પ્રશ્નોત્તર અને કૃપાની પહેચાન
spacer
spacer

 લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

પ્રશ્ન – તસ્કર (કપટી-ચોર) મનને કાબુમાં લેવા માટે પ્રયત્ન અને ભગવદ્ કૃપાને અવલંબીને રહેવું કેઈતર સાધનો હોય ખરા ?
 
ઉત્તર – પ્રભુની કૃપા અવ્યક્ત છે, એટલે કૃપાસકિતનું સ્વરૂપ ભાવાત્મક છે તે આપણા હૃદયમાં બિરાજે છે. આ કૃપાને આપણે પહેલા પહેચાનીયે.
 
પ્રભુ પ્રાપ્તિ માટે જે જે સાધનો-પ્રયત્નો થાય છે તેમાં ભગવદ્ કૃપા વ્યાપ્ત જ રહે છે. અથવા સેવા સ્મરણ-ગુણગાન-લીલાશ્રવણ વિગેરે જેજે સાધનો આપણે કરીયે છીએ તે પ્રભુની કૃપા સકિતની પ્રેરણાથી જ થાય છે. પ્રભુએ આપણો સ્વકીયપણે અંગીકાર કર્યો છે તેનું એજ લક્ષણ છે કે સેવા સ્મરણ વિગેરે સાધનોમાં આપણને રૂચિ થાય છે. આપણો જ્યારથી અંગીકાર (બ્રહ્મસંબંધ દ્વારા) કર્યો છે ત્યારથી જ પોતાની કૃપા સકિતનો આપણા હૃદયમાં પ્રવેશ કરાવ્યો છે. અને પ્રભુને સુખદ બનીયે તેવી પાત્રતા સેવા સ્મરણ આદિ સાધનો કરાવીને કૃપા સકિત સિદ્ધ કરી રહેલ છે. અથવા પ્રભુ સ્વયં કૃપા સકિતરૂપે સાધનરૂપ બનીને સેવા સ્મરણાદિ સાધનો કરાવીને, ફલરૂપ પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા કૃપાસકિતરૂપે પોતે જ આપણા હૃદયમાં બિરાજી સાધન કરાવી રહ્યા છે. આ સેવા સ્મરણાદિ અલૌકિક સાધનો દ્વારા આપણામાં આધિદૈવિકતા (તનુનવત્વતા) સિદ્ધ કરે છે. આ વિષયને મર્મજ્ઞ શિરોમણિ શ્રીહરિરાયપ્રભુએ શિ. 1 શ્લોક-8-9માં જતાવેલ છે. સંસાર સાગરમાં પડેલા અને સ્વરૂપથી અણુ એવા જીવમાં એવી કઈ શક્તિ છે કે પ્રભુની કૃપા વિના પ્રભુ પ્રાપ્તિના સાધનો કરી શકે ? પોતાના માનીને આપણો અંગીકાર કરેલો હોવાથી પોતાની કૃપા સકિતનો આપણા હૃદયમાં પ્રવેશ કરાવી પોતાની પ્રાપ્તિ માટે સાધનો કરાવી રહ્યા છે, તેમ નિશ્ચય જાણવું. જેમ કોઈ આપણા પરમ પ્રિય મિત્ર દૂર વસતા આપણને સંદેશો પાઠવ્યો હોય કે હું તમારી તરફ આવી રહ્યો છું. આ સંદેશ પ્રાપ્ત થતા આપણે ઉત્સાહ પૂર્વક તેને સુખ થાય તેવી તૈયારી કરીયે છીએ, કારણકે પરમ મિત્રનું મિલન થવાનું છે. તેમ નિત્યના સગા મિત્ર પ્રિયતમ પ્રભુ આપણા હૃદયમાં ભાવાત્મક રસાત્મક સ્વરૂપથી બિરાજવા અથવા માયાનો ટેરો દુર કરી હૃદયમાંથી પ્રગટ થઈ નિત્ય-અખંડ વિહાર સુખ આપવાની ઇચ્છા કરે છે ત્યારે કૃપા સકિત દ્વારા સેવા સ્મરણ ગુણગાન આદિ સાધનો કરાવે છે.
 
