વાસનાનું તાંડવ નૃત્ય
spacer
spacer

લે. શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

વાસના માત રે તને નવ ગજના નમસ્કાર ।
કોઈક છુપી ક્ષણમાં જ્ઞાનીના ઉરમાં ઉઠી તેની તું આબરૂ લેનાર ।।
જગમાં જોગી થઈ એકાન્તે નિવેશે તોયે તેનો તું પીછો પકડનાર ।
જગની સેવાર્થે નીકળેલાના ઉર ઊંડે યશ રૂપે તારો પગ પેસાર ।।
મંત્રના જ્ઞાતા જેઓ દેવો વશ કરવા ચાહે તેઓ પણ તુજ આગળ લાચાર ।
વિવેકીઓ વાણીમાંથી તુજને સમાવે તો એ અંતરમાં ઉઠવા તું તૈયાર ।।
બ્રહ્મના વાતોડા પણ નિજની પ્રશંસા રૂપે તુજને અંતરમાં સંઘરનાર ।
ખ્યાતી પ્રતિષ્ઠા વિદ્યા ધ્યાનાદિ નિમિત્તે પણ તું ડાહી ડમરી થઈ પેસનાર ।।
સાધુ સંતો ભક્તો ને શુરા ઉપર પણ છુપી તારી સત્તા તો ચાલનાર ।
ખાવામાં જોવામાં ને જરા જરા માંથી ઉઠી સૌનું તું નાક કાપનાર ।।
નામમાં કામમાં ગામમાં ધામમાં તું તો સહુજનને મુઝવનાર ।
‘કોઈક અલબેલો ચેલો’ ગુરૂનો નાથેલો તારી કાનપટ્ટીઓ આંબળનાર ।।
પ્રભુની પ્રાપ્તિમાંહી વેગેથી તું વળે તો તારો ને મારો બેડો પાર ।।
‘કોઈક અલબેલો ચેલો’ આ અલબેલો ચેલો શ્રીવલ્લભભાનુનો કૃપાપાત્ર જન છે । કોટિ સુર્યાગ્નિ સમાન જેનો પ્રકાશ છે તેવા શ્રીવલ્લભભાનુના આશ્રયથી [આ ભાનુનો હૃદયમાં ઉદય થવાથી] દૈવી જીવના હૃદયમાં અવિદ્યારૂપી ગાઢ અંધકારને ફેલાવનારી વાસનાને શ્રીવલ્લભભાનુના કૃપાપાત્ર જને પહેચાની લીધી । આ વાસના ત્રિવિધ પ્રકારની છે (1) ભૌતિક (2) આધ્યાત્મિક (3) આધિદૈવિક તે દૈવી જીવના હૃદયમાં (વાસનાત્મક લિંગ દેહમાં) સુક્ષ્મ પ્રકારે રહીને વિવિધ પ્રકારે નૃત્ય કરતી હોય છે. તેની વિવિધતાને (અંતરમુખ થયેલા) આ અલબેલા ચેલાએ પહેચાની તેનો અનુભવ કરી પોતાની વાણીમાં પ્રકાશ કર્યો છે તે નિજસ્વામી શ્રીવલ્લભના મુગ્ધજનોને અને સ્વયં પોતાને સાવધાન કરવા માટે છે.
         આ વાસનાએ બ્રહ્મના વાતોડાને પ્રતિષ્ઠાની મદિરા પાઈ એથી બેહોશ બનેલા આ વાતોડા અનિર્વચનીય દિવ્ય પ્રેમપથને ભુલી ગયા. વાસનાએ પોતાના [વિલક્ષણ] નૃત્યમાં સામેલ કરી દીધા. શ્રીમદાચાર્યચરણે – સુ. 1-7-6માં આજ્ઞા કરી છે કે જ્ઞાન જેવી દેખાતી માયાથી મોહ થાય છે તેથી તેમાં વિશ્વાસ રાખી શકાતો નથી. જ્ઞાનથી જ જીવને પૂર્ણ બનાવી દે છે. દિવ્યપ્રેમ સુધી માયા જીવને પહોંચવા દેતી નથી, આજ તેની કરામત છે. વાસનાની આ કરામતથી સાવધાન થવા માટે લીલાધામથી વિછુરેલા દૈવી જીવોને શ્રીમદાચાર્યચરણે ‘કૃષ્ણાશ્રય’માં આજ્ઞા કરી છે – ‘લાભપૂજાર્થયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ.’
         શ્રીમદ્ ભાગવત 11 મા સ્કંધમાં ભગવાન ઉદ્ધવજીને આજ્ઞા કરે છે – હે ઉદ્ધવ ! શબ્દ બ્રહ્મનો નિષ્ણાત પરબ્રહ્મમાં પ્રવેશ કરતો નથી તો વસુકી ગયેલી ગાય તેના પાલકને બોજરૂપ છે. તેમ શબ્દ બ્રહ્મના નિષ્ણાતે મેળવેલી વિદ્યા [પુષ્ટિ પ્રેમમાર્ગના સિદ્ધાંતે] બોજરૂપ જ છે ! ભગવાનની આ આજ્ઞા લીલાધામથી વિછુરેલો દૈવી જીવ કે જે શબ્દ બ્રહ્મના [જ્ઞાનીઓના] ટોળામાં ભળી ગયો છે તેને પ્રથક કરવા માટે છે ! જો આ હેતુ ન હોત તો ભગવાન આટલી સ્પષ્ટતાથી આજ્ઞા ન કરત !
        શબ્દબ્રહ્મ જ્ઞાનરૂપ છે, અને પરબ્રહ્મ પ્રેમ સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મને જ ફલરૂપ સમજે તો કદાચ બ્રહ્માનંદનો અનુભવ કરાવે, પરંતુ ભજનાનંદ-સ્વરૂપાનંદ-પ્રેમાનંદનો અનુભવ ન થાય !
        શ્રીમદાચાર્યશરણે શ્રીભાગવતાર્થ નિબંધના 9 મા સ્કંધના અંતમાં આજ્ઞા કરી છે કે વાસ્તવિક રીતે બધી ભક્તિનો પુષ્ટિભક્તિ પ્રાપ્ત કરવામાં જ ઉપયોગ થાય છે, અને પુષ્ટિભક્તિમાં સાક્ષાત ભજનાનંદ-પ્રેમાનંદ સ્વરૂપ જ ઉત્તમ અવધિ છે-અથવા પરમ પુરુષાર્થ છે.
 
