‘અકુતોભય’ અર્થાત્ ‘મૃત્યુ પર વિજય’
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

“અભયદાન નિશાન મેલ્યા ચિત્ત જીન હરિકો દીયા” ઉપરોક્ત પંક્તિ ચોખરાની છે ગોપાલદાસજીએ ચોખરામાં શ્રીમહાપ્રભુજીનું યશોગાન કરતા ઉપરની પંક્તિ યોજી છે.
 
યશોગાન દ્વારા જ્ઞાન પ્રધાન ચિત્ત આપશ્રીના યશોગાન તરફ અને સ્વરૂપ તરફ આકર્ષાતુ હોવાથી દૈહીક અને માનસીક દુઃખને ભૂલાવી દે છે. ચિત્તનો જ્ઞાન ધર્મ, કીર્તન ભક્તિ તરફ આકર્ષાય છે. કીર્તન રસને ઉત્પન્ન કરે છે, તેના રસરૂપ સ્વરો હૃદયમાં પહોંચીને પ્રિય પ્રભુને પણ ઉદબોધ કરે છે. ઉદબોધ થયેલું રસ સ્વરૂપ ચિત્તના જ્ઞાન ધર્મમાં પ્રવેશ કરી કીર્તન કરનાર અને સાંભળનાર દૈવી જીવને આનંદનો અનુભવ કરાવે છે, અને દેહના પ્રાકૃત ધર્મોને ભૂલાવી દે છે.
 
‘હરેર્ગાનં પ્રિય’ આ વાક્ય તામસ ફલં સુ. ના પ્રકરણ 27માં અધ્યાયના અંતમાં આપશ્રીની કારિકાજીનું છે ગાન. હરિને પ્રિય છે. વાજીંત્રના સ્વરોથી અને અનુરાગ પૂર્વક ગાયેલું કીર્તનરસ ઉત્પન્ન કરે છે. રસ એ રસાત્મક સ્વરૂપનો સ્વજાતી હોવાથી (રસ સ્વરૂપ પ્રિય પ્રભુ હૃદયમાં બિરાજે છે ત્યાં ગાનમાંથી ઉત્પન્ન થયેલા રસનો સંબંધ થતાં) રસાત્મક સ્વરૂપને ઉદબોધ કરે છે. અને તે ઉદબોધ થયેલું રસ સ્વરૂપ ગાન કરનારના જ્ઞાન ધર્મવાળા ચિત્તમાં પ્રવેશ કરી ચિત્તનો નિરોધ પોતાના સ્વરૂપમાં કરે છે. ગુણગાનમાં આવુ ગૂઢ રહસ્ય અને સામર્થ્ય છુપાયેલું હોવાથી સ્વકીયોને નિરોધલક્ષણ ગ્રંથમાં ગુણગાનની જ આજ્ઞા કરી છે.
 
