દિવ્ય પ્રેમ પથ
spacer
spacer

લેખક : મધુકર

(ગતાંકથી ચાલુ)
 
તત્સુખી દિવ્ય પ્રેમનો માર્ગ કઠીન છે. આ પ્રેમમાર્ગમાં સાક્ષાત પ્રિયતમના સ્વરૂપથી જ મળતા સુખ સિવાય અન્ય બધાય – લૌકિક – અલૌકિક સુખોનો ત્યાગ કરવાનો હોય છે.
 
પાછળનાં દોહામાં કહ્યું છે કે દેહ-પ્રાણ-ઈન્દ્રીયો અને અન્તઃકરણથી ભોગવાતા ભૌતિક સુખો, માન-બડાઈ તથા મોક્ષ સુધીના બધાય સુખ સ્વાર્થોને પ્રેમ વેદીમાં આહુતી દઈને પ્રિયતમના વિયોગ દુઃખમાં જે ડુબેલા રહે છે તેવા ’’શૂર’’ પ્રેમીજનોજ દિવ્ય પ્રેમના માર્ગે ચાલી શકે છે. આવા ત્યાગરૂપી કંટકના માર્ગે ચાલવાનું સાંભળીને પ્રભુથી સ્વાર્થ રાખનારા કપટીને આ માર્ગે ચાલવાનો ભય જ લાગે છે. લોક લાજનો ભય, પોતાના આત્માના ઉદ્ધારનો ભય, માન-બડાઈ ખોવાય જવાનો ભય. આવા ભયો કપટ રાખનારને સતાવતા હોય છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં કપટ પણ છેજ. ઉપરથી પ્રેમ બતાવવો, અને ભીતર સ્વાર્થ રાખવો તેને કપટ નહી તો બીજું શું કહેવાય ? આવા કપટીમાં ક્રુરતા પણ રહેલી હોય છે. અને પ્રેમ તો અત્યંત મૃદુલ હોય છે. મૃદુલ હૃદયમાં જ દિવ્ય પ્રેમ ઠહેરી શકે છે. દિવ્ય પ્રેમ ત્યાગનો જ ભરેલો છે. જેમ મનુષ્યની છાયા તેની સાથે જ ચાલતી હોય છે તેમ દિવ્ય પ્રેમ અને ત્યાગ સાથેજ રહે છે. પોતાના સર્વ સુખોને પ્રણય વેદીમાં હોમી દેનારને જ આ દિવ્ય પ્રેમ પ્રાપ્ત થાય છે. જેણે પ્રિય પ્રભુ માટે સર્વ સુખોને છોડયા અને પ્રિયના સુખમાંજ સુખ માનનારા પ્રેમીજનને ભય જેવું કંઈજ હોતું નથી. સર્વથી વધારે ભય મૃત્યુનો હોય છે, આ મૃત્યુને તો પ્રેમીજનોએ પ્રિય વિયોગની અગ્નિમાં ખાખ કરી દીધેલ હોય છે.
 
એટલે વિરહી જનથી મૃત્યુને પણ ભય થાય છે. અથવા લૌકિક દેહના સંબંધમાં ‘અહં’નું વિસ્મરણ તેનું નામજ મૃ્ત્યુ કહેવાય છે. વિરહમાં પ્રેમી ભક્તનું ’અહં’ પ્રિયતમના સ્વરૂપમાં ચાલ્યું જાય છે તેથી તેને મૃત્યુનો સ્પર્શ થતો નથી. નિરંતર પ્રિયતમના સ્વરૂપનું ધ્યાન વિરહમાં થતું હોય છે, આ ધ્યાન દ્વારા તેનું મન ભૌતિક દેહમાંથી નીકળી પ્રિયતમના સ્વરૂપમાં પ્રવેશ કરે છે, ત્યારે તેણે મૃત્યુને જીતી લીધેલ હોય છે. અથવા પોતાના ભૌતિક દેહ સંબંધી અહંનો પ્રિયતમના સ્વરૂપમાં લય કરી દેવો તેનું નામજ ‘‘મૃત્યુનું મૃત્યુ.’’ વિરહી જનોને મૃત્યુ સ્પર્શ કરતું નથી તેનું પ્રમાણ શ્રીપ્રભુચરણકૃત વિજ્ઞપ્તિના શ્લોકમાં નીચે મુજબ છે.
 
