પત્રોત્તર
spacer
spacer

લેખક : “મધુકર”

સ્નેહી ભાઇશ્રી-સપ્રેમ શ્રીસ્મરણ
 
આપણું વાસ્તવિક દૈવી જીવન આધિદૈવિકતા પ્રાપ્ત કરીયે તેમાં રહેલું છે. આ આધિદૈવિકતા તાપકલેશથી સિદ્ધ થાય છે. અને આ તાપકલેશ વિરહાત્મક વાણીના અવલોકનથી સ્તોત્રોના અને પદોના ગાનથી તાપકલેશની વૃદ્ધિ થાય છે. આ તાપકલેશથી વિજાતીય ભાવ દગ્ધ થવાથી હ્યદયમાં પ્રકાશ થાય છે ત્યારે નિત્યલીલા મધ્યપાતી આધિદૈવિક સ્વરૂપને ભૂલી ગયેલા દૈવી જીવને પોતાનું કર્તવ્ય પણ સમજાય છે. તેમજ ઉપરોક્ત વાસ્તવિકતાને પ્રાપ્ત કર્યા વિના અલ્પ આનંદોના પ્રલોભનોમાં કયાં ક્યાં ઠગાય છે તે પણ સમજાય છે.
 
“રાજ યહ મારગ હાંસી ખેલકો નહી હે તાપ કલેશકો હૈ” જ્યારે માર્ગજ તાપાત્મક પ્રગટ કર્યો છે. તો તેની પ્રત્યેક ક્રીયાઓ કાયીક-વાચીક-માનસિક તાપભાવ સંયુક્ત જ હોવી જોઇએ. આ તાપકલેશને અલ્પ આનંદોના પ્રલોભનો બુઝવી દે છે. વિરહાત્મક વાણી તાપકલેશમાં વૃદ્ધિ કરે છે-અથવા તાપ કલેશની જ્યોતિને પ્રકાશ યુક્ત કરે છે.
 
“વેણુગીત પુન:યુગલ ગીતકી રસ બરખા બરખાઇ.” આ ઉભય ગીત વિપ્રયોગ ઉગ્ર રસથી ભરેલા છે. નિજ્જનોને મહા કારૂણિક સ્વામીએ આ વિપ્રયોગ રસથી પોષ્યા છે. તેમજ આ વિપ્રયોગ રસમાં નિમગ્ન કર્યા છે.
 
પ્રશ્ન-ગોપીગીત અને ભ્રમરગીત-આ બન્નેમાં પણ ઉગ્ર વિપ્રયોગ રસજ રહેલો છે. તો આ બન્ને ગીતોને નહીં કથતા વેણુગીત યુગલગીતનું જ મહાનુભાવ પદમાં કેમ કથન કર્યું હશે ?
 
ઉત્તર-ગોપીગીત અને ભ્રમરગીત સંયોગ સ્વરૂપથી સુખની અપેક્ષાએ ગાયેલાં હોવાથી તેમાં પ્રીયતમને ઉપાલંભ આપેલ છે. તત્સુખ સાગર શ્રી મહાપ્રભુજીને ઉપાલંભના ભાવો રૂચિકર થતા નથી. જ્યારે વેણુગીત-યુગલગીત ઉપાલંભના ભાવો રહિત નિર્દોષ છે. આ ઉભય ગીત ગાનારા શ્રી ગોપીજનોને પ્રિયતમના રસાત્મક-ભાવાત્મક સ્વરૂપનો આંતરમાં અનુભવ થાય છે. શ્રીગોપીજનોને પોતાનેજ અનુભવ થાય છે. એટલું જ નહી પ્રિયતમને પણ તાપાત્મક ભાવોમાં રહેલ માધુર્યતાનો અનુભવ કરાવી પોતાની તત્સુખાત્મક સેવા માનસી પ્રકારે સિધ્ધ કરે છે, આવા મહાન વિપ્રયોગાત્મક રસથી શ્રીવલ્લભે નિજ્જનોને પ્લાવીત કર્યા છે. એટલું જ નહીં પરન્તુ સ્વકીયોના પક્ષપતિ સ્વામીએ તો બહાર પ્રગટ સંયોગ સ્વરૂપથી પણ નિરપેક્ષ બનાવીને “આન્તરં તુ મહા ફલમ્” અગણિતાનંદ અનુભવમાંજ નિરૂધ્ધ કર્યા છે-આ આપના અદેયદાનમાં મહાન ઉદાર ચરિત્રનો વિસ્તાર વિરહી સ્વકીયોમાં જ કર્યો છે.
 
વિરહ સાધન રૂપ પણ છે અને ફલરૂપ પણ છે. વિરહની પરમ ફલાત્મકતા – પરમ નિરોધાત્મકતાનો અનુભવ વિરહી રસિકજનનેજ થાય છે નહી કે ઇતરને.
 
‘દમલા પ્રભુદાસ બડભાગી તિનકો પુનઃ પુનઃ આપ શિખાવે” શ્રીવલ્લભાગ્નિના દુર્લભ પદામ્બુજને વરેલા સ્વકીયોના સૌભાગ્યને અને તેમના મહાન અભ્યુદયને અધિક હું અલ્પજ્ઞ જીવ શું કથી શકું ?

વલ્લભવરકો મારગ બાંકો ।। તામે ચલે વિરહી રસિકજન, બિચમે કઠીન પ્રેમકો નાકો ।।1।। ક્ષણ ક્ષણ પ્રાણ અકોર દેત હે, તોઉ નહી સંતોષ હીયાકો ।। “રસિકદાસ” શ્રીવલ્લભવર-હે ફલરૂપ વિરહજીન જાકો ।।2।।

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.