પ્રશ્નોત્તર
spacer
spacer

લે. મધુકર

સ્નેહી ભાઇશ્રી, સપ્રેમ શ્રી સ્મરણ.
આપનો પ્રશ્ન :- “અત્યારે શ્રીમહાપ્રભુજીના સિધ્ધાંતના નામે, અથવા જુની પ્રણાલીના હિસાબે જે ચાલી રહ્યું છે, તેમાં સાચો સિદ્ધાંત કયો તે કેવી રીતે ખબર પડે ? કોઇ માપદંડ ખરો ?”
 
સમાધાન :- પ્રથમ તો આપણે એ સમજી લઇએ કે શ્રીમહાપ્રભુજીનો પ્રગટ કરેલો માર્ગ કોરો (શુષ્ક) જ્ઞાન માર્ગ નથી પરન્તુ (રસ-ગુલ્લા જેવો બાહર ભીતર રસથી પ્લાવીત) દિવ્ય પ્રેમ માર્ગ છે.
 
(1) રતિ પથ પ્રગટ કરણકું પ્રગટે કરૂણાનિધિ શ્રીવલ્લભ ભૂતલ.
(2) વેણુગીત પુન યુગલ ગીતકી રસ બરખા બરખાઇ । સેવા રીત પ્રિત વ્રજ્જનકી જનહિત જગ પ્રગટાઇ ।। (શ્રીહરિરાય ચરણોક્ત વધાઇ.)
(3) કોઉ રસિક નહિ યા રસકો । વાગધીશ વચનામૃત ગહવર પરાકાષ્ઠા પ્રેમ પ્રસંગીત વ્રજપુર વધૂ સ્વરૂપ સ્નેહ સુન સુન કાહુ કો ન કસકો ।।
(4) શ્રીલક્ષ્મણ સુત નીકે ગાવે । દમલા પ્રભુદાસ બડભાગી, તીનકું પુનિ પુનિ આપ શિખાવે ।।
 
પ્રેમ વિવસ વ્હે શ્રીવલ્લભ પ્રભુ । નેનન સેનન અર્થ જનાવે ।। (શ્રીપદ્મનાભદાસજી)
વેણુગીત અને યુગલ ગીતમાં શ્રીમહાપ્રભુજીએ, નિજ્જનો પ્રતિ દિવ્ય પ્રેમ સુધાની વર્ષા કરી છે.
 
શ્રીમહાપ્રભુજીનો સિદ્ધાંત તત્સુખી દિવ્ય પ્રેમ છે. આ પ્રેમને જેણે જાણ્યો અને માણ્યો (અનુભવ્યો) તેણે સિદ્ધાંતનું માપ દંડ સમજી લીધું. ચાહે જુની પ્રણાલી હો કે નવી પ્રણાલી હો. આ ઉભયના સિદ્ધાંતમાં જે તત્સુખાત્મક
 
આવું સમજ્યા પછી આ પ્રેમી સાધક લોકાતીત બને છે. લોકાતીત થવાથી તેન મન-ચિત્તની વૃત્તિઓ દિવ્ય પ્રેમ રાજ્યમાં પ્રવેશ કરી દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરે છે. લોકાતીત બનીને જે સાધના કરે છે તેનો પરિચય રસિક ભક્ત નંદદાસજી નીચે મુજબ કરાવે છે :-
 
જા ઘટ વિરહ અવા અનલ,
પરિપક ભયે શુભાય !
તાહી ઘટ મધ્ય નંદ હો
પ્રેમ અમી ઠહરાય ।।
 
લીલાધામથી વિછુરેલા નિજ્જનને લીલા ધામમાં પહોંચાડવા માટે મહાકારૂણિક પ્રભુ વિરહ ભાવનું દાન કરે છે. આ વિરહના અનુભવથી ત્રિવિધ માયાનો પ્રલય થઇ જાય છે, ત્યારે તેને પ્રિય પ્રભુમાં વ્યસનાત્મક પ્રેમ પ્રગટ થાય છે.
 