પ્રાણેશ વિરહ કિલષ્ટાઃ પ્રાણાસ્તિષ્ઠીત મે કથમ્
વિયોગાગ્નિવિદગ્ધાનામંતકોડપિ ન સંસ્પૃશેતત્
(વિ. 4-25)
 
ખરેખર દિવ્ય પ્રભુ પ્રેમ માટે ન્યોછાવર થઈ જનારાજ સાચા વીર છે. દુનિયામાં કંઈ જીવી જાણ્યું હોય તો આવા પ્રેમી જનોએજ જીવી જાણ્યું છે. આવા પ્રેમીજનોની દશાનું આગળ લક્ષણ બતાવે છે :
 
હાય હિયે લાગી રહે, તાકે તન નહી માંસ ।
કલ ન પરે પલ પ્રાનમેં લગી પ્રેમકી ફાંસ ।।
 
પ્રભુ પ્રેમની ફાંસીમાં જે ફસાયો તેને એક એક ક્ષણ પ્રિયતમના વિયોગે ચેન પડતું નથી. પ્રિય વિયોગના મધુર દર્દની હાય ક્ષણે ક્ષણે નીકળતી રહે છે. તેનો ભૌતિક દેહ સુકાય ગયો હોય છે. આવું કષ્ટ ભોગવવા છતાં પ્રેમની ફાંસીમાંથી નીકળવાનું મન થતુંજ નથી. અહો, કેવી હશે આ પ્રેમની મધુર વ્યથા ભરી ફાંસી ! આવી પ્રેમની ફાંસીમાં જે ફસાયા તેવાનીજ પ્રેમી જગતમાં સરાહના થાય છે. આવાનું દર્દીલું જીવન મુગ્ધ પ્રેમીઓને માર્ગદર્શક બની રહે છે. પ્રેમદિવાના રસખાનજી આ ફાંસીમાં ફસાયાની ‘‘પ્રેમ વાટીકા’’માં સરાહના કરી રહ્યા છે :
 
પ્રેમ ફાંસી મેં ફસી મરે સોઈ જીયે સદાહિ ।
પ્રેમ મરમ જાને વિના મરી કોઉ જીવત નાહિં ।।
કોઉ યાહી ફાંસી કહત, કોઉ કહત તલવાર ।
નેની ભાલા તીર કોઉ કહત અનોખી ઢાર ।।
પૈ મીઠાસ યા મારકી રોમ રોમ ભરપૂર ।
મરત જીયે ઝુકતો ફીરે બને સો ચકના ચૂર ।।
 
પ્રેમ ફાંસીમાં ફસાયાની મીઠાસનો અનુભવ રસખાનજીએ કર્યો છે. તેમના ‘‘સુજાન રસખાન’’ નામના કાવ્યમાં મધુર દર્દને બતાવેલ છે.
 
નાતો બાંધે નેહકો કરે પ્રીત પહેચાન ।
એસી શરણાગતિ લહે અતિ કરૂણા દાન ।।
 
પ્યારા પ્રાણવલ્લભથી પ્રેમનો જ નાતો બાંધે. અને પ્રિયનું સ્વરૂપ દિવ્ય પ્રેમનું જ છે, તેને પ્રેમ જ ભાવે છે. પ્રેમજ તેનો આહાર છે. અને પ્રેમથી જ તે પ્રાપ્ત થાય છે.
 