પ્રભુ સ્વકીયના હિતની જે જે ક્રીયા કરે છે તે સ્વકીયને જાણ ન થાય તેવી રીતે કરે છે. જો પોતાની તરફથી જાણ થાય તો સ્નેહ સંબંધમાં ત્રુટી આવી જાય છે. સ્નેહની એ રીત છે કે પોતાના સ્નેહીના સુખમાં જ પોતાનું સુખ માને અને સ્નેહીને જાણ પણ થતી નથી. જેમ પદ્મનાભદાસજીની વાર્તા પ્રસંગમાં શ્રીમહાપ્રભુજી ભોજન કરી રહ્યા હતા તે સમયે એક વણઝારો શ્રીમહાપ્રભુજીને પોકારતો પોકારતો આવ્યો. પદ્મનાભદાસજી તે વણઝારાને પોકારતો બંધ કરી પોકારવાનું કારણ પુછ્યું અને રૂ।. સત્તર હજાર તેને અપાવી દીધા તેની જાણ શ્રીમહાપ્રભુજીને થવા ન દીધી. સ્નેહીની એ રીત હોય છે કે પોતાના સ્નેહીને સુખ થાય તેવી જ ક્રીયા કરે અને તેની સ્નેહીને જાણ પણ થવા ન દે. પ્રભુ અને પ્રેમી ભક્ત બન્નેનો અરસ પરસ સ્નેહનો ધર્મ સમાન છે. પ્રાણવલ્લભ પોતાના પ્રેમીજનનું અનેક પ્રકારે ભાવાત્મક સ્વરૂપે તેનું હિત ચિતવવા રહેતા જ હોય છે. ‘હિતકૃત સતામ્’ આ નામના ભાવાનુસાર. સ્વામીના આવા ઉપકારનું સ્વકીયોએ વિસ્મરણ નહીં કરવું જોઇએ. આપણા હૃદયમાં પ્રાણવલ્લભ વિપ્રયોગ-ભાવાત્મક સ્વરૂપે સાક્ષાત બિરાજી રહ્યા છે. ભક્તનો ઉદ્ધાર અવતાર કાળમાં અને અનવતાર કાળમાં બન્ને રીતે થાય છે. અવતાર કાળમાં વ્રજમાં નંદાલયમાં પ્રગટ થયા તે બહાર સ્વરૂપની અનેક લીલા કરી ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો. પછી ભાવાત્મક રસાત્મક સ્વરૂપ જે અવતાર સ્વરૂપ મથુરાથી આવેલું વેદ પ્રસિદ્ધ પુરૂષોત્તમનું હતું તેની ભીતર બિરાજતું. ગોપીજનોનો વ્યશનભાવ સુધીનો નિરોધ બહારના પ્રગટ સ્વરૂપથી સિદ્ધ કરી અવતાર સ્વરૂપ મથુરા પધાર્યું, અને તેથી ભીતર ભાવાત્મક રસાત્મક સ્વરૂપ હતું તે ગોપીજનોના હૃદયમાં બિરાજે છે, તે સ્વરૂપ કરી રહ્યું છે. આ સ્વરૂપ પરોક્ષ ફલાત્મક કહેવાય છે. આપણા પ્રાણપ્રેષ્ઠ વલ્લભે આ પરોક્ષ ફલાત્મક માર્ગ પ્રગટ કર્યો છે પ્રાણ વલ્લભ અનવતાર કાળના ભગવાન છે. એટલે આપ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપે સ્વકીયોના હૃદયમાં બિરાજી સેવા સ્મરણ-ગુણગાન ધ્યાન ઇત્યાદિ સાધનોના પ્રેરક બની ભાવાત્મક સ્વરૂપે પોતાનામાં નિજ્જનોનો નિરોધ સિદ્ધ કરી રહ્યા છે.
 
આ સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાયપ્રભુએ નિચેના પદમાં કર્યું છે. :-
 
પ્રગટે પુષ્ટિ મહા રસ દેન ।
શ્રીવલ્લભ હરિભાવ અગ્નિમુખ, ર
રૂપ સમર્પિત લેન ।।
 
“નિરપેક્ષ મન આત્મગામી બને છે” આ શ્રુતિવાક્યાનુસાર બહારના પ્રાકૃત પ્રપંચથી મુક્ત થયેલું ક્રિયા પ્રધાન મન ભીતરના આત્મ સ્વરૂપના અવલંબનવાળું બને છે. એટલે ભ્રમરગીતમાં કહ્યું છે કે, ક્રિયા પ્રધાન મન અને જ્ઞાન પ્રધાન ચિત્ત બન્નેનો પ્રિયના વિપ્રયોગ-ભાવાત્મક સ્વરૂપમાં પ્રવેશ થવાથી પ્રિયતમની પ્રાપ્તિ થાય છે. વિપ્રયોગ-ભાવાત્મક સ્વરૂપમાં પ્રવેશ થવાથી પ્રિયતમની પ્રાપ્તિ થાય છે. વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપમાં શ્રી ગોપીજનોનો પ્રવેશ થવાથી હવે આ ભાવાત્મક સ્વરૂપનો અનુભવ શ્રી ગોપીજનો કેવી રીતે કરે છે તે મહાનુભાવ શ્રી સુરદાસજીએ નીચેના પદમાં વર્ણન કર્યું છે :
 
નાહીન રહ્યો મનમેં ઠોર ।
નંદનંદન બિન કાસુકર, આનીયે ચિત્ત ઓર
ચલત ચિતવત ઘાસ જાગત,
સ્વપ્ન સોવત રાત ।
હૃદયતે યહ મદન મુરતિ,
છિન ન ઇત ઉત જાત ।।
કહત કથા અનેક ઉધો,
લોભ લાખ દિખાય ।
કહા કરે ઘટ પ્રેમ પૂરણ,
સિન્ધુ નાહિ સમાય ।।
શ્યામ ગાત સરોજ આનન,
લલિત ગતિ મૃદુ હાસ ।
“સૂર” એસે દરસકો યહ,
મરત લોચન પ્યાસ ।।
 
