શુદ્ધ પુષ્ઠિ ભક્તિનું સ્વરૂપ
spacer
spacer

(શ્રી ગોકુલેશપ્રભુ કે વચનામૃત મેંસું ઉદધૃત)

લે – મધુ, પ્રેષક – પ. ભ. રમણભાઈ, પાર્લા
 
જો શુદ્ધ પુષ્ટિ નહી હે વહ સબનકી ગીનતી મર્યાદામેં હે, સ્વતંત્ર ભક્તિમાર્ગ ભીન્ન હે જીનકે અનન્યતાહી પ્રાણ હે, પુષ્ટિ મર્યાદા જીવકો કપટસોંહુ કર્મ કરનો મનમેં આવે. પરિશુદ્ધ પુષ્ટિ સૃષ્ટિ કપટસો કર્મ કરવેમે ગ્લાની ઓર લજ્જા માને હે, તાસું શુદ્ધ સ્વરૂપાનંદકે અધિકારીકોં કપટસું ભી કર્મ કરવેકે વિષે કેસે ઈચ્છા હોય ? એસી સૃષ્ટિપે કર્મ કરાયવેકો ઓર કરવેકો આગ્રહ કર્યોં રાખીયે ! કેવલ સ્વરૂપાસક્ત ભક્ત ન્યારે હે, પરી જાકો મન પુષ્ટિમાર્ગીય ભજનમેં ન લગે તાકો ક્ષુદ્ર દેવતાનકો ભજન છોડાવેકી આજ્ઞા શ્રીમહાપ્રભુજીને નિબંધમેં કરી હે (શ્રીરંગસ્વામી પંઢરપુર, વ્યંકટેશ્વર ઓર જગન્નાથ) શ્રીમહાપ્રભુજીકો શુદ્ધ પુષ્ટિમાર્ગ પ્રકટ કરવેકો આગ્રહ કછુહું આગ્રહ નહી હે સો ભાગ દીય કો તો શુદ્ધ પુષ્ટિ માર્ગ વિષે પ્રીતિ પૂર્વક શ્રધ્ધા ચાહીયે
 
જેસો પ્રભુકો સ્વરૂપ હે તેસેહી ઉનકી સૃષ્ટિ હે, કાલમાત્ર મર્યાદા હે, પરંતુ લીલા મધ્યપાતિ દૈવી જીવ તો સર્વ મર્યાદા મહી હે. યદી વિપ્રયોગી ભક્તનકોં પ્રભુનકે સાક્ષાત સ્વરૂપકો સંબંધ નહી હે. સો કહા વે ભક્ત સ્વરૂપકી અપ્રાપ્તિ કે સમયમેં અન્ય ધર્મકે વિષે અનુસરેંગે ? અન્ય વચનકો સંબંધ શુદ્ધ પુષ્ટિ ભક્ત કેંસે માનેગે ? યા કરેગે ? અપને પતિકે વીના નેત્રનસું ઓર કછુ ન દેખે યે પતિવૃતા કે ધર્મ હે શ્રીગણેશકે અનન્ય રસાત્મક ભાવ વારે ભક્તકો કાપટયસુંભી કર્મ કરનો નહી રૂચે હે તાકો કારણ સ્વરૂપકે વિષે શુધ્ધ અનન્યતાકો ભાવ સ્થિર હે.
 
તહાં કોઈ શંકા કરે જો આસક્તિ વ્યસન દશાતો હે નહી તો ફેરી કર્મ ત્યાગકો આગ્રહ કર્યો કરત હો ! તહા સમાઘાનઃ શુદ્ધ પુષ્ટિ મેં જાકો વરણ હે તીનકો સાધન દશામેંભી એક સ્વરૂપકે વિષેહી દ્રઢતા ચહીએ જબ સ્વરૂપમેં દ્રઢતા ભઈ તબ આસક્તિ વ્યશન હું હોય જાયગો અન્યાશ્રય ત્યાગમેં યેહી પહેલો સાધન હે. અરૂ જબ વ્યસન લગની આશક્તિ ભઈ, તબતો સર્વદા સ્વરૂપ નેત્રનમેંહી રહત હે સ્વરૂપ યાકે પાછે પાછે ફીરતહે યહ યાહે બેઠે, ઉઠે, કછુ બાધક હોય નાંહી એક પ્રિયતમ બીના ઉનકું સહજહી સબ વિષ રૂપ લગત હે. મૂલવરણ સર્વથા નહી ફીરે હે, શુધ્ધ પુષ્ટિ માર્ગીય ભગવદીય એક સ્વરૂપ વિના ત્રીલોકીકે વૈભવકો નહી ચાહે હે, સ્વરૂપકે વીના ઈનકો સબ કછુ તુચ્છ લગત હે.
 
