શુદ્ધા પ્રેમ્ણાતિદુર્લભા
spacer
spacer

મધુકર

         પ્રિય પ્રભુની તત્સુખાત્મક નિરવધિ રસસમ્પત્તિયુક્ત સેવા માટે ન્યોછાવર થઇ જવાની જેનામાં તમન્ના નથી અથવા સંયોગ સુધીના સર્વ સુખોનો ત્યાગ કરીને પ્રિયતમને સુખદ બનવા વિરહદુઃખને જે સહન કરી શકતા નથી, તેવા સ્વાર્થભીરૂ-કાયર આ માર્ગે ચાલી શકતા નથી. તેથી આ પ્રણયપથિકને કોઇ કોઇ સમયે સંભ્રમ થાય છે, તેને દુર કરનારો ઉક્ત શ્લોક છે. આ શ્લોકનો આશય એવો પણ થઇ શકે છે કે મોક્ષના માર્ગે ચાલનારા તો તને લક્ષાવધિ દેખાશે પરંતુ પ્રિયપ્રભુ માટે સર્વસ્વનો ત્યાગ કરનારા તારા જેવા પ્રેમવીરો ચો લક્ષાવધિમાં કોઇ એક જ હોય છે. આ કથનની સંગતિમાં ભા. 6-14-5 માં કહ્યું છે કે-“હે મહામુનિ ! કરોડો મુક્તોમાં અને સિધ્ધોમાં પણ નારાયણપરાયણ શાંત અન્તઃકરણવાળો ભક્ત મળવો દુર્લભ છે.” આમ હોવાથી વિશુદ્ધ પ્રેમીજનોની આ જગતમાં દુર્લભતા કહી છે. વળી ’પુ-પ્ર-મ’ ગ્રંથમાં પણ આપશ્રી વલ્લભે શ્રીમુખથી જ આજ્ઞા કરી છે- ‘શુદ્ધાપ્રેમ્ણાતિદુર્લભા.’

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.