“રતિપથ પથિકોકા સન્યાસ”
spacer
spacer

પ્રેષકઃ શ્રી વલ્લભપાદપદ્મ મિલિન્દ

મેરો મન ગોવિંદ સો માન્યો. તાતે જીય ઓર ન ભાવે ।
જાગત સોવત યહ ઉત્કંઠા કોઉ વ્રજનાથ મિલાવે ।।1।।
બાઢી પ્રીત આન ઉર અંતર, ચરન કમલ ચિત્ત દીનો ।
કૃષ્ણ વિરહ ગોકુલકી ગોપી, ઘરહીમેં વન કીનો ।।2।।
છાંડ આહાર વિહાર સબે સુખ, ઓર ન ચાહત કાઉ ।
“પરમાનંદ” બસત હે ઘરમેં જેસે રહત બટાઉ ।।3।।
 
[આ પદની સંગતિ સુ. 11-44-26 થી થઈ શકે છે. વિજ્ઞોએ દ્રષ્ટવ્ય]
 
શ્રીમદાચાર્યવર્ય ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરે છે કે પ્રભુમાં વ્યસન ભાવનો પ્રેમ સિદ્ધ થયા પછી ગૃહનો ત્યાગ કરવો. આ ત્યાગ પુરૂષ વર્ગથી કદાચ થઈ શકે. સ્ત્રીજન માટે અશક્ય છે. પરમ કારૂણિક પ્રિયતમે શ્રી ગોપીજનોના સન્યાસને ગૃહમાંજ સિદ્ધ કરાવ્યો. કર્તુમ્ અકર્તુમ્-અન્યથા કર્તુમ્ ઐશ્વર્યવાન પ્રભુને એવી કંઈ બાબત છે કે ન બની શકે ? ભગવતી ગીતાજીમાં પ્રભુના શ્રીમુખનાં વાક્ય છેઃ “અનન્ય થઈને મારૂં જે ભજન કરે છે તેના યોગક્ષેમનું હું સ્વયં વહન કરૂં છું” પ્રભુએ પોતાની આ પ્રતિજ્ઞાનું પાલન, શ્રી ગોપીજનોના સન્યાસને (ગૃહમાં રાખી) સિદ્ધ કરાવવામાં અને તે સન્યાસનું પ્રતિબંધોમાંથી રક્ષણ કરવામાં કરેલું છે
 
રતિપથનો સન્યાસ- ગૃહમાં રહીને કેવી રીતે સિદ્ધ થાય છે તેનું મહાનુભાવ શ્રી પરમાનંદદાસજીએ ઉક્ત પદમાં વર્ણન કરેલું છે.
 
શ્રીસર્વોત્તમ સ્તોત્રઃ

શ્રીસર્વોત્તમ સ્તોત્રના ગુણગાનમાં વેણુગીત, ગોપીગીત, યુગલગીત અને ભ્રમરગીતનો સમાવેશ થઈ જાય છે. એટલું જ નહીં નિત્યલીલામાં રાસ સમયે નિત્યસિદ્ધા શ્રીસ્વામિનીજી રસાવેશથી જે મધુર ગાન કરી રહ્યાં છે તેનો પણ સમાવેશ થઈ જાય છે. શ્રીસર્વોત્તમજીમાં વિપ્રયોગ, રસાત્મક, ભાવાત્મક ભાવનો સમાવેશ થાય છે. આ સ્તોત્રમાં 108 નામોમાં લીલાધામમાં થતી અનેક પ્રકારની રહસ્યલીલાઓ સમાયેલી છે. શ્રીગુસાંઈજીને શ્રીમહાપ્રભુના અનંત શક્તિયુક્ત રસાત્મક ઐશ્વય સ્વરૂપનો અનુભવ થયો છે તે આ સર્વોત્તમ સ્તોત્રમાં પ્રગટ કર્યો છે. સર્વોત્તમ સ્તોત્ર સર્વોત્તમ જ છે. ત્રિવિધ પ્રતિબંધોનો નાશ કરી પ્રભુનો સાક્ષાત સંબંધ કરાવે છે. માટે વૈષ્ણવોએ શ્રીમહાપ્રભુજીમાં અનન્ય ભાવ રાખી, અનન્ય આશ્રય રાખી, નિરંતર શ્રીસર્વોત્તમજીથી આપશ્રીના યશનું ગાન કર્યા કરવું.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.