પ્રભુ પ્રેમીઓને ચેતવણી
spacer
spacer

પ્રેષક :- મધુકર

તુમ બિન પ્યારે કહું સુખ નાહી ।
ભટક્યો બહુત સ્વાદ રસ લંપટ, ઠૌર ઠૌર જગમાહી ।।
પ્રથમ ચાવ કરી બહુત પ્રિયારે, જાઇ જહાં લલચાને ।
તહાં તે ફિરિ એસો જીય ઉચટત, આવત ઉલટિ ઠીકાને ।।
જીત દેખો તીત સ્વારથ હી કી, નિરસ પુરાની બાતે ।
અતિહી મલિન વ્યવહાર દેખિકે, ઘ્રિણા આવત હે તાતે ।।
હીરા જેસે સમુઝત સો નિકરત કાચો કાચ પિયારે ।
યહ વ્યવહાર નફા પાછે. પછિતાનો કહત પુકારે ।।
સુન્દર ચતુર રસિક અરૂ નેહી, જાનિ પ્રેમ જીત કીનો ।
તિત સ્વારથ અરૂ કપટિ ચિત હમ, ભલે સબહિ લખિ લીનો ।।
સબ ગુણ હોય જુ પે તુમ નાહી, તો બિનુ લોન રસોઇ ।
તાહી સો જહાજ પંછી સમ, ગયો અહો મન હોઇ ।।
અપને ઓર પરાયે સબહી, જદપિ નેહ અતિ લાવે ।
પે તિનસો સંતોષ હોત નહિ, બહુ અચરજ જીય આવે ।।
જાનત ભલૈ તુમ્હારે બિનૂ સબ, બાદિહી(વૃથાહી) બીતત શ્વાસે ।
“હરિશ્ચંદ્ર” નહી છુટતી તોઉ યહ, કઠીન મોહકી ફાંસે ।।
 
આ કાવ્ય કાશીવાળા ભારતેન્દુ બાબુ શ્રીહરિશ્ચંદ્રજીનું છે. સાહિત્યકારોએ તેમને ભારતના ઇન્દુની ઉપમાથી બિરદાવ્યા છે. તેઓ રસિક હતા. શ્રી ગોપીજનોની જેમ રતિપથગામી હતા.
 
પ્રભુપ્રેમીઓના હ્યદય પ્રેમાસ્પદના વિયોગાગ્નિનો અનુભવ કરી અત્યંત મૃદુલ બની ગયા હોય છે. તેઓ અન્યના દુઃખને જોઇ શકતા નથી. અરે ! સાંભળી પણ શકતા નથી. પ્રભુપ્રેમીઓએ લૌકિક સંબંધના બંધનને તો તોડી ફેંકીજ દીધેલું હોય છે. પરન્તુ પ્રભુપ્રેમીઓની સાધન દશામાં ભગવદ્ સંબંધી અલૌકિક સંસારી જીવો કે જેમાં પ્રભુપ્રેમનું સ્થાન નથી, મહાત્મીક છે. મહાત્મીક જીવોમા સ્વારથ મુખ્ય હોચ છે. પોતાના ઉદ્ધારનો સ્વારથ. આથી પણ હિન લૌકિક સંસાર ભાગને ફાલ્યો ફુલ્યો રાખનારા હોય છે. આ બન્ને પ્રકારના જીવો બ્રહ્મસંબંધી દૈવી ગણાય છે. આવા સ્વાર્થી જીવો ગુરૂ બાલકોના મહાત્મયથી આકર્ષાય છે. આકર્ષાઇને ઉપરોક્ત ઉભય સ્વરૂપોમાં ભાવ બતાવે છે. આ જીવોના ભાવથી ગુરૂ બાલક અને પ્રેમી ભગવદીય તે જીવોના હિતનું આચરણ કરતા હોય છે. પોતાનો અમૂલ્ય સમય આ સ્વારથી જીવોમાં વ્યય કરતા હોય છે. પરન્તુ આવા જીવોનો વિશેષ સંબંધ રહેતા તેને ઠગ તરીકે પહેચાની લે છે. આવા મહાત્મીક જીવની સૂચના શ્રીહરિરાય પ્રભુએ 18મા શિક્ષાપત્રમાં કરી છે. આ વૈષ્ણવ વેશધારી લોકો દુસંગરૂપ છે પ્રભુ પ્રાપ્તિ કરવી એ તેના જીવનનું ધ્યેય હોતું નથી. લાભપૂંજાવા માટેજ તેના પ્રયત્નો હોય છે. આવા અલૌકિક સંબંધના સ્વાર્થી જીવોમાં મુગ્ધ રસિક હ્યદય ફસાઇ જાય છે. શ્રીહરિશ્ચંદ્રજીએ આવો દુઃખદ અનુભવ કરીને ભાવિ, મુગ્ધ પ્રભુ પ્રેમીઓને ચેતવણી (જાગૃતિ) કાવ્ય દ્વારા આપી છે. આ કાવ્યનો જ્યારે હું (મધુકર) વિચાર કરૂં છે. તો કાવ્યનું સંપૂર્ણ કથન જાણે મારી ઠગાયેલી દશાનું જ વર્ણન કરતું હોય તેમ નિશ્ચય સમજાય છે.
 