જો શુદ્ધ પુષ્ટિ નહી હે વહ સબનકી ગીનતી મર્યાદામેં હે – શુદ્ધ પુષ્ટિ એટલે પૂર્ણ સ્નેહ જેનો ભગવદ સ્વરૂપમાં છે. પૂર્ણ સ્વરૂપાસક્તિ છે કેવલ સ્વરૂપશીવાય લીલામાં પણ જેની રૂચી નથી તેને શુદ્ધ પુબુષ્ટિ કહેવાય છે. અવતાર લીલા સમયે પ્રભુએ જે જે લીલાઓ કરી તે કેવલ પોતાના સ્વરૂપમાંજ નિરોધ સિદ્ધ કરવા માટેજ કરી છે રાસમાં પધારેલ ગોપીજનોને લઘુરાસ પશ્વાદ્ માનમદ થવાથી પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે ઉન્મત થઈ ખોજ કરી તો પણ પ્રભુ પ્રાપ્ત ન થયા. પશ્વાદ પ્રભુની બાલ-પૌગંડ લીલા કરવા લાગ્યા તો પણ પ્રભુ પ્રકટ ન થયા. ત્યારે નિઃસાધન થઈ પ્રણય, ગુણગાન, સ્વરૂપમાંજ નિષ્ઠાવાળા થઈને કર્યું આ સમયે કેવલ સ્વરૂપ શીવાય અન્ય ભાવોનું અસ્તીત્વ નહી રહેવાથી નિત્ય લીલાસ્થ અનંત કોટી કંદર્પના લાવણ્ય યુક્ત સ્વરૂપ પ્રાદુર્ભૂત થયું, અને આ સ્વરૂપનો મહારાસમાં અનુભવ કર્યો.
 
લીલા ધર્મ છે અને સ્વરૂપ ધર્મી છે. ધર્મીને આશ્રીત ધર્મ રહે છે જેમ સૂર્યને આશ્રીત કિરણો છે. પૂર્ણ આનંદ કેવલ સ્વરૂપમાંજ રહેલો છે તેમ શ્રીમદ્ આચાર્યચરણે તૃતીય સ્કંધ સુબોધીનીજીમાં આજ્ઞા કરી છે. “ગોપીજનો પૂર્ણાનંદને પ્રાપ્ત કરીને મનોરથના આનંદને પ્રાપ્ત થયાં.”એટલે જ્યાં કેવલ સ્વરૂપનોજ અનુભવ છે, તેને શુ્ધ્ધ પુષ્ટિ કહેવાય છે, આવા પૂર્ણ સ્વરૂપ નિષ્ઠાવાળા ભક્તો દૂર્લભ હોવાથી શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે “શુધ્ધા પ્રેમણાતિ દૂર્લભા”(પુ પ્ર.મ)
 
“સ્વતંત્ર ભક્તિ માર્ગ ભિન્ન હે.”સ્વતંત્ર ભક્તિ, અનન્યતા અને શુધ્ધ પુષ્ટિ આ એકાર્થ વાચી શબ્દો છે સ્વતંત્ર ભક્તિ એટલે કેવલ સ્વરૂપમાંજ પ્રાણ અનન્યતા છે. નિષ્ઠા આ સ્વરૂપ નિષ્ઠાના પ્રાણ અનન્યતા છે. અથવા અનન્યતા વીના સ્વરૂપમાં પૂર્ણ નિષ્ઠાજ અસંભવીત છે. અનન્યતામાં અન્ય તત્વમાં અરૂચીજ હોય છે, તેનો સ્વઅનુભવજ અન્યમાં અરૂચી કરે છે, અનન્યતાનું બીજુ નામ સર્વાત્મકભાવ છે આ સર્વાત્મભાવ વિરહના અનુભવથી સિધ્ધ થાય છે, કારણકે સર્વાત્મભાવનો અથવા અનન્યતાનો સ્થાયીભાવ વિરહ છે. અને વિરહમાં અન્ય સંબંધ થતા અનન્યતા સિધ્ધ થતી નથી.
 
