પ્રભુનો કરૂણા-ધર્મ
spacer
spacer

મધુકર

અનિષ્ટમેવ સર્વજ્ઞો બલાદ્ દૂરીકરોતિ હિ ।
ઇષ્ટાનિષ્ટ વિવેકો જીવબુદ્ધયા ન જાયતે ।।
 
“આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે, એવો વિવેક જીવબુદ્ધિથી થતો નથી તેથી જીવની ઇચ્છા ન હોય તો પણ સર્વજ્ઞ પ્રભુ નિજપ્રમેય-બલથી-બલાત્કારે અનિષ્ટનું નિવારણ કરે છે જ.”
 
          આ હરિનો અતિ કરૂણા ધર્મ છે. પ્રિય પ્રભુની આવી કરૂણાનો ઉપકાર સ્મરણમાં લાવી લોક અને ધર્મ માર્ગમાંથી મનને નિવૃત્ત કરી સેવા-સ્મરણ-ગુણગાન-ધ્યાન વિગેરે અલૌકિક સાધનોમાં મનને જોડી રાખવું.
 
         અહીં એમ પ્રશ્ન થાય કે મનના સંકલ્પ-વિકલ્પ તો ઉઠતાજ રહે છે તેમાંથી નિવૃત્ત કેવી રીતે થવાય ? જવાબમાં-લૌકિક અને વૈદિક-ધર્મમાર્ગના સંકલ્પ-વિકલ્પોનો મૂળમાંથી નાશ કરવા માટે જ સેવા-સ્મરણાદિ અલૌકિક સાધનોમાં મનને જોડવાનું છે. અનેક જન્મોની એકઠી થયેલી વાસનાથી સંકલ્પ-વિકલ્પ ઉઠે છે. તેનો નાશ અલૌકિક સાધનોરૂપી અલૌકિક અગ્નિ જ કરી શકે છે. જૂઓ શ્રીસર્વોત્તમજીમાં અગ્નિકુમાર શ્રીગુસાંઇજી આજ્ઞા કરે છે-
 
“તન્નામાષ્ટોત્તરશતં પ્રવક્ષ્યામ્યખિલાઘહ્ત” ।।
 
અગ્નિસ્વરૂપ શ્રીવલ્લભ પ્રભુના નામો અલૌકિક અગ્નિરૂપ હોવાથી દેખાતાં કે નહિ દેખાતાં અનેક જન્મોમાં એકઠા થયેલાં કાયિક-વાચિક-માનસિક પાપોના સમૂહનો મૂળમાંથી નાશ કરે છે. જેમ સારસ્વત કલ્પમાં પ્રભુએ પ્રગટ થઇને બાલલીલાથી પ્રારંભ કરીને શ્રી ગિરિરાજધારણ સુધીની લીલા કરી, પોતાના પ્રેમી ભક્તોના ભૌતિક-આધ્યાત્મિક-આધિદૈવિક પ્રતિબંધોને દુર કરી, પોતાના સાક્ષાત સ્વરૂપાનંદમાં સ્થિત કર્યા; તેમજ ત્રણે પ્રકારના પ્રતિબંધોને દુર કરીને પ્રિયપ્રભુનો સાક્ષાત સંબંધ કરાવવા માટે જ શ્રીજીસ્વરૂપ શ્રી ગુસાંઇજીએ અતિશય કરૂણા કરી અલૌકિક અગ્નિરૂપ શ્રીમહાપ્રભુજીનાં 108 નામો પ્રગટ કર્યા છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.