નંદાલયમાં પ્રભુ પ્રગટ થયા તે અંતરંગ યોગમાયા (કૃપા શક્તિ) સહિત પ્રગટ થયા. અંતરંગ યોગ માયામાં અસંખ્ય આધિદૈવિક સ્ત્રી ભાવાત્મક સ્વરૂપો રહેલાં છે. પ્રભુની લીલાને સિદ્ધ કરવા માટે આ આધિદૈવિક સ્ત્રી ભાવાત્મક સ્વરૂપોનો વ્રજભક્તોમાં પ્રવેશ કરાવ્યો છે. શ્રીનદરાયજી-શ્રીયશોદાજી વૃદ્ધ ગોપ-ગોપીમાં આ અંતરંગ યોગ માયાએ વાત્સલ્ય સ્નેહ પ્રગટ કર્યો. સખાઓમાં પ્રવેશ કરી સખ્ય ભાવનો સ્નેહ પ્રગટ કર્યો. અને શ્રી ગોપીજનોમાં પ્રવેશ કરી કાન્ત (મધુર) ભાવનો સ્નેહ પ્રગટ કર્યો. યથા અધિકાર સ્નેહ પ્રગટ કરીને વ્રજના ભક્તોનો પ્રભુના સ્વરૂપમાં નિરોધ સિદ્ધ કર્યો.
 
આજ પ્રકારે શ્રીમહાપ્રભુજીના પ્રાગટય સમયે આપશ્રીએ લીલાધામથી વિછુરેલા દૈવી જીવોમાં બ્રહ્મસંબંધ સમયે જીવોના અધિકાર અનુસાર પ્રત્યેક ભક્તોના આધિદૈવિક સ્વરૂપનો તેના ભૌતિક સ્વરૂપમાં પ્રવેશ કરાવ્યો છે. આ આધિદૈવિક સ્વરૂપો તે કૃપા સકિતના જ અંશ સ્વરૂપો છે. શ્રીહરિરાયપ્રભુના મંતવ્ય પ્રમાણે ભૂતલમાં રહેલા ભક્તોના લીલાધામ સંબંધી આ આધિદૈવિક સ્વરૂપો છે. તે બ્રહ્મસંબંધ સમયે ભૂતલના ભક્તોના ભૌતિક સ્વરૂપમાં પ્રવેશ કરી સેવા સ્મરણાદિ અલૌકિક સાધનો દ્વારા ભૌતિકતાનો સંસ્કાર કરીને તેનામાં આધિદૈવિકતા સિદ્ધ કરે છે. આપણને આ આપણા આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન થવું અત્યંત આવશ્યક છે. હું અમુકનો પિતા, અમુકનો પુત્ર, અમુકનો પતિ, અમુકનો બંધુ આવી અને સંબંધના બંધનમાં માયાના આવરણથી બંધાયેલું મુક્ત ન થઈએ તો દૈવી જીવનની વ્યર્થતા થઈ જાય છે. પ્રિય પ્રભુ સાથેના નિત્ય સંબંધવાળુ આપણું આધિદૈવિક સ્વરૂપ તે જ આપણું વાસ્તવિક સત્ય સ્વરૂપ છે. ભૂતલમાં સેવા સ્મરણાદિ અલૌકિક સાધનો દ્વારા આપણા આધિદૈવિક સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. આપણો પરમ પુરુષાર્થ ભૂતલ નિવાસમાં તેજ છે કે સેવા સ્મરણ-ગુણગાનાદિ દ્વારા આપણા આધિદૈવિક સ્વરૂપને પ્રાપ્ત કરવું. આ પુરુષાર્થને પ્રાપ્ત કર્યા પછી કોઈ સાધન કરવાના બાકી રહેતા નથી. કારણકે આપણું આધિદૈવિક સ્વરૂપ સ્વતઃ સિદ્ધ છે. ‘સ્વતઃ સિદ્ધ’ એટલે જેમ સાગર જલથી પૂર્ણ છે તેથી તેને અન્ય જલની અપેક્ષા નથી પોતે પૂર્ણ રહીને બીજા જલાશયોને પૂર્ણ કરે છે. તેમ આપણુ આધિદૈવિક સ્વરૂપ સમુદ્ર સમાન હોવાથી દિવ્ય અનંત ગુણો તેમાં રહેલા છે. પ્રતિક્ષણ સમુદ્રના તરંગોની જેમ નૂતન નૂતન અનિર્વચનીય રસભાવો પ્રગટ થયા જ કરે છે.
 
