સેવા ફલ
spacer
spacer

પ્રેષક : પ. ભ. શ્રી...ચરણરજ કિંકર

ભજો ગોપાલ ભૂલ જીનિ જાઉં ।
માનુષ જન્મકો યહી હૈ લાઉ ।।
ગુરૂ સેવા કરિ ભક્તિ કમાઈ ।
કૃપા ભઈ તબ મનમેં આઈ ।।
યહી દેહ સે સુમરો દેવા ।
દેહ ધરિ કરીએ યહ સેવા ।।
સુનો સંત સેવાકી રીતિ ।
કરે કૃપા મન રાખૈ પ્રીતિ ।।
ઉંઠકે પ્રાત ગુરૂન શિર નાવૈ ।
પ્રાત સમૈ શ્રી કૃષ્ણહિ ધ્યાવે ।।
જોઈ ફલ માંગે સોઇ પાવૈ ।
હરિ ચરનન મેં જો ચિત્ત લાવે ।।
જિન ઠાકુરકો દર્શન કિયો ।
જીવન જન્મ સુફલ કર લિયો ।।
જો ઠાકુરકી આરતિ કરે ।
તીન લોક વાકે પાયન પરે ।।
જો ઠાકુરકો કરે પ્રનામ ।
વિષ્ણુ લોક તિનકો નિજ ધામ ।।
જો કોઈ હરિકો સુમરે નામ ।
તાકે સકલ પૂરન હૈ કામ ।।
જો ઠાકુરકો ધ્યાન લગાવૈ ।
હરિ ભક્તકી પદવી પાવે ।।
નિજ હરિકો ચરનામૃત લિયો ।
વિષ્ણુ ધામ અપનો ઘર કિયો ।।
જો હરિ આગે વાદ્ય બજાવે ।
તીન લોક રાજધાની પાવે ।।
જો જન હરિકો ધ્યાન કરાવૈ ।
ગર્ભ વાસમેં કબહું ન આવૈ ।।
જો હરિકો નિત કરે સિંગાર ।
તાકો પૂરન હૈ સ્વીકાર ।।
જો દર્પણ ઠાકુરહિ દિખાવૈ ।
ચંદ્ર સૂર્ય તાકો શિર નાવૈ ।।
જો ઠાકુરકો તુલસી ધરાવૈ ।
તાકી મહિમા કહત ન આવૈ ।।
જો કીર્તન ઠાકુરહિ સુનાવૈ ।
તાકો ઠાકુર નિકટ બુલાવૈ ।।
હરિ મંદિરમેં દીપક કરે ।
અંધ કૂપમેં કબહૂં ન પરે ।।
જો ઠાકુરકી સેજ બિછાવૈ ।
નિજ પદ પાય દાસસો કહાવૈ ।।
પલના જો ઠાકુર હિ ઝુલાવૈ ।
વૈકુંઠ સુખ અપને ઘર લ્યાવૈ ।।
જો ઠાકુર હિ ઝુલાવે ડોલ ।
નિત્ય લીલામેં કરે કલોલ ।।
ઉત્સવ કરિ મન આરતિ કરે ।
તા આધિન રહે શ્રી હરિ ।।
જો ઠાકુરકો ભોગ ધરાવે ।
સદા પરમા નિત આનંદ પાવે ।।
જો પદ દિન્હો યશોદા માત ।
તા સુખકી કછુ કહી ન જાત ।।
ગ્વાલન સહિત ગોપાલ જિમાવૈ ।
સો ઠાકુરકો સખા કહાવૈ ।।
જો ઠાકુરકો સ્વાદ કરાવૈ ।
સો તાકો ફલ તબહી પાવૈ ।।
ગોવર્ધનકી લીલા ગાવૈ ।
ચરન કમલકો તબહી પાવૈ ।।
શ્રી યમુના જલ કરે જો પાન ।
સો ઠાકુરકે રહે નિધાન ।।
જહાં સમાજ વૈષ્ણવી હોવૈ ।
તાકી સંગતિ નિત પ્રતિ જોવૈ ।।
શ્રી ભાગવત સુને આનંદ કરિ ।
તાકે હૃદે બસે નિતહી હરિ ।।
જો ઠાકુરકો દેહ સમર્પે ।
ઉત્તમ ગતિ હરિ તાકુ અરપે ।।
જિન હરિકી ગાગરી ભરિ આની ।
તિન વૈંકુઠ અપની સ્થિતિ ઠાની ।।
જો ઠાકુરકો મંદિર લીપે ।
માયા તાકુ કબહૂ ના વ્યાપે ।।
જો ઠાકુરકો સીધો બીને ।
જિતને તીરથ તીતને કીને ।।
જો ઠાકુરકી માલા પોવૈ ।
સોઈ પરમ ભક્ત નિત હોવૈ ।।
જો ઠાકુરકો ચંદન ધરાવૈ ।
ત્રિવિધ તાપ સંતાપ મિટાવૈ ।।
જો ઠાકુરકે પાત્રન ધોવૈ ।
સદા સર્વદા નિર્મલ હોવૈ ।।
જો હરિ કીર્તન મુખસો કરે ।
મુક્તિ ચારહૂ પાવન પરે ।।
સેવા મેં જો આલસ કરે ।
કૂકર વ્હેકે ફિર ફિર મરે ।।
માનસી જો સેવા આચરે ।
તબહી સેવા પૂરી પરે ।।
સેવાકો આશ્રય કરિ રહે ।
દુઃખ સુખ વચન સબનકો સહૈ ।।
જો સેવામેં પ્રમાદ લાવે ।
સો જડ જનમ પ્રેત કો પાવૈ ।।
વેદ પુરાનન મેં યોં ભાખ્યો ।
સેવા રસ વ્રજ બિથિન ચાખ્યો ।।
સેવા કી યહ અદભુત રીતિ ।
શ્રી વિઠ્ઠલેશ સો રાખે પ્રીતિ ।।
શ્રી મદાચાર્ય પ્રગટ બનાઈ ।
કૃપા ભઈ તબ મનમેં આઈ ।।
સેવા કો ફલ કહેઉ ન જાઈ ।
સુખ સુમિરે શ્રીવલ્લભરાઈ ।।
સેવા કો ફલ સેવા પાવે ।
‘‘સૂરદાસ’’ પ્રભુ હૃદે સમાવૈ ।।
 
‘‘સેવાકો ફલ સેવા પાવે’’ પુષ્ટિ ભક્ત સેવા કરીને પ્રભુની તત્સુખ સેવા સિવાય બીજા કોઈ ફલની આશા ન જ કરે છતાં પ્રભુ સેવાનો મહિમા જ એવો છે કે આ પદમાં કહેલા ફલને પ્રાપ્ત કરાવે છે.
 
‘‘સેવા કો ફલ સેવા પાવે’’ તેમ કહેવાનો ભાવાર્થ એવો છે કે ભૌતિક દેહથી કરાતી સેવા ભૌતિક પ્રપંચને ભુલાવીને સેવા કરનાર ભક્તમાં આધિદૈવિકતાને સિદ્ધ કરે છે, અને જ્યારે આધિદૈવિકતા સિદ્ધ થાય, અથવા ભૌતિક દેહથી કરાતી સેવાથી ભૌતિક પ્રપંચ ભૂલાઈને સેવા કરનારને અલૌકિક દેહ સિદ્ધ થાય ત્યારે પ્રભુના મહાન અલૌકિક સ્વરૂપની સાક્ષાત સેવા પ્રાપ્ત થાય છે, તેથી સેવાનું ફલ સેવા જ કહેલ છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.