પ્રશ્નોત્તર-
spacer
spacer

- પથિક

પ્રશ્ન :- ત્રિમાયાનો પ્રલય કરીને નિત્ય. લીલાસ્થ હરિનો સાક્ષાત સંબંધ કરાવે તેવું નામ-સ્મરણનું માહાત્મ્ય હોવા છતાં અને દૈવી જીવ આ નામનું સ્મરણ કરતો હોવા છતાં સાક્ષાત પ્રભુસ્વરૂપનો અનુભવ કેમ થતો નથી ?
 
ઉત્તર :-  અસમર્પિત ખાનપાનથી આસુરી ભાવોની ઉત્પતિ થતી રહે છે ત્યારે નામમાં રહેલું સામર્થ્ય તિરોહિત થઇ જવાથી ત્રિવિધ માયાનું આવરણ જીવમાંથી દૂર થતું નથી. અને તેથી પ્રભુનો અનુભવ થતો નથી. શ્રી મહાપ્રભુજીની બાંધેલી સેવામર્યાદા અનુસાર પ્રભુને ભોગ ધરીને લેવાથી, આસુર ભાવ ઉત્પન્ન નહી થવાથી, નામ-સ્મરણ માત્રથી પ્રભુનો સાક્ષાત અનુભવ થઇ શકે છે.
 
જેમ દાવાનલ જેવા અગ્નિમાં અલ્પ અગ્નિ સમાય જાય છે, તેમ પ્રિય પ્રભુના વિયોગ અગ્નિમાં (વિરહ દુઃખમાં) કુસૃષ્ટિથી ઉત્પન્ન થતું દુઃખ સમાઇ જાય છે. તેનું પ્રથક અસ્તિત્વ રહેતું નથી. અથવા કુસૃષ્ટિથી થતાં દુઃખનું સ્મરણ જ રહેતું નથી.
 
પ્રશ્ન :- પ્રિય વિયોગનો અગ્નિ અથવા વિરહ દુઃખ કેવી રીતે ઉત્પન્ન થાય ?
 
ઉત્તર :-“શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું.”આ એક સૂત્ર (સિધ્ધાંત) છે. સૂર્યમાંથી હજારો કિરણો જેમ પ્રગટ થાય છે તેમ શ્રીવલ્લભશરણના મંત્રમાં હજારો મૌલિક રહસ્યો-સિદ્ધાંતો રહેલા છે. તેમાનું વિરહ દુઃખને ઉત્પન્ન કરનારૂં એક કિરણ શ્રી વલ્લભ નામના સ્મરણમાંથી પ્રગટ થઇ જાય છે અને વિરહના આધિદૈવિક રસરૂપ સ્વાદવાળા દુઃખનો ઉત્પન્ન કરી, કુસૃષ્ટિથી થતા દુઃખને ભૂલાવી દે છે. આ વિરહ દુઃખ પણ પ્રિય પ્રભુ ને હું ક્યારે સુખદ બનીશ એવી તત્સુખની ભાવનાથી સંવલીત થવું જોઇએ.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.