પ્રેમ વિના સબ પચિ મરે, વિષય વાસના રોગ સખા સુન શ્યામ કે
spacer
spacer

વાસનાની ઉરઝનભરી મોહઝાળ

સંકલન : મધુકર
 
વાસના માત રે, તને નવ ગજના નમસ્કાર ।
કોઈક છુપી ક્ષણમાં જ્ઞાનીના ઉરમાં ઉઠી, તેની તું આબરૂ લેનાર ।
જગમાં જોગી થઈ એકાન્તે નિવેશે તોયે, તેનો તું પીછો પકડનાર ।।
જગની સેવાર્થે નિકળેલામાંએ ઉર ઉંડાણે, યશ રૂપે તારો પગ પેસાર ।
મંત્રોના જ્ઞાતા જેઓ દેવો વશ કરવા ચાહે, તેઓ પણ તુજ આગળ લાચાર ।।
વિવેકીઓ વાણીમાંથી તુજને સમાવે તોએ, અંતરમાં ઉઠવા તું તૈયાર ।
બ્રહ્મના વાતોડા પણ નિજની પ્રશંસા રૂપે, તુજને અતરમાં સંઘરનાર ।।
ખ્યાતી પ્રતિષ્ઠા વિદ્યા દયાદિ નિમિતે પણ, તું ડાહી ડમરી થઈ પેસનાર ।
સાધુ સંતો ભક્તો ને શુરા ઉપર પણ, છુપી તારી સત્તા તો ચાલનાર ।।
ખાવામાં જોવામાં ને જરા જરામાંથી ઉઠી, સૌનું તું નાક કાપનાર ।
નામમાં કામમાં ગામમાં ધામમાં, તું તો સહુ જનને મુંઝવનાર ।।
કોઈક અલબેલો ચેલો ગુરૂનો નાથેલો, તારી કાન પટીઓ આ બળનાર ।
પ્રભુની પ્રાપ્તિ માંહી જો વેગેથી તું વળે તો, તારો ને મારો બેડો પાર ।।
 
ઉપરોક્ત કાવ્ય મને (સંકલનકાર આ દાસને) કોની પાસેથી ક્યારે પ્રાપ્ત થયું તે તો યાદ નથી, પરંતુ શ્રીહરિરાયચરણ ‘‘નિજાચાર્યાષ્ટક’’ સ્તોત્રમાં આજ્ઞા કરે છે :
 
અસ્મત્પતિઃ સ્વ પરપાલન દત્ત બુદ્ધિ ।
રત્યન્ત સાર્દ્રહૃદયો દયિત સ્વકીયઃ ।।
 
મારા (સંકલનકાર આ દાસના) અને લીલા ધામથી વિછુરેલા મુગ્ધ સ્વકીયજનોના પોષણ માટે ‘‘દૈવોદ્ધાર પ્રયત્નાત્મા’’ શ્રીવલ્લભભાનુએ આ કાવ્ય પ્રાપ્ત કરાવ્યું છે. વાસના લિંગદેહમાં રહેનાર સુક્ષ્મ તત્વ છે. અંતરમુખતા અથવા લોકાતીત થયા વિના તે સમજી શકાય નહી શ્રીવલ્લભભાનુ (ભક્તિમાર્ગાબ્જમાર્તંડ)ની સન્મુખ રહેવાથી અંતરમાં પ્રકાશ પ્રાપ્ત થતાં જોયું તો મારા (સંકલનકાર આ દાસના) લિંગ દેહમાં તેની સત્તા દેખાણી. કેવા કેવા પ્રકારે કોના કોના લિંગદેહમાં વ્યાપેલી છે તે પણ સમજાયું. અને સાવધાનતા પણ આ કાવ્યથી પ્રાપ્ત થઈ.

આ કાવ્યને માસિકમાં પ્રકાશિત કરવાનો હેતુ જેમ સિંહનું બાલક તેના માતા પિતાથી ભૂલુ પડી પોતાના સ્વરૂપને (હું સિંહનું બાલક છું તે) ભૂલીને ઘેટા બકરાના ટોળામાં ભળી જાય, તેમ લીલાધામથી વિછુરેલા મુગ્ધ સ્વકીય જનને વાસનાનું જ્ઞાન કરાવી તેમાં ફસાયેલા હોય તે સમજીને નીકળી જાય ન ફસાયા હોય તો તેનાથી સાવધાન રહે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.