સેવામાર્ગની અદભૂતતા :-
spacer
spacer

- મધુકર

પુષ્ટિ સૃષ્ટિનું સર્જન પ્રભુએ પોતાની સેવા માટે જ કર્યું છે. સેવા શબ્દનો વાસ્તવિક અર્થ આપણે જેની સેવા કરીયે તેને આપણાથી સુખ મળવું જોઇએ. શ્રીમહાપ્રભુજીની પ્રકટ કરેલી સેવા પ્રણાલીમાં તત્સુખભાવ (તનુ વિત્તજાની ક્રિયામાં) મળેલો જ રહે છે. તનું વિત્તજા સેવાની ક્રિયામાં ભાવ પ્રકટ થાય છે. ભાવ એ ભગવદ્ સ્વરૂપ છે. અને પ્રભુ આનંદરૂપ છે. ભાવથી જે ક્રિયાઓ સેવા સમયે થાય છે તેમાં સેવા કરવાવાળા જનને આનંદનો અનુભવ થાય છે. સેવાની ક્રિયામાં પ્રભુને સુખ થાય તો તત્સુખભાવ પણ સિદ્ધ થાય છે.
 
શ્રી મહાપ્રભુજીની પ્રકટ કરેલ સેવા મર્યાદાને શ્રીમત્પ્રભુચરણે સપ્તશ્લોકીમાં અદભૂત કહેલ છે. “અદભૂત” શબ્દનો અર્થ આશ્ચર્યને ઉત્પન્ન કરે છે.
 
માયાવાદ તમો નિરસ્ય મધુભિત
સેવાખ્ય વર્ત્મ “અદભૂતમ્” ।
શ્રીમદગોકુલનાથ સંગમ સુધા
સંપાપક તત્ક્ષણત્ ।।3।।
 
સેવાની ક્રિયામાં ભાવ સ્વરૂપનો પ્રવેશ થાય છે તેજ ક્ષણે સંગમ સુધાની પ્રાપ્તિ થાય છે. આજ સેવા માર્ગની અદભૂતતા છે. આ પ્રકારે સેવા માર્ગ ફલાત્મક પ્રગટ કર્યો છે. ફલરૂપ પ્રભુજ ભાવરૂપથી સેવાની ક્રિયામાં પ્રવેશ કરીને સાધનરૂપ પોતેજ બનીને નિજજનને આનંદનું દાન કરે છે. અથવા આનંદરૂપથી સેવા કરવાવાળા ભક્ત સાથે વિવિધ આનંદના ભાવોથી વિલસવું તેજ આ સેવામાર્ગની અદભૂતતા છે.
 
પરંતુ અહીં આપણે એ પણ સમજી લઇએ કે સેવા માર્ગની અદભૂતતાનું સુખ, લીલાધામથી વિછુરેલા અને શ્રીમહાપ્રભુજીએ પ્રગટ કરેલી સેવામર્યાદાનું અતિ આદરથી પાલન કરવાવાળાને જ મળે છે...ઇતિ

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.