પ્રશ્નોત્તર –
spacer
spacer

“આજ દધિ મીઠો મદન ગોપાલ” એમ કહ્યું, તો બીજા દિવસોનું દહીં કેવું ? અને આજે મીઠું શા કારણથી ? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં –શ્રી વ્રજપ્રિયાઓને પ્રિયતમનો ક્ષણનો વિયોગ શત યુગ જેવો લાગે છે. શ્રી માતૃચરણોએ નંદાલયમાં રહેતાં એક કુમારિકાજી સાથે છાક પાઠવેલ છે. આ ભક્તમાં પ્રિયતમનાં દર્શનનો પ્રચૂર તાપ રહેલો છે. સમસ્ત ઈન્દ્રિયો રસાનુભવ માટે તપિત છે. તેમના મસ્તક ઉપર છાકની ટોકરી છે, તેમાં દધિ રહેલું છે. તે દધિ આ ભક્તના પ્રચૂર તાપથી “મીઠુ” મધુર રસવાળું બની ગયું છે. જેમ રવિના પ્રખર કિરણોની ઉષ્મા આમ્રફળની અમ્લતા દુર કરી મધુરતા ઉત્પન્ન કરે છે તેમ અહીં સમજવું. “બીજા દિવસનું કેવું ?” ભગવદ્ લીલામાં ભૌતિક કાળની નિયામકતા નથી, તેથી બીજા દિવસનું કેવું એવો પ્રશ્ન થઈ શકતો નથી.

ભગવદ્ લીલામાં ભક્તોના તત્સુખ મનોરથાનુકૂલ કાળની સ્થિતિ હોય છે. ભગવદ્ લીલામાં કાળની નિયામકતા નહીં હોવાથી ‘આજ’ શબ્દ દિવસ વાચી નથી, પણ પ્રિયતમના મિલન માટેના પ્રચૂર તાપથી મધુર રસ યુક્ત બનેલું દધિ જે પ્રિયને ભોગ યોગ્ય છે તેની પ્રિય સરાહના કરી રહ્યા છે. “ શ્રી ભાગવત પિયૂષ સમુદ્ર મથન ક્ષમઃ।। યુગલોના અનેક લીલા વિહાર સમુદ્રોનું મંથન કરીને જે સાર-મધુર રસ પ્રકટ થયો, તેનુંજ ઘનીભૂત સ્વરૂપ શ્રીવલ્લભ. અથવા વિરહી યુગલોના વિરહાગ્નિથી પ્રણય લીલા પિયૂષ ઓટાયું, પશ્ચાદ્ તેમાં મધુરતા ઉત્પન્ન થઈ;આ મધુર રસના મહાસિન્ધુ શ્રીવલ્લભચરણ કમલની ‘મધુર રજ’ ક્યારે પ્રાપ્ત થશે ? શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે ।। સદા વસો મન યહ જીવન ધન, નિજ્જનસોં જુ કહતગોં ટેરે ।।1।। નિજ્જનને કારૂણ્યતાથી ટેરીને કહી રહ્યા છે કે, મધુરાકૃતિ શ્રી વલ્લભ ચરણકમલની ‘મધુર-રજ’ની જ જન્મો અભિલાષા કરવી.

- મધુરમ્

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.