
કોને મલ્યા કૃષ્ણ કષ્ટ પામ્યા વિના, સાંભળો શાસ્ત્ર પ્રમાણ ।
વિપત પડે તોએ હરિના વિસ્મરે, તેને ગણે હરિ પ્રાણ ।।
સુખ આવે છકી નવ જઇએ, દુઃખ આવે નહી ડરીયે ।
આપણાથી અધિકા જોઈને, ગર્વ કલેશને હરીયે ।।
તપે ટીપાય કનક, સહે મોતી છેદ, તજે ન ઉજાસ ।
તો મહિપતિ મન ભાવે ભૂષણ, આપે હૃદય પર વાસ ।।
અંતરજામીથી નથી રે અજાણ્યું, વળી વહાલા પોતાના દાસ ।
“દયાપ્રિતમ” માટે સારૂ જ કરશે, રાખજો દ્રઢ વિશ્વાસ ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.