પ્રશ્ન – બ્રહ્મના વાતોડા પ્રતિષ્ઠાની મદિરા પીને બેહોશ બની દિવ્ય પ્રેમપથને ભૂલી ગયા તેનું ઠોસ પ્રમાણ શુ ?
ઉત્તર નીચેના પદોમાં –
 
પદ – 1
કાગદ તો કરતે ન ઉઠે લેખની કે પદ કોન ઉઠાવે ।
પ્રીતમ દ્રષ્ટિ પરે જબ તે-
છબી છાય રહી અખિયન ઝર લાવે ।।
પ્રેમ સખી મધકી મખીયા-
મન જાય ફસ્યો ફીર હાથ ન આવે ।।
મૂરત શ્રીનંદનંદનકી લીખતે ન બને-
લખ હી (દેખે હી) બની આવે ।।
 
પદ – 2
ગૌર શ્યામ વદનારવિંદ પર-
જીસકો વીર મિચલતે દેખ ।
નૈન બ્યાન મુસ્કયાન મંદ પર
ઈન કો ફીર સંભલતે ન દેખા ।।
લલિત કીશોરી યુગલ ઈસ્કમે-
બહોતન કે ઘર ઘર મેં દેખા-
ડુબા પ્રેમ સિન્ધુમેં કોઈ
હમને ફીર ઉછલતે ન દેખા

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.