સાધન દશાવાળા (મુગ્ધ) પ્રભુપ્રેમીઓએ દિવ્ય પ્રેમ ભાવરૂપી અનિર્વચનીય મહાન નિધિના રક્ષણ માટે કીટભ્રમર ન્યાય જેવું જીવન બનાવવું અતિ આવશ્યક છે, ભ્રમરી પ્રથમ માટીનું દર બનાવે છે, પછી ક્રીડાને પકડી તે દરમાં પુરી દે છે. આ દર એવું બન્યું હોય છે કે આજુ બાજુ, ઉપર નીચેનું ક્રીડો કાંઇ જોઇ શકે નહી. અને દરમાંથી બહાર પણ નીકળી શકે નહી તેવું તે દરનું મુખ બનાવ્યું હોય છે. હવે ક્રીડાને દરમાં પુર્યા પછી વારંવાર ભ્રમરી ડંખ મારે છે આ ડંખની વેદનામાં કીડો ભ્રમરીનું જ સતત ધ્યાન કરતો હોય છે અને તેના પરિણામે કીડો થોડા સમયમાં જ ભ્રમરી બની જાય છે. મુગ્ધ પ્રભુ પ્રેમીજન માટે કીટ ભ્રમર ન્યાય જેવું જીવન બનાવવા એકજ ઉપાય છે :-
 
પ્રેમી પરિચય ના કરે,
એક શ્યામ બિન અન્ય ।
જગમાં સુતા જાગતા, પ્રભુમાં પ્રેમ અનન્ય ।।
 
પ્રભુપ્રેમીજન જ્યારે અન્ય કોઇનો પણ સંગ કરતા નથી અને હું મારા નિત્ય સખા પ્રેમાસ્પદ પ્રભુથી અનેક જન્મોથી વિછુર્યો છું, તેનું મનમાં દુઃખ રાખી પ્રભુના સ્વરૂપનું નિરંતર તાપ ભાવ પૂર્વક ધ્યાન કરતા રહેવાથી થોડા સમયમાંજ પ્રેમીજન પ્રિય પ્રભુમય બની જાય છે. અને તેવા અલૌકિક દેહથી લીલા ધામમાં પ્રવેશ કરે છે.
 
પ્રભુપ્રેમીઓ માટે આ સ્વાર્થી દુનીયા લુટેરાની સમજવાની છે. પ્રભુમાં વ્યસન ભાવનો પ્રેમ ન થાય અથવા પ્રભુપ્રેમ વ્યસન અવસ્થાએ ન પહોંચાડે ત્યાં સુધી પ્રેમીજનો માટે દુસંગનો ભય રહેલો છે. જ્ઞાની કરતાં પણ પ્રભુપ્રેમીજનોને દુસંગનો ભય વિશેષ રહેલો છે. મહાનુભાવોએ દુસંગથી ભાવ નિધિનું રક્ષણ કરવા જે ચેતવણી આપી છે. તે મુગ્ધ પ્રેમીજનો માટે જ છે.
 
સુનો વ્રજ્જન મારગકી બાતે ।
ઉલટ બાટ લૂંટત પંથી,
સભ કહીયત હોં તાતે ।।
 
ઉપરના પદમાં મહાનુભાવ શ્રીપદ્મનાભદાસજીએ મુગ્ઘ પ્રભુપ્રેમીજનોને વ્રજભક્તોના માર્ગનું જ્ઞાન કરાવી ચેતવણી આપી છે. ગોપીજનો જે માર્ગે ચાલી રહ્યા છે તે લોકાતીત છે. લોકાતીત થઇને જે પ્રભુની લીલાનો અનુભવ કરી રહ્યા છે તેનું વર્ણન પદમાં શ્રીપદ્મનાભદાસજીએ કર્યું છે.
 
દેખ દેખ સખી ચાલીએ ગિરિમેં પંથ અનેક ।
દુષ્ટ જીવ કલિ કાલકે જો પ્રભુ રાખે ટેક ।।
સ્વેત સ્વેત સન એક હે, કહા કૌવા કો જ્ઞાન ।
નીર ક્ષીર રસ તર્ક તે, હંસ કરે પહેચાન ।।
રસિક યૂથ બહુ ના મિલે, સિઁહ ટોલ નહિ હોય ।
વિરહ વેલ જહા તહાં નહિ,
ઘટ ઘટ પ્રેમ ન જોય ।।

(પંચામૃત વ્યાસ બાવાકૃત)

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.