શ્રીવલ્લભ નામ ભલો
spacer
spacer

વ્રજ સંબંધી એટલે ગોલોકધામ સંબંધી જે અનેક દિવ્ય લીલાએ, કુંજ, નિકુંજો, શ્રીઠાકોરજી, શ્રીસ્વામિનીજી ને કોટાનકોટી વ્રજભક્તો. આ સર્વ શ્રીવલ્લભ નામમાં રહેલું છે. જેવી રીતે બીજમાંથી વૃક્ષ પ્રગટ થાય છે અને તે વૃક્ષ અનેક શાખા,પત્ર, પુષ્પ અને ફળોથી વિસ્તાર વાળું હોય છે તેમ શ્રીવલ્લભ નામમાંથી વૃક્ષ પ્રગટ થઈ જાય છે. જેમ બીજમાંથી વૃક્ષ પ્રગટ થયા પહેલા બીજની ભીતર વૃક્ષ સૂક્ષ્મ રૂપે રહેલું છે, તેમ ગોલોકધામનો સમસ્ત લીલા પરિકર શ્રીવલ્લભનામની ભીતર પણ રહેલો છે. તેથી તે લીલાઓનો પોતાના (તદિય) જનને અનુભવ કરાવે છે. આવો શ્રીવલ્લભનામનો પ્રતાપ જાણી સતત સ્મરણ કરવું.

શ્રીકૃષ્ણની કોટી કંદર્પ લાવણ્યમય છબી હદયમાં સ્થાપે અને મુખથી નામ જપે તો પ્રભુ પ્રસન્ન થાય. પણ અહિં તો શ્રીવલ્લભનામના ફક્ત સ્મરણથી જ અખંડિત કામ થઈ જાય છે અને જલદી ફળરૂપ પ્રભુનો અનુભવ થાય છે. અખંડિત કામ થઈ જાય છે એટલે શ્રીજીનું સ્વરૂપ હદયમાં સદા બિરાજે છે. દિવ્ય લીલાઓનો પણ અનુભવ થાય છે. શ્રીવલ્લભનામનો આવો પ્રતાપ હોવાનું કારણ એ છે કે ગોલોકધામનો સમસ્ત વિલાસ ભાવાત્મક રૂપે શ્રીવલ્લભનામમાંરહેલો છે અને શ્રી વલ્લભનામવાળું સ્વરૂપ પણ ભાવાત્મક જ છે. વળી આ ભાવાત્મક વિલાસ અખંડિત થતો હોય છે, તેથી કહ્યુ કે, ‘શ્રીવલ્લભનામનાં સ્મરણથી જ અખંડિત કામ થઈ જાય છે.’ આવો પ્રતાપ શ્રીવલ્લભનામનો જાણીને સતત આપના નામનું સ્મરણ કરવું.

વિવેચનઃ શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.