આપણને બ્રહ્મસંબંધ થયું તેથી પ્રિય પ્રભુ સાથે પ્રેમલગ્નના સંબંધે આપણે જોડાયા. આથી પ્રભુ આપણા પ્રિયતમ અને આપણે તેની પ્રિયતમા. આપણો પ્રભુ સાથેનો અરસ પરસનો નાતો પ્રેમનો જ છે અથવા એમ સમજો કે આપણા પ્રેમનું પાત્ર પ્રિય પ્રભુ અને પ્રભુના પ્રેમનું પાત્ર આપણે. આમ પ્રભુ સાથે જોડાયેલા દિવ્ય પ્રેમના નાતાને ઓળખવો. મર્યાદા માર્ગમાં જ્ઞાન મુખ્ય છે તેથી સ્વામી સેવકનો ભાવ તેમાં રહેલો છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં પ્રેમની જ મુખ્યતા છે. શ્રીહરિરાય પ્રભુએ એક પદમાં પુષ્ટિમાર્ગનો પરિચય કરાવ્યો છે :
 
‘‘રતિપથ પ્રક્ટ કરણકું પ્રકટે,
કરૂણાનિધિ શ્રીવલ્લભ ભૂતલ’’
 
આપશ્રી વલ્લભ ‘‘રતિ’’ એટલે પ્રેમ માર્ગને પ્રક્ટ કરવા ભૂતલ પર પધાર્યા છે, ન કે જ્ઞાન માર્ગ પ્રગટ કરવા માટે પુષ્ટિમાર્ગનું નામ જ પ્રેમમાર્ગ છે. જેનામાં દિવ્ય પ્રેમ પ્રક્ટ થયો નથી તે જીવ પુષ્ટિમાર્ગનો કહેવાતો નથી. તેથી આપણે જે માર્ગમાં ચાલવાનું હોય તેનું જ્ઞાન તો હોવું જ જોઈએ. તેથી આ દિવ્ય પ્રેમને સમજીને તેને પ્રાપ્ત કરવાના સાધનો કરવા જોઈએ. શ્રીવલ્લભ દિવ્ય તત્સુખી પ્રેમના મહાસિંધુ રૂપ છે આપની સાથે તત્સુખી પ્રેમનો નાતો જોડી પ્રેમીજન પ્રેમના મહાસિંધુમાં ડૂબ્યો રહે છે. આવા પ્રકારના તત્સુખી પ્રેમભાવથી શ્રીવલ્લભને શરણે રહેવાથી શ્રીવલ્લભ અતિ કરૂણા કરીને પોતાના પ્રેમીજનને પ્રેમસિંધુ સમાન પોતાના જ અદેય સ્વરૂપનું દાન કરે છે.
 
તત્સુખી પ્રેમનોજ પ્યારા શ્રીવલ્લભ સાથે નાતો જોડી આપના વિયોગની વ્યથાને સહન કરવી તે આગળ કહે છે :
 
પ્રીત પીર પલ પલ સહે આશા ઔષધિ ખાય ।
પડયો રહે વા પ્રેમમેં મિત મિલનકી હાય ।।
 
પ્રિયતમના વિયોગની મધુર પીર-પીડાનો ક્ષણે ક્ષણે અનુભવ કરતો રહે. પ્રેમીજનોને આશાની અમરવેલ લપટાઈ ગઈ હોય છે, તેથી પ્રિય વિયોગની દારૂણ દુઃખદાઈ દશામાં પણ આ પ્રેમીજન નિરાશ થતો નથી. તેનું કારણ આશાની અમરવેલમાંથી આશા મળતી જ રહે છે. તે આશાના અવલંબને પ્રિયતમના પ્રેમમાં અને પ્રિયમિલનની હાયમાં પ્રેમીજન ડૂબ્યો રહે છે.
 
