લુંટેરાઓની દુનિયામાં પ્રભુ પ્રેમીજનની સ્થિતિ
spacer
spacer

- મધુકર

(કાવ્ય)
ચાહેગા રહેના અંધા, મૂખ નહી દેખે અવરકા ।
નિર્જન અરણ્ય વાસો, સંગ નહી સોહાતા કીસીકા ।।
રૂચતા હે મૌન રહેનેકા, બાત નહી કરેગા પરસે ।
ન્યોછાવર પ્રાણકી કરકે, સંગ નહી છોડે પ્રીતમસે ।।
તડફતા રહેતા હે, નિશદિન, તો ભી સુખ ચાહે સ્વામીકા ।
મર મર જીનેકુ શીખા, તજેગા સ્વાદ વિષયકા ।।
ઓરન સે તોડેગા નાતા, સદા ધ્યાન રહે વાલમકા ।
પ્રિયમય વિશ્વ બનાકર, વહાં વાસ કરે સદાકા ।।
દિવ્ય દુનિયામેં રહેકર, આનંદ લુંટે અનંતકા ।
વિછુરા ‘‘મધુકર’’ ઈનમેં, ડુબેગા જો સખા હે તીનકા ।।
 
ભગવતી શ્રીગીતાજીમાં ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે જે અનન્ય ભાવથી મારું ભજન કરે છે તેનો યોગક્ષેમ હું જ વહન કરું છું, અનન્યતાને માટે એક કવિ કહે છે કે –
 
કઠીન હો રસિક અનન્યતા, રહત તન મન એક ઠોર ।
રાઈ કે સમ ચલત હી, હોત ઓર કી ઓર ।।
 
ગીતાજીના વિભુતિ અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે ‘‘દુર્જય’’માં મન મારી વિભુતિ છે. એટલે ઘણા જ દુખે કરીને મન જીતી શકાય છે. આવા દુર્જય મનને દિવ્ય પ્રેમ એક ક્ષણમાં જ વશ કરી લે છે. દિવ્ય પ્રેમ વિરહના અનુભવથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે દિવ્ય પ્રેમ ભૂલોકની વસ્તુ નથી, તેમજ વૈકુંઠ સુધીના દેવતાઈ લોકમાં પણ પુષ્ટિ પ્રભુ સંબંધી દિવ્ય પ્રેમની બિન્દુ પણ ન મળે. આ પ્રેમની બિન્દુ પ્રાપ્ત કરવા માટે લોકાતીત બનવું પડે. લોકાતીત વિરહના અનુભવથી જ થવાય છે. વિરહમાં એક પ્રિય પ્રભુના સ્વરૂપ સિવાય અન્ય સર્વનો ત્યાગ હોય છે. વિરહની સાધનાથી પ્રાપ્ત થતો દિવ્ય પ્રેમ તેની એક બિન્દુનો પ્રભાવ કેવો વિલક્ષણ છે તે નીચેના દોહાથી સમજી શકાય છે :
 
પ્રેમ પ્રગટ જબ હોય હે, ભૂલે જગત કો ભાન ।
તુ તુ તુ રહી જાય હે. હૂં કો મીટે નિશાન ।।
 
દિવ્ય પ્રેમ રાજ્યમાંથી વિછુરેલો ભૂતલમાં રહેલો દૈવીજીવ તે દિવ્ય પ્રેમના અંશરૂપ છે. તે જ દિવ્ય પ્રેમને જાણે છે અને તે જ વિરહના અનુભવથી દિવ્ય પ્રેમ રાજ્યની મંજિલ પર ચાલીને દિવ્ય પ્રેમના રાજ્યમાં પ્રવેશ કરે છે. આવા સાધકો દુર્લભ હોવાથી રસિક કવિઓ કહે છે કે –
 
પ્રેમ પ્રેમ સબ કોઉ કહત, પ્રેમ ન જાનત કોય ।
જો જાને પ્રેમ તત્વ તો, હટે ન સર્વસ્વ ખોય ।।
રસિક યૂથ બહુ ના મીલે, સિંહ ટોલ નહી હોય ।
વિરહ વેલ જહાં તહાં નહિ, ઘટ ઘટ પ્રેમ ન જોય ।।
પ્રેમ પંથ અતિહી વિક્ટ, દેખત ભાગે લોગ ।
કોઈક વિરલા ચલ શકે, જીન ત્યાગે સબ ભોગ ।।
શાસ્ત્રન પઢી પંડિત ભયે, કે મૌલવી કુરાન ।
જો પે પ્રેમ જાન્યો નહી, કહા કીયો રસખાન ।।
ભલે વૃથા કરી પચીમરો, જ્ઞાન ગરૂર બઢાય ।
વિના પ્રેમ ફીક્કો લગે, કોટિક કીયે ઉપાય ।।
શ્રુતિ પુરાન આગમ સ્મૃતિ, પ્રેમ સબહી કો સાર ।
પ્રેમ વિના નહી ઉપજ હિય, પ્રેમ બિજ અંકુવાર ।।
જ્ઞાન કર્મ અરૂ ઉપાસના, સબ અહં મતિ કો મૂલ ।
દ્રઢ નિશ્ચય નહી હોત બિન, કિયે પ્રેમ અનુકૂલ ।।
 
