વેઠિયાઓનો પરિચય
spacer
spacer

- શ્રીવલ્લભપાદ પદ્મમિલિન્દ

એક સમય શ્રીમદ્ ગોકુલની નજીક કોઈ કુંજમાં પ્રિયતમાઓ સાથે નંદકુમાર બિરાજી રહ્યા હતા. પ્રિયતમાઓ રાત્રિના વિયોગથી વિરહતપ્ત હતાં. પ્રિયનો સંગમ થવાથી લાવણ્યામૃત પાન તૃષિત નેત્રોએ કરી રહ્યાં હતાં. પ્રિયતમ પણ પોતાનું લાવણ્યામૃત પાન કરાવી આલ્હાદ અનુભવતા હતા. દિવ્યપ્રેમ સદા તત્સુખી હોય છે, અરસપરસના સુખે જ સુખી હોય છે. પ્રિયતમાઓ મારા લાવણ્યામૃતનું પાન કરી સુખી થઈ રહ્યાં છે; તેના સુખને જોઈને પ્રિયને સુખ થાય છે.
 
તે કુંજની નજીક ગોકુલથી મથુરાનો રસ્તો જતો હતો. મથુરામાં પંડિતોનું આયોજન હતું. મથુરાના પંડિતોએ ગોકુલના પંડિતોને નિમંત્રણ આપેલું; તેથી ગોકુલના પંડિતો મથુરા રસ્તે જઈ રહ્યા છે. આ રસ્તો કુંજ પાસેથી નીકળતો હતો; અને પંડિતો કોલાહલ કરતા મથુરા જઈ રહ્યા હતા. તેમનો અવાજ આ રસિકપ્રેમીઓના મંડલ સુધી પહોચ્યો. તે સમયે મંદકુમારે પોતાની. પ્રિયતમાઓને કહ્યું કે, “ જુઓ, આ વેઠિયાઓ જઈ રહ્યા છે. મેં તેમને પંડિતાઈની વેઠે વળગાડી દીધા છે; તેમાં મસ્ત થઈને રહે છે.”
 
અરે ! દિવ્ય-પ્રેમ રાજ્યના પથિક ! દિવ્ય પ્રેમ અને પંડિતાઈના ભેદને સારી રીતે સમજી લેજે. તારા દિવ્ય પ્રેમમય અનમોલ જીવનને પંડિતાઈની મોહજાળમાં વેડફી ન નાખીશ.
 
શાસ્ત્ર પઢિ પંડિત ભયે, કે મૌલવી કુરાન ।
જો પ્રેમ જાન્યો નહી, કહા કીયો રસખાન ।।
જગમેંસબ જાન્યો પરે, અરૂ સબ કહે કહાય ।
પેજગદીશ અરૂપ્રેમ યહ, દોઉ અકથ લખાય ।।
જેહી જીન જાને કછુ નહી, જાન્યો જાત વિશેષ ।
સોઈ પ્રેમ જેહી જાનકે, રહત નહી કછુ શેષ ।।
રસીક્યૂથ બહુના મિલે, સિંહ ટોલ નહીં હોય ।
વિરહ વેલ જહાં-તહાં નહી, ઘટઘટ પ્રેમ ન જોય ।।
કૃપાસોં દશા હોય જબ પ્રેમકી ।
જ્ઞાન કર્મ વિધિ વૈભવતા, સબ નહિ ઠહરત વ્રત નેમકી ।।
રહત અધિર ઢરત નૈન જલ, મિટત સકલ ચંચલતા મનકી ।
પરત ચિત આનંદ સિંધુમેં,
લજતજ જાત લાજ ગુરૂ જનકી ।।
નિદ્રા આદિ લગત સબ નિરસ,
ઘટત વિષય તૃષ્ણા સબ ઘટકી ।
રહત મગન ઓર રસ નિસદિન,
જબ દોઉ યેહી અંખિયા અટકી ।।
રૂચત ન રસ ન સ્વાદ ષટ રસકે,
અરૂ કછુ હોત છીન ગતિ તનકી ।
“હિત ધ્રુવ”રટત એક સુખ નિશ દિનિ,
છિન છિન ચોંપ બઢત દરશનકી ।।
જબ પ્રેમ રસ ચાખા નહી,
અમૃત પીયા તો કયા હુવા ।
જીસ ઈશ્કમેં શિર ના દિયા,
જુગ જુગ જીયા તો કયા હુવા ।।
જોગી ઓર જંગમ બને,
કપડા રંગાકર પહને તે ।
વાકીફ નહી ઉસ હાલસે,
કપડા રંગેતે કયા હુવા ।।
દેખી ગુલસ્તાં વોહતા,
મતલબ ન પાયા શેખકા ।
સારી કીતાબો યાદ કર,
પઢ પઢ મુવા તો કયા હુવા ।।
કાજી ઓર હાજી બના,
ફાજીલ બના તો કયા હુવા ।
દિલકા દિવાના ના બના,
દાના બના કો કયા હુવા ।।
જબ ઈશ્ક્કે દરીયાવમૈં,
ગરકાવ તું હોતા નહીં ।
ગંગા યમુના ગોદાવરી,
ન્હાતા ફીરા તો કયા હુવા ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.