ભૂત – પિશાચનો ઉદ્ધાર
spacer
spacer

- પ.ભ. કમળાબેન આશર, રાયપુર

ચાંપાસેનીથી મેવાડ પધારતા માર્ગમાં એક ગામ આવ્યું, ત્યાં શ્રીનાથજી એક તળાવના કિનારા ઉપર બિરાજ્યા. ઉત્થાપનથી શયન સુધીની સેવા અહીં જ થઇ. તે વિશાળ સરોવરનું સ્વચ્છ જળ શ્રીનાથજી આરોગ્યા.
 
જ્ચારે રાત્રિ થઇ ત્યારે તળાવની આસપાસ ગગનચુંબી જયધ્વની સંભળાવા લાગ્યો. ઉચ્ચ સ્વરથી થતો આ જયધ્વની ગો. બાલકો અને સેવકોએ સાંભળ્યો. પરંતુ જયકાર કરવાવાળી વ્યક્તિ જોવામાં ન આવી. પછી જે બાજુથી જયધ્વની આવતો હતો તે બાજુ મુખ ફેરવીને પૂછ્યું : તમે કોમ છો ? જયજયકાર કેમ કરો છો ?
 
ત્યારે આકાશમાર્ગેથી અવાજ સંભળાયો : આ તળાવમાં અમે અસંખ્ય ભૂત-પિશાચ રહીએ છીએ. હજારો વર્ષથી અમારી ગતિ મુક્તિ થતી ન હતી આજે શ્રી નાથજીએ કૃપા કરીને આ તલાવનું જળ અંગિકાર કર્યું તેથી અમારી મુક્તિ થઇ છે. તેના દિવ્ય પ્રભાવથી અમારે માટે વૈકુંઠમાંથી વિમાન આવ્યાં છે. વિમાનમાં આવેલા વૈકુંઠનાથના અનુચરો અમને કહે છે કે, આ તળાવમાં જેટલાં ભૂત-પિશાચ હોય તે બધાં વિમાનમાં બેસીને આવો વૈકુંઠમાં
 
આજે અમારો મુક્તિદિન આવ્યો છે. તેથી અમારા મુક્તિદાતા શ્રીનાથજીની અમે જય બોલીએ છીએ.

અર્ધરાત્રિથી લઇને પ્રાતઃકાળ સુધી આ જયધ્વની સંભળાયો. ત્યાર પછી બધું શાંત થઇ ગયું. શ્રીનાથજી ત્યાં રાજભોગ આરોગીને વિજય થયા.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.