બડેનકી બાની
spacer
spacer

 

રૂપ ન જાને આંધરો, વાંઝ પુત્રકી પીરઃ
નેહ ન જાને નિરસ જન, ભેદે ન ચકમક નીર.
સકલ શાસ્ત્ર સંગ્રહ કીએ, વાદ વિવાદ વિચાર;
રસકે અક્ષર દોય હે, તુર્ત કટે તન માર.
સેવા નહીં ગોકુલપતિ, અષ્ટછાપ નહિ ગાન;
સુની નહિ સુબોધિની, તે જન સર્પ સમાન.
શ્રીવલ્લભ ફલ ના ચખ્યો, ગહે ન ચરન સરોજ;
ધિક ધિક ધિક તે જન, ધર્યો ધરની પે બોજ.
ભગવદકૃપાનું એક લક્ષણ (લૌકિક દુઃખ)
પ્રેષક : મધુકર
સંગ્રાહક :દા. દા. હસુભાઈ દેસાઇ, અમરેલી.
 
શ્રીહરિરાયચરણ આજ્ઞાકરે છે કે, લૌકિકમાં પ્રભુ કંઇક દુઃખ આપે તો પ્રભુની કૃપા માનવી. પ્રભુ જેને પોતાના માને છે તેનું મન પોતાનામાં રહે તે માટે પ્રભુ આપણને થોડી ઘણી મુશ્કેલીમાં રાખે છે. દુઃખમાં પ્રભુની કૃપા માનવી. પ્રભુ જે કરતો હશે, તે મારા હિતનું જ કરતા હશે તેમ માની દુઃખમાં ધીરજ રાખી આપણે અષ્ટાક્ષરનું સ્મરણ સતત બને તેમ કરવું જોઇએ. ભગવાને પોતાના માનેલાને આપેલા દુઃખની કદર ભગવદીયો જ કરી જાણે છે. દયારામભાઈ પોતાની વાણીમાં પ્રભુની કૃપાને ઓળખાવે છે તે પદ-
 
ભગવદીય ! દુઃખ મા ધરશો રે
ધીરજ ધરી ભજતા ઠરશો ।
દુઃખ માં ધરશો કૃષ્ણ સ્મરશો
તો ભવ દધિ સદ્ય તરશો ।।
ગુણ ઘણો છે દુઃખ સહયામાં
કરવો એમ વિચાર ।
નહિ તો ભક્તનું દુઃખ કેમ સહે
સમર્થ કરૂણાગાર ।।
સકલ પાપ સંતાપ નિવાર
એક હરિનું નામ ।
હરિ રટાય નિત્ય તદપિ મટે નહિ
તો ગમતું ઘનશ્યામ ।।
માયા મોહ વધે સુખ પામે
વિષય વિષે મન ચકચુર ।
કૃષ્ણ પાસે દુઃખ કુંતાએ માગ્યું
દુઃખમાં હરિ નહિ દૂર ।।
તે જ કુસંગ જે હરિને ભૂલાવે
સ્મરાવે તે સત્સંગ ।
સુખ ભુલાવે ને દુઃખ સ્મરાવે
માટે ન કરે હરિ ભંગ ।।
લૌકિક કલેશ અંગીકૃત લક્ષણ
મેળવે શ્રીવ્રજરાય ।
શ્રીહરિરાયજીનું વાક્ય વિલોકો
શિક્ષાપત્રમાં ગાય ।।
કોને મળ્યા કૃષ્ણ કષ્ટ પામ્યા વિના
સાંભળો શાસ્ત્ર પ્રમાણ ।
વિપત પડે તોએ હરિ ન વિસ્મરે
તેને ગણે હરિ પ્રાણ ।।
સુખ આવે છકી નવ જઇએ
દુઃખ આવે નહિ ડરીયે ।
આપણાથી અધિકા જોઇને
ગર્વ કલેશને હરીયે ।।
તપે ટીપાય કનક, સહે મોતી છેદ
તજે ન ઉજાસ ।
તો મહિપતિ મન ભાવે ભૂષણ
આપે હ્યદય પર વાસ ।।
અંતરજામી નથી રે અજાણ્યા
વળી વહાલા પોતાના દાસ ।
“દયા પ્રીતમ” માટે (પ્રભુ) સારૂં જ કરશે
રાખો દ્રઢ વિશ્વાસ ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.