શ્રીગુસાંઈજી વિજ્ઞપ્તિમેં આજ્ઞા કરતે હે : ‘‘હે વ્રજાધીપ, આપના વિયોગ સમુદ્રને આશા રૂપી તૃણના અવલબને હું તરી રહી છું.’’ અને શ્રીગોપીજનો ઉદ્ધવજીને કહે છે કે : ‘‘હે શ્યામ સખા ! પીંગલા નામની વેશ્યાએ પરપુરુષની આશા છોડીને શ્રીકૃષ્ણની આશા કરી, પણ અમને તો શ્રીકૃષ્ણની જ આશા છે તો કૃષ્ણમિલનની આશાને કોની આશા પર છોડીએ ? કૃષ્ણમાં અમારી આશા હદ વગરની છે તેથી તે છૂટી શકતી નથી. પ્રેમદેવ શ્રીવલ્લભનો પ્રેમ મહિમા જેમ હદ વગરનો (સીમા રહિત) છે, તેમ આપના મિલનની આશા પણ હદ વગરની છે એટલે પ્રભુ પ્રેમીઓમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રિયમિલનની આશા બની જ રહેવાની, તેથી વિયોગ સમયે પ્રેમીજનોને આ આશા નિરાશ થવા દેતી નથી. આશારૂપી તૃણના અવલંબને પ્રિયના વિયોગ સમુદ્રને તરવો. આ કેવી કઠીન દશા છે. તેથી જ દિવ્ય પ્રેમના માર્ગે કોઈ વિરલા જ ચાલી શકે છે. દિવ્ય પ્રેમ કોઈ વિરલામાં જ પ્રક્ટ થાય છે તે નીચેના દોહામાં કહે છે :
 
રસિક યૂથ બહુ ના મીલે સિંહ ટોલ નહીં હોય,
વિરહ વેલ જહાં તહાં નહીં ઘટ ઘટ પ્રેમ ન જોય.
 
જેમ ભેંસ બકરીયાના ટોળા હોય છે તેમ સિંહના ટોળાં હોતા નથી. કેશરી સિંહ અરણ્યમાં એકાદ બે જ હોય છે. તેમ ’’રસિક’’ એટલે નખથી શિખા સુધી જેનામાં તત્સુખી દિવ્ય પ્રેમ જ ભરેલો રહે છે તેવા પ્રેમીજનોના આ જગતમાં ટોળાં હોતાં નથી. દિવ્ય તત્સુખી પ્રેમની પ્રાપ્તિ વિરહના અનુભવ વિના થતી નથી. અને દિવ્ય પ્રેમની પ્રાપ્તિ વિના પરમ પુરુષાર્થ રૂપ ફલાત્મક વિરહનો અનુભવ થતો નથી.
 
વિરહી ભક્તોકી અવસ્થા કેસી હોતી હે ઉનકું સમજવેકે લિયે આગે કહતે હે :
 
વ્રજ રત્ના વ્રજનાથસું કીનો સહજ સનેહ ।
ક્ષણુ મરનો ક્ષણુ જીવનો યેહી પ્રીતકો વેશ ।।
 
પ્રિયતમના વિયોગે ક્ષણમાં મૃત્યું અને ક્ષણમાં જીવન. આવી દુઃસહ અવસ્થાને ભોગવી લીધા પછી તત્સુખી દિવ્યપ્રેમ પ્રગટ થાય છે. તેથી આ વિરહના માર્ગે કોઈ મરજીવા વિરલા જ ચાલી શકે છે.
 
પ્રિય પ્રભુમેં વ્યશન ભાવકા પ્રેમ હોજાતે હે તબ એક ક્ષણભી પ્રિયતમકે દર્શન વિના રહી નહી શકતે હે. એસી વ્યશન દશામેં પ્રિયતમકા નિરંતર ધ્યાન પ્રેમીજનકે જીવનકા અવલંબન બન જાતા હે. જબ ધ્યાનમેં સ્વરૂપકા સંબંધ રહી આતે હે તબ ઉસકા જીવન હે. જબ ધ્યાનમેં સ્વરૂપ નહી આતે હે તબ મૃત્યુ જેસી દશા બન જાતી હે. યા પ્રકાર ક્ષણમેં જીવન ઓર ક્ષણમેં મરણ જેસી દશા હોતી હે.
દિવ્ય પ્રેમ રાજ્યકી મંજિલ કેસી ટેઢીહે એક રસિકને કહા હે :
 
બાંકી ઘાટી નેહકી ચઢની દુહેલી આહી,
નેનની મગ ચલીવો તહાં
બને તો હિત ધ્રુવ જાહી.

દિવ્યપ્રમ રાજધાનીકે માર્ગપે પાંવસે નહી ચલા જાતા હે વહ નેત્રોસે ચલનેકા હે. નિરંતર પ્રિયતમકે સ્વરૂપકા ધ્યાન કરના યેહી યહ માર્ગપે ચલના હે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.