પોતાના હૃદયમાં બિરાજતા પ્રિયના સ્વરૂપનો ગોપીજનો જે અનુભવ કરી રહ્યા છે તેનું ઉપરના પદમાં વર્ણન કરેલું છે. અનંત કોટિ કામદેવની સૌન્દર્યતા વાળા પોતાના પ્રિયતમના શ્રીમુખનું પાન કરવામાં ગોપીજનોને તૃપ્તિ જ થતી નથી. તેથી કહ્યું :
 
“સૂર એસે દરસકો યહ મરત લોચન પ્યાસ” હમારા નેત્રો સદા પ્યાસા જ રહી આવે છે.
 
પ્રિય પ્રભુની સન્મુખ રહેવાથી પ્રાકૃત પ્રપંચનું આવરણ હટતું જાય છે તેમ તેમ સ્વપ્નામાં કે જાગૃતમાં પ્રિય પ્રભુ કંઇ અનુભવ કરાવે તેનો એ હેતુ છે કે તમારા હૃદયરૂપી ધામમાં હું ભાવાત્મક સ્વરૂપથી નિત્ય બિરાજી રહ્યો છું. તમે અંતર મુખ થાઓ તેથી લીલાધામ સહિત મારૂ સ્વરૂપ સાક્ષાત દેખાશે. આવા પ્રકારનો અનુભવ એ સામાન્ય દેખાશે. આવા પ્રકારનો અનુભવ એ સામાન્ય કૃપા નથી, પોતાના માની આપણી (સ્વકીયોની) ચિન્તા કરી અનુભવ કરાવે છે. તે આપનો મહાન ઉપકાર છે.
 
આપણું આસુર ભાવના આવેશવાળુ મન આપણુ શત્રુ છે. તે સર્વથા પ્રિય પ્રભુમાં પ્રવેશ કરવા ચાહતું નથી. આવા મનને આપણે કર્તવ્ય પરાયણ કરવાનું છે. માટે સેવા સ્મરણાદિ દ્વારા સતત પ્રિય પ્રભુ સન્મુખ રહેવું એજ મારો સ્વધર્મ છે.
 
“નિર્ભય થયા નર નારિ જે નાવમેં બેઠે” સેવા-સ્મર-ગુણગાન-ધ્યાન આ સાધનો નાવરૂપે જ પ્રાપ્ત થયાં છે તેમાં બેસનાર ખૂબ નિર્ભય થઇ જાય છે. ઉપરોક્ત સાધનોમાં પ્રિય પોતે જ પ્રવેશ કરતા હોવાથી આ સાધન રૂપી નાવના નાવીક પોતે જ બનીને પોતાના ધામમાં લઇ જાય છે. માટે અંતરમુખ થઇને તેનો અનુભવ કરવાનો છે. અંતે મતિ સો ગતિ આ ભગવત ગીતાજીનું વાક્ય છે. આ વાક્યાનુસાર શ્રીગોકુલેશ પ્રભુનો એક સેવક શ્રીગોકુલેશને પ્રશ્ન કરે છે કે- “જીવના મરણ સમયે બધી ઇન્દ્રિયો મન-ચિત-પ્રાણ વિકલ હોય છે, અને એવી વિકલ અવસ્થામાં પ્રભુનું સ્મરણ થઇ શકતું નથી તો તે જીવની ગતિ કેવી થશે ?”
 
શ્રીગોકુલેશપ્રભુ તેનું સમાધાન કરતા આજ્ઞા કરે છે કે “જે જીવ અમારો છે તેને અંત સમયે અમે સાંભળી લઇએ છીએ”. આ કથનની પુષ્ટિમાં આપશ્રી વલ્લભે સુ. 10-43-32માં આ પ્રકારની જ આજ્ઞા કરી છે.
 