પરેષામાસક્તિ સુત ધન શરીરાદિષુ દ્રઢાં.
દ્રુતં ભસ્મીચક્રે બહુલમપિ તુલં જવલ ઇવ ।
સ્વસાનિધ્યાદેવ વ્યશનપિ કૃષ્ણે઼ડપિવિદઘૃત,
સ મે મૂર્ધન્યાસ્તાં હરિવદન વૈશ્વાનરવિભુઃ ।। (વૈશ્વાનરાષ્ટક)
ઉપરોક્ત વ્યસનાત્મક પ્રેમની વિલક્ષણતાને નીચેના દોહામાં અવલોકીયે :-
પ્રેમ પ્રગટ જબ હોય કે, ભૂલે જગત કો ભાન !
તુ તુ તુ રહી જાય હે, હું કો મીટે નિશાન ।।
 
જુની પ્રણાલી કે નવી પ્રણાલીના સિદ્ધાતના વક્તાઓને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાતનું વાસ્તવિક માપદંડ ઉપરોક્ત દોહામાંથી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને પુષ્ટિ પ્રભુના સંબંધવાળા અમારા દૈવી જીવનની વાસ્તવિક્તા કેવા પ્રકારની હોવી જોઇએ. તે પણ સમજી શકાશે. હજું આગળ જોઇએ :-
 
ચાચા શ્રી ગોપેશ્વરજી કૃત શ્રી સર્વોત્તમ સ્તોત્રના મંગલાચરણનો શ્લોક :-
પ્રવૃદ્ધ યત્કૃપામ્ભોધિ બિન્દુરેકોપિ યં સ્પૃશેત્ ।
સજ્જન રસાબ્ધો તપતે સ તં વન્દેનલ પ્રભુમ ।।
 
અર્થાત – જેમાં ખુબ (દિવ્ય પ્રેમની) ભરતી આવેલી છે એવો શ્રીવલ્લભાધીશ્વરની કૃપાનો સમુદ્ર, જે સમુદ્રનું એક બિન્દુ પણ જેનો સ્પર્શ કરી લે તે (બડભાગી) જીવ સાગરમાં ડુબતો જાય અને તપતો પણ જાય (વિપ્રયોગમાં સિજાતો જાય) તેવા (મધુર) અગ્નિ સ્વરૂપ વલ્લભ પ્રભુને હું વદન કરૂં છું.
 
પ્રશ્ન – દિવ્ય પ્રેમની એક બિન્દુનો વિલક્ષણ પ્રભાવ ઉપરોક્ત શ્લોકમાં કહ્યો, તેમાં રહસ્ય શું છે. ?
સમાધાન – આ પ્રેમનું બિન્દુ આત્મારૂપ હોવાથી અને આત્મતત્વનું વિરૂદ્ધ ધર્માશ્રયત્વ હોવાથી તે બિન્દુ ભીતર સાગરરૂપ પણ છે અને વ્યાપકત્વતા પણ છે. આત્માની સાગર રૂપતા શ્રીમદાચાર્ય ચરણે “સિધ્ધાંતમુક્તાવલી” માં કથી છે :-
 
“આત્માનંદં સમુદ્રસ્થં કૃષ્ણમેવ વિચિન્તયેત” અને આત્માની વ્યાપકતા આપશ્રીએ “શાસ્ત્રાર્થ નિબંધ” માં નિરૂપેલ છે :- અણુઅપિવ્યાપકમ્ આત્મતત્વની આ બે વિરૂદ્ધ ધર્માશ્રયતા આત્મારૂપ દિવ્ય પ્રેમના બિન્દુમાં પણ રહેલી જ છે, તેથી પોતાના અનિર્વચનીય રસાસ્વાદમાં ડૂબાવી રાખે છે અને તેમાં મધુર અગ્નિરૂપતા હોવાથી રસાસ્વાદમાં અતૃપ્તિ પણ બની જ રહે છે. હજુ આગળ જોઇએ :-
 
કહત હો સબે સયાની બાત
જો લો નાહીન દેખે સુન્દર,
કમલ નૈન મુસિકાત ।।
સબ ચતુરાઇ વિસર જાત હે,
ખાન પાન કી બાત ।
બિન દેખે છિન કલ ન પરત હે,
પલભર કલ્પ સમ જાત ।।
સુનિ ભામીનીકે વચન મનોહર,
સખી મન અતિ સકુચાત
ચત્રભુજ પ્રભુગિરિધરનલાલ સંગ સદા બસોં દિનરાત

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.