‘ફીક્સ’નું ખાતું ખોલાવીએ :
spacer
spacer

- મધુકર

શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે, સેવા કરવાવાળો “મહા ભાગ્યવાન” છે. આમ કહેવામાં ગૂઢ રહસ્ય એ છે કે સેવાની મર્યાદા શ્રીમહાપ્રભુજીએ પ્રભુના સુખની બનાવી છે. “સેવા” એને કહેવાય કે જેની સેવા કરીએ તેને બધા પ્રકારે સુખ થાય. આપણો સ્વારથ રંચક નહિ.આવી નિઃસ્વાર્થ સેવાનું ફલ ફીક્સના ખાતામાં જમા થાય છે. અને ફીક્સનું ખાતું ગોલોકધામમાં છે. બેંકના બે ખાતા ફીક્સ અને સેવીંગ સેવીંગમાં મુકેલી રકમ ઉપાડી શકાય. ફીક્સની રકમ મુદતે મળે. સ્વારથની સેવા કરનારનું ભજન સેવીંગ ખાતામાં જમા થાય છે અને તે ભજનનો બદલો ભગવાન આ જીવને ભૂતલમાં આપતા રહે છે, તેમાં તેનું ભજન વપરાય જાય છે. જેમ રસોઇ કરો તો ભોજન મળે, ન કરો તો ન મળે. આવું સેવીંગ ખાતાના ભજનનું ફળ છે. પ્રભુના સુખની જ સેવા કરનારના ભજનનું ફળ ફીક્સમાં જમા થતું હોવાથી, અને ફીક્સનું ખાતું ભૂતલમાં નહિ પણ ગોલોકધામમાં હોવાથી ભગવાન આવી સેવાનો અનુભવ કરે છે તે સાગરના પ્રવાહની જેમ અખંડ હોય છે. આ ફીક્સમાં જમા કરેલ ભજનનું ફલ ભોગવવા છતાં ઘટતું નથી, કારણ કે અહીં ગોલોકધામમાં પણ આ પ્રેમી ભક્ત પ્રભુના સુખની જ અખંડ સેવા કરતા હોય છે, તેથી ભગવાન આવા ભક્તના સદાય રૂણી બની રહે છે. તેના ભજનનો બદલો પ્રભુ આપી શકતા નથી. શ્રીમહાપ્રભુજીએ પ્રગટ કરેલો સેવામાર્ગ આવા મહાન ફલને પ્રાપ્ત કરાવનાર હોવાથી મર્મજ્ઞ શિરોમણિ શ્રીહરિરાયજી પ્રભુ સેવા કરનારને મહા ભાગ્યવાન કહે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.