મહા કારૂણિક સ્વામીએ નિવેદનના સ્મરણની જે આજ્ઞા કરી છે તેમાં આપણા આધિદૈવિક સ્વરૂપનો વિચાર કરવાનો છે. આપે નિવેદનના સ્મરણમાં ‘સર્વથા’ પદ ધર્યું છે. ‘સર્વથા’ એટલે નિરંતર કરવા યોગ્ય – અત્યંત આવખ્ય. પ્રિય પ્રભુને ભૂલાવી દેનારો દેહના સંબંધવાળો પરિકર આત્માના નાશની સેનારૂપ છે. એમ શ્રીમહાપ્રભુજીએ બીજા સ્કંધના સુબોધિનીજીમાં આજ્ઞા કરી છે. આ આત્માના નાશની સેન વચ્ચે આપણે ગૃહસ્થીમાં રહેવું છે તે બ્રહ્મસંબંધને મિથ્યા કરી દેશે. અર્થાત્ બ્રહ્મસંબંધને ફલીત થવા નહી દે. પ્રભુ મારા નિત્ય સંબંધી મારા આત્માના પતિ છે. આવા પ્રભુ સાથે પુનઃ અવિચલ સંબંધ આપણે જોડવો છે તે નહી બની શકે પ્રભુ સર્વ સમર્થ છે આમ પ્રભુના સામર્થ્યનો વિચાર કરી કર્તવ્યને ભુલીને સ્વછંદતા રાખશું તો આસુર ભાવોનો પ્રવેશ થઈ જશે. આવું અનિષ્ટ આપણામાં પેસી ન જાય તે માટે ચેતવણી આપનારો ‘સર્વથા’ શબ્દ રાખ્યો છે.
 
નિત્યલીલાસ્થ પ્રિય પ્રભુના સ્વરૂપનો સાક્ષાત અનુભવ આપણા આધિદૈવિક દેહથી જ થાય છે. અને આ આધિદૈવિક દેહ તાપાત્મક ગુણગાનથી સિદ્ધ થાય છે. અથવા બ્રહ્મસંબંધ સમયે આપણા આધિદૈવિક સ્વરૂપનું દાન થયું છે, તેમાં પ્રવેશ તાપકલેશથી થાય છે. નિવેદનનું નિરંતર સ્મરણ તાપકલેશને વધારતુ રહે છે. આ તાપકલેશથી ભૌતિક પ્રપંચ અથવા ભૌતિક આધ્યાત્મિક અવિદ્યાની જેમ જેમ નિવૃતિ થતી જાય છે તેમ તેમ આપણા આધિદૈવિક સ્વરૂપનો પ્રકાશ થતો જાય છે. અને છેવટે આ દિવ્ય સ્વરૂપમાં સ્થિતિ થાય છે ત્યારે પ્રિયપ્રભુના નિત્ય લીલાસ્થ સ્વરૂપનો, નિત્યલીલા ધામનો, નિત્યલીલા પરિકરનો, આપની નિત્ય લીલાઓનો અને આપણા પોતાના આધિદૈવિક સ્વરૂપથી સાક્ષાત્કાર થાય છે. આવા પ્રકારે સાક્ષાત્કાર થાય ત્યારે આપણા દૈવી જીવનની કૃતાર્થતા માની શકાય છે. આ સ્થિતિએ પહોંચવા માટે જ સતત નિવેદનનું સ્મરણ કરવાનું છે. સેવા-ગુણગાન-ધ્યાન-સ્મરણ વગેરે અલૌકિક સાધનોથી સતત સન્મુખ રહેવું તે પણ નિવેદનના સ્મરણ રૂપ છે.
 
