કેદખાનામાંથી મુક્તિ
spacer
spacer

- પથિક

પ્રભુ સન્મુખ આપણે રહીએ અને બીજાને રાખીએ તેમાં પ્રભુ ખુબ પ્રસન્ન થતાં હોવાથી અવારનવાર આપણે ત્યાં શ્રીસર્વોત્તમજીના કે શ્રીયમુનાષ્ટકના પાઠ અવશ્ય રાખવા જોઈએ.

જીવાત્મા દેહ રૂપી કેદખાનામાં પૂરાયેલો છે. અહંતામમતાની બેડીથી બંધાએલો છે. અષ્ટાક્ષરનું સતત સ્મરણ આ બેડીને તોડી નાખે છે ત્યારે જીવ કેદખાનામાંથી છૂટો થાય છે. માયા સંસારના નાશવંત સુખોની લાલચ આપી જીવાત્માને ઠગે છે. નામનું સતત સ્મરણ માયાના અંધકારને દૂર કરતું હોવાથી જીવાત્માને જ્ઞાન થાય છે કે મારા સાચા સંબંધી પ્રભુ છે. અને પ્રભુથી જે સુખ મળે છે તે સમુદ્રના અખંડ પ્રવાહની જેમ અખંડ અનુભવાય છે. આપણે પ્રભુ-સ્મરણ આર્તભાવથી નહિ કરીએ તો પ્રભુ સાંભળશે નહિ. સુખમાં અટકી જવાથી અને પ્રભુને ભૂલી જવાથી પ્રભુને યાદ કરતા નથી, અને માયા હૃદયમાંથી ખસતી નથી. માયા હટે નહિ ત્યાં સુધી બંધનમાંથી છૂટા થવાતું નથી. હું કેદખાનામાં પડયો છું. અષ્ટાક્ષરથી પ્રભુને પોકાર્યા કરીશ તો કૃપા કરી બંધનમાંથી મને પ્રભુ મુક્ત કરશે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.