સંસાર – સાગર તરવાની નૌકા
spacer
spacer

- પથિક

જન્મ-મરણમાંથી છૂટવા માટે શ્રીમહાપ્રભુજીનું શરણ મળ્યું. નામરૂપી ‘‘નાવ’’ સંસાર સમુદ્રને તરવા કૃપા કરીને આપી છે. પ્રભુનો આપણને અનન્ય આશ્રય હોય તો ભગવદનામ ‘‘નાવ’’ (નૌકા) બને છે અને ભગવદનામ જ ‘‘નાવીક’’ બને છે. જ્યારે નામ જ નાવીક બને છે ત્યારે ક્યાંય પણ લંગર કર્યા વિના (રોકાયા વિના) સલામત પોતાના ધામમાં જ પહોંચાડે છે. આવું નાવ અને નાવીક શ્રીવલ્લભ-કૃપાવાળાને પ્રાપ્ત થયું છે. જીવને તો એટલું જ કરવાનું છે કે સંસારનો સામાન (અહંતા-મમતાનાં પોટલાં) સાથે નહિ લેતાં પોતે એકલો જ નાવમાં બેસી જાય. બસ, પછી ચલાવનાર કુશળ છે અને તે આપણે જ નિત્યનો સંબંધી અંતરયામી પ્રભુ છે, જે આપણું અક્ષય સુખ વિચારનાર છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.