હવે વિવેકધૈર્યાશ્રયમાં પ્રભુને પ્રાર્થના નહી કરવી એવી આપશ્રીએ આજ્ઞા કરી છે તેનું સ્વારસ્ય એમ જણાય છે કે મારી સાધન દશામાં મારૂં કપટી મન મને ઠગે નહી. પ્રભુની કૃપા ઉપર બધું છોડી દઈને ભગવદ્ પ્રાપ્તિના સાધનોમાં તત્પરતા રાખતું નથી. આ તેની ઠગાઈ છે. તેથી જ પ્રાર્થના નહિ કરવી તેવી આજ્ઞા કરી છે તેનો હેતુ એ જ કે દાસત્વ ભાવે આપણે કર્તવ્ય પરાયણ રહીયે. આ મોક્ષ માર્ગ નથી, સાક્ષાત સ્વરૂપાનંદના અનુભવનો માર્ગ છે. તેમાં સ્વસ્થતા અને સ્વછંદતા આત્મ પુરુષાર્થમાં બાધક-ઘાતક બને છે.
 
સાધન દશામાં પ્રભુ સિવાય અન્ય પ્રાકૃત પ્રપંચ મનમાં રહેલો છે. આ પ્રાકૃત પ્રપંચમાં મન જ્યાં સુધી રૂચિવાળું હોય ત્યાં સુધી પ્રિય પ્રભુમાં સ્નેહ થતો નથી. તેથી મનમાં રહેલા વિજાતીય ભાવ પ્રપંચને દગ્ધ કરવા સેવા સ્મરણાદિ અલૌકિક સાધનો રૂપી અલૌકિક અગ્નિમાં તેને શુદ્ધ કરતા રહેવાનું છે.
 
પ્રશ્ન – આના માટે વારંવાર ભગવદલીલાઓનુ શ્રવણ સાધન માનીને કર્યા કરવું હિતાવહ ગણાય ?
 
ઉત્તર – વારંવાર ભગવદલીલાઓનું શ્રવણ કે ગુણગાન કરતી વખતે પ્રિય પ્રભુના ભાવાત્મક સ્વરૂપનું વિસ્મરણ નહી થવા દેવું. લીલા શ્રવણમાં જે જે રસભાવો પ્રગટ થાય તે તે ભાવો પ્રિયતમના ભાવાત્મક સ્વરૂપમાં સમર્પી પ્રિય પ્રભુનો સાક્ષાત અનુભવ નથી. તેની વ્યથાને વધારતા જવું. જેમકે નવમા શિક્ષાપત્રના 1નંબરનાલા શ્લોકમાં ‘‘બદ્ધબર્હ શિખં નીલ’’ આ વાક્યમાં શ્રીહરિરાય પ્રભુ જતાવે છે કે ‘‘મુકુટ ધારણ કરિવેકો યહ અભિપ્રાય હે જો મુકુટકો શ્રુંગાર શ્રીસ્વામિનીજીસું રસ દાનાર્થ ધારણ કરત હૈ. સો મુકુટ ધારણ કરીકે લીલાસ્થ રસાત્મક ભક્તનકું પરમ અલૌકિક કોટિ કામ રસરૂપ હોય રતિ રસ દાન કરત હે. તેસે ઇ મોપે કૃપા કરી મુખ્ય રસ સ્વરૂપસુ મુકુટ ધારણ કરી કબ રસ દાન કરેંગે, કબ દર્શન દોગોં ?’’
આ પ્રકારે લીલા શ્રવણના ભાવો અથવા ગુણગાનમાંથી પ્રગટ થતા રસાત્મક ભાવો પ્રિય પ્રભુના ભાવાત્મક સ્વરૂપમાં સમર્પી આપના સાક્ષાત સ્વરૂપના અનુભવ માટેની આર્તિ વધારતા જવી. લીલા શ્રવણ કે ગુણગાન આવા પ્રકારનું આર્તિસહ થાય તો એક તરફ વિજાતીય ભાવ પ્રપંચ દગ્ધ થતો જાય છે અને બીજા તરફ પ્રિય પ્રભુના પરોક્ષ તથા અપરોક્ષ સ્વરૂપમાં સ્નેહ જાગૃત થતો જાય છે.
 
