પ્રણય વેદીમાં આહુતી
spacer
spacer

- મધુકર

વિરહ અગ્નિના સેવન વિના કામ ગંધ શૂન્ય થઈ શકાતું નથી. અને ‘‘કામ’’ની, એટલે કે પોતાના સુખની ગંધ પણ રહે તો દિવ્ય પ્રેમના પાત્ર બની શકાતું નથી. તેથી કહ્યું : ‘‘રસિકનકે રસ્તા કઠીન ચલત હરિજન સૂર.’’ ભૌતિક-આધ્યાત્મિક ભાવ પ્રપંચ અને પોતાના સુખના ભાવ પ્રપંચને પ્રણય-વેદીમાં હોમી દઈને પ્રિય વિયોગની અસહ્ય વ્યથાને સહન કરવી તે ‘‘શૂરવીર’’થી જ બને છે, કાયરથી નહિં, તેથી કહ્યું : ‘‘સુનત ભેદ ભય પાયકે કપટી કાયર ક્રુર.’’ રસિકનો માર્ગ આવા ભેદવાળો એટલે ત્યાગનો અને વ્યથા ભરેલો છે તેમ જાણી ‘‘કપટી’’ એટલે પોતાના સુખને માટે પ્રભુમાં જે પ્રેમ દર્શાવી રહેલ છે, અને ‘‘કાયર’’ એટલે પોતાના સુખના ભાવોને દગ્ધ કરવામાં જે વિરહ વ્યથા સહન કરી શકતો નથી, તેવા કપટી અને કાયર કે જે બનાવટી પ્રેમીઓ છે; તે રસિકના માર્ગે ચાલી શકતા નથી.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.