દૈવી જીવના અંત સમયે પ્રભુ તે જીવના હૃદયમાં પ્રગટ થઇ જાય છે. આપ પ્રગટ થતા જ આ જીવ કાળ માયાના બંધનમાંથી છુટો થઇ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રવેશ કરે છે. અને તેજ ક્ષણે તે દૈવી જીવ પોતાના દિવ્ય આત્માના સ્વરૂપથી લીલાધામમાં પ્રવેશ કરી પ્રાણપ્રેષ્ઠ શ્રીવલ્લભની અખંડ અને અગણિત તત્સુખ સેવામાં સ્થિત થઇ જાય છે.
ધર્મી સાક્ષાત સ્વરૂપના અચિન્ત્ય મહિમાને આપશ્રી મહાપ્રભુજીએ સુ.10-43-32ના શ્લોકમાં જતાવ્યો છે આથી શ્રી વલ્લભ ચરણ કમલના આશ્રિત વલ્લભીઓએ સ્વામીના સામર્થ્યનો વિચાર કરી વ્યર્થ થતી ચિન્તાને સ્થાન ન આપવું. પરંતુ પોતાના કર્તવ્યનો વિચાર તો વલ્લભીઓને અવશ્ય હોવો જોઇએ. જ્યારે આપણે કર્તવ્ય પરાયણ થશું ત્યારે આપણા આસુર ભાવના આવેશવાળા મનને અન્ય પ્રાકૃત પ્રપંચનું અવલંબન નહીં મળવાથી હૃદય ભીતર બિરાજતા પ્રિય પ્રભુના અવલંબનવાળું બનશે ક્ષણે ક્ષણે સ્વ સ્વામીના ઉપકારનું સ્મરણ કરવું અને મનને બલપુર્વક બહારના પ્રાકૃત પ્રંપચમાંથી ખેંચીને પ્રિયતમની સન્મુખ રાખવું. આથી મન મિથ્યા વિચારો રૂપી કુસૃષ્ટિ ઉત્પન્ન નહી કરી શકે. સતત સેવા-સ્મરણ-ગુણગાન-ધ્યાનાદિ દ્વારા પ્રિય પ્રભુ સન્મુખ રહીયે. તેજ આપણો હસ્ત પકડી પોતાના અકુતોભય (નિર્ણય) સ્થાન લીલા ધામમાં લઇ જાય છે તેમ વિચારવું.
 
શ્રીવલ્લભ મહા સિન્ધુ સમાન ।
દાસ સુમરત હોત સબકો અભય પદકો દાન.
(શ્રી હરિરાયચરણ)
 
સ્વકીયો પ્રાણવલ્લભનું સ્મરણ કરે છે તેને આપ અભયતાનું દાન કરે છે અથવા અભયપદ એટલે આપનું લીલાધામ, તે લીલાધામમાં પ્રવેશ કરાવે છે કે જ્યાં કાળ-માયાનો પ્રવેશ થઇ શકતો નથી.
 
ભા. 11-12 શ્લોક 14*15માં ભગવત વાક્ય છે-“હે ઉદ્ધવ ! તુમ શ્રુતિ-સ્મૃતિ, વિધિ-નિષેધ, પ્રવૃત્તિ-નિવૃત્તિ, ઓર સુનને યોગ્ય તથા સુને હુએ વિષયકા ભી પરિત્યાગ કર કે સર્વત્ર મેરીહી ભાવના કરતે હુએ, એક મેરા હી શરણ સંપૂર્ણ રૂપસે ગ્રહણ કરો, ક્યોંકિ મેરી શરણ મેં આ જાને સે તુમ સર્વથા નિર્ભય હો જાઓગે”
 
અકુતોભય આવા અકુતોભય માટે નામ સ્મરણની નાવમાં બેસી જવું. તેથી “મારા એકને જ શરણે આવો”. આ અનન્ય શરણ પણ નિશ્ચયપૂર્વકના નામ સ્મરણથી જ સિદ્ધ થઇ જાય છે.
 
ભ્રમરગીતવાળા ગોપીજનોને ઉદ્ધવજી સાથે સંદેશ પાઠવ્યો તેમાં પણ એજ છે કે હું તમારી ભીતર જ છું, તેમાં તમારા મન ચિત્તનો પ્રવેશ કરાવો એટલે હું પ્રાપ્ત જ છું તેવા તમને અનુભવ થશે.
 
અકુતોભય નો અર્થ મૃત્યુ જેનો સ્પર્શ કરી શકતું નથી તેવા આપણા જ આધિદૈવીક આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરાવી લીલાધામમાં પહોંચાડવું તેનું નામ “અકુતોભય” અર્થાત મૃત્યુ પર વિજય”

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.