દિવ્ય પ્રેમ બે પ્રકારનો છે (1) શુદ્ધ (2) મિશ્ર. શુદ્ધ પ્રેમ એક જ પ્રકારનો છે. મિશ્ર પ્રેમ ત્રણ પ્રકારના છે. જેનો ભેદ ‘‘પુષ્ટિ પ્રવાહ મર્યાદા’’ ગ્રંથમાં શ્રીમહાપ્રભુજીએ બતાવ્યો છે. શુદ્ધને માટે આપે આજ્ઞા કરી છે. ‘શુદ્ધા પ્રેમ્ણાતિ દુર્લભા’ શુદ્ધ પ્રેમનો અધિકારી ભક્ત ભૂતલમાં અતિ દુર્લભ છે. આવો ભક્ત સદા વિરહના અનુભવમાં સ્થિત હોય છે, અને પ્રિય પ્રભુના સ્વરૂપ સિવાય અન્ય કોઈનો પણ સંબંધ તેને રહી શકતો નથી. ‘શુદ્ધ પ્રેમ’ એ મહાન નિધિ છે. તેનું રક્ષણ સ્વયં પ્રિય પ્રભુ જ કરે છે. આ રક્ષણના લક્ષણો કાવ્યમાં આપ્યા છે. શુદ્ધ પ્રેમી ભક્ત જ અનન્યતાના શિખરે પહોંચેલો છે. આવી અનન્યતા સદા વિરહના અનુભવથી જ સિદ્ધ થાય છે.
          આ લેખના શિર્ષકમાં ‘‘લુટેરાઓની દુનિયા’’નું સૂચન કર્યું છે તે પુષ્ટિમાર્ગમાં રહેલા મહાત્મીક જીવો છે. મહાત્મીક જીવોમાં સ્વારથ હોય છે. સ્વારથી જીવમાં આત્મબલ નહી હોવાથી પ્રભુ માટે ત્યાગ કરી શકતો નથી. આવો મહાત્મીક જીવ શુદ્ધ પુષ્ટિ ભક્તમાં માહાત્મય ભાવને આગળ સખી, ભાવ બતાવી, શુદ્ધ પ્રેમી ભક્તની મહાન સાધનામાંથી વંચીત કરે છે. આવા મહાત્મીક જીવો શુદ્ધ પુષ્ટિ ભક્તની મુગ્ધ અવસ્થામાં દુસંગરૂપ ન બને તે માટે તેના મહાન પ્રેમનિધિનું રક્ષણ પ્રિયતમ કરે છે. તે રક્ષણના જ લક્ષણો કાવ્યમાં આપ્યાં છે. વિરહના અનુભવથી શુદ્ધ પ્રેમ અંકુરીત થાય છે તે નિરંતર વર્ધમાન થતો જાય છે. આ પ્રેમી ભક્ત વ્યસન અવસ્થાએ પહોંચે છે ત્યારે તેની જે સ્થિતિ થાય છે તે નીચેના દોહામાં કહે છે :
 
પ્રેમ પ્રગટ જબ હોય હે, ભૂલે જગત કો ભાન ।
તુ તુ તુ રહી જાય હે, હૂં કો મીટે નિશાન ।।

શુદ્ધ પ્રેમની એવી મહાન પ્રબલતા છે કે તેની અંકુરીત અવસ્થા જ વ્યસન ભાવમાં પ્રવેશ કરાવી દે છે. આગળ તેની તન્મય અવસ્થા છે. આ સમયે આ પ્રેમી ભક્તની દુનિયા પ્રિય પ્રભુમય બને છે. આ દુનિયામાં રહીને જે દિવ્ય પ્રેમનો અનુભવ કરે છે તે અનંત છે. ‘અનંત’નું બીજુ નામ છે ‘અગણિત.’ જેમ મહા સમુદ્રના જલનો અંત નથી, તેનો પ્રવાહ નિરંતર વહયા કરે છે તેવા દિવ્ય પ્રેમના સમુદ્રમાં આ શુદ્ધ પ્રેમી ભક્ત સદા નિમગ્ન રહે છે. એટલું જ નહીં પણ પ્રિય પ્રભુના કોટાન કોટી સ્વરૂપોને પ્રક્ટ કરી પોતાની સર્જન શક્તિનો વિસ્તાર કરે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.