આધિદૈવિક દેહની સિદ્ધિ
spacer
spacer

મધુકર

          તનુજા-વિત્તજા સેવા સંયોગરૂપ છે, અને પ્રભુની પરોક્ષમાં ગુણગાન થાય છે તે વિપ્રયોગરૂપ છે. વિપ્રયોગમાં તાપાત્મક ગુણગાનથી રસાત્મક સ્વરૂપનો આવિર્ભાવ થતો હોવાથી આધિદૈવિક દેહને સત્વરે સિદ્ધ કરે છે. વ્રજભક્તોને પણ વિરહનો અનુભવ કરાવવા પ્રભુ ગૌચારણ કરવા પધારે છે તે સમયે વ્રજભક્તો ગુણગાન ગુણગાન કરીને કાલનિર્વાહ કરે છે. તેમાં પણ આજ હેતુ રહેલો છે, અને તેથી જ શ્રીમદાચાર્યચરણે ‘નિ.લ.’ ગ્રંથમાં ગુણગાનની જ આજ્ઞા કરી છે. આપશ્રી સુ 10-27 ની કારિકામાં આજ્ઞા કરે છે- ‘હરિર્ગાનંપ્રિય’ હરીને રસભર્યું તાપાત્મક ગુણગાન પ્રિય છે. આ પ્રિયપણામાં પણ એજ રહસ્ય રહેલું છે કે તાપાત્મક ગુણગાનથી પ્રભુની નિરવધિ રસરૂપસેવાને યોગ્ય આધિદૈવિકદેહ ભક્તોમાં સત્વરે સિદ્ધ થાય છે.

         આ પોતાના આધિદૈવિકસ્વરૂપને પ્રાપ્ત કરવું તેમાં જ સર્વ પુરૂષાર્થોની સમાપ્તિ થઇ જાય છે. પ્રેમી જનોએ આ ગુઢ રહસ્યનો ખુબ ગંભીરતાથી વિચાર કરીને, અથવા પોતાના આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ કરવી એજ ધ્યેય રાખીને, સાધનામાં તત્પર રહેવું. કારણ કે પ્રભુના પણ આત્મારૂપ દિવ્ય પ્રેમનો અનુભવ, આધિદૈવિક દેહ પ્રાપ્ત કર્યા વિના થઇ શકતો નથી. આ આધિદૈવિકદેહ તાપાત્મક ગુણગાનથી સત્વરે સિદ્ધ થાય છે. શ્રી હરિરાયચરણ શિ. 18-8 માં આજ્ઞા કરે છે- “સ્વાર્થત્યક્તાખિલસ્વીય પરમાતિમહોત્સવ” જે સ્વકીયો સર્વસ્વાર્થનો ત્યાગ કરીને વિપ્રયોગનો અનુભવ કરી રહ્યા છે, તેના તાપકલેશથી પ્રિયપ્રભુને મહા ઉત્સવ થાય છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.