જે શ્રવણમાં કે ગુણગાનમાં ધર્મિ સ્વરૂપના ધર્મો રહેલા છે, તેનો સંબંધ ધર્મિ સ્વરૂપ સાથે થતાં સ્વરૂપના પ્રમેયપ્રબલથી મન તુરતજ વશીભૂત થઈ જાય છે. જેમકે-
 
(1)  મન મૃગ વેધ્યો મોહન નયન બાનસો.
(2)   કમલસી અખિયાં લાલ તિહારી.
 
તીનસે, તકી તકી તીર ચલાવત,
વેધત છતીયા હમારી ।।
 
ઉપરોક્ત પ્રકારે લીલા શ્રવણના ભાવોનો ધર્મી સ્વરૂપ સાથે સંબંધ થતાં મન સ્વરૂપમાં રૂચિવાળું થાય છે અને પ્રિયતમની સૌન્દર્યતામાં મોહિત થઈ જાય છે. પ્રિયતમના નેત્ર કટાક્ષથી ઘાયલ થયેલું મન અન્યત્ર પરિભ્રમણ કરવાને સમર્થ રહેતું નથી.

‘‘વેધત છતીયા હમારી’’ પ્રિયતમનું નેત્ર રૂપી બાણ હૃદયને વેધીને આર પાર નિકળી જતું નથી, પણ હૃદયમાં ખુંચેલું રહી આવે છે અને તેની મધુર વ્યથાના સ્વાદમાં ડુબેલું રહે છે. પ્રિય પ્રભુનું નેત્ર કમલ ક્ષણે ક્ષણે નૂતન નૂતન લાવણ્યામૃતને પ્રગટ કરતું હોય છે.

કારણકે નેત્ર કમલમાં લાવણ્યામૃત સૌન્દર્યામૃતનો સિન્ધુ ભરેલો રહે છે. આ લાવણ્યામૃત સુધા સ્વાદમાં તૃપ્તિ નહી થવાથી પુનઃ મન તપેલું રહે છે. એટલે કે ઘાયલ થયેલું મન પુનઃ પુનઃ નેત્ર કટાક્ષથી ઘાયલ થવાની જ ચાહના કરે છે. આ પ્રકારે તસ્કર મનને વશીભૂત કરી લેવામાં પ્રિય સ્વરૂપનું અદભુત પ્રમેય બલ રહેલું છે. તેથી શ્રવણ કે ગુણગાન સમયે પ્રિયતમના ભાવાત્મક સ્વરૂપને ભૂલવું નહી જોઈએ. પ્રિયતમના નેત્ર કટાક્ષથી ઘાયલ થયેલું મન, મધુર વ્યથાનો અનુભવ કરી રહ્યું છે તે વ્યથાની મૌલિકતા-મહત્વતા કેવા પ્રકારની રહેલી છે, તેને રસિકભક્ત રસખાનજીની વાણીમાં અવલોકીયે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.