એટલે સ્વતંત્ર ભક્તિના પ્રાણ અનન્યતાજ કહેવાય તે અત્યંત સુંદર કથન કર્યું છે અહીં આટલું વિચારવા યોગ્ય છે કે શુધ્ધ પુષ્ટિ ભક્તનો પ્રભુમાં સહજ અનુરાગ હોય છે. તેથી પૂર્ણ સ્વરૂપાસક્ત છે. જેનો આ શુધ્ધ પુષ્ટિ ભક્તિમાં અધિકાર નથી તેણે પ્રભુની બાલ-પાંગંડ-કીશોર લીલાના શ્રવણથી પ્રભુના સ્વરૂપમાં અનુરાગની વૃદ્ધિ કરવી ઉચીત છે. તેમજ સ્વતંત્ર ભક્તિના દાતા શ્રીમહાપ્રભુજીના ચરણકમલનો દ્રઢ આશ્રય કરવાથી આપ પોતાના અંગીકૃત જનનો સંગ મીલાવી આપશે, ત્યારે તેમના દ્વારા સ્વતંત્ર ભક્તિનું દાન આપ કરશે. આવા તદીયના સંગનો મહીમા શ્રીહરિરાયચરણે પંચમ શિક્ષાપત્રમા જણાવેલો છે. “ભક્તજન પદરજ પ્રતાપે સકલ સરીયાં કાજ”આ કથનનું રહસ્ય પણ અહીં સ્મર્તવ્ય છે.
 
શુદ્ધ પુષ્ટિ ભક્ત કપટસું કર્મ કરીવેમે ગ્લાનીઓર લજ્જામાને હેઃ શુદ્ધ પુષ્ટિ ભક્તની સાધન દશામાં પણ પ્રિયતમ પ્રભુના સ્વરૂપ વ્યતિરિક્ત અન્ય સંબંધની ગંધ તેને મૃત્યું સમાન દુઃખદાઈ લાગે છે, તેવો ભક્ત કપટથી કર્મ કરવામાં કેમ ઈચ્છા જ કરે ! વેણુનાદથી રાસમાં પધારેલા ગોપીજનોને ભગવાન ધર્મનો ઉપદેશ આપી પાછા વ્રજમાં જવાનું જ્યારે કહે છે ત્યારે ગોપીજનને તેનો જવાબ આપે છે કે, હે પ્રિય ! જ્યારથી આપણા ચરણકમલનો અમને સ્પર્શ થયો છે ત્યારથી અન્યની પાસે ઠાડા રહેવાને અમે શક્તિમાન નથી. જેમ વાઘની પાસે ઉભા રહેવામાં મનુષ્યને મૃત્યુનો ભય ઉત્પન્ન થાય છે તેમ શુદ્ધ પુષ્ટિ ભક્તને અન્ય સંબંધની ગંધ પણ મૃત્યુ સદ્રશ ભય કર્તા છે.
 
એક શુદ્ધ પુષ્ટિ વિરહી ભક્તે કહ્યું છે કે “નેના તોહી ન લાજ, જગત વિષય દેખ્યો કરે, ટુટે પ્રેમકી પાજ, યાહી તેં કેનો પરે” પુષ્ટિ ભક્તિના સાધકો બરાબર સમજે છે કે મારા નેત્રોમાં મારા પ્રિયતમ શીવાય અન્યનું સ્થાન ન હોવું જોઈએ રસિક જન નેત્રોથી પોતાના ઈષ્ટ સ્વરૂપ સિવાય અન્યને જોવામાં મહાન વ્યભિચાર દોષ સમજે છે દિવ્ય પ્રેમની દુનીયાના નિયમોને શુદ્ધ પુષ્ટિ ભક્તિના ઉપાસકોએ સારી રીતે સમજી લીધેલ હોય છે. મનસા-વાચા-કર્મણા સંપૂર્ણ જીવન પ્રભુના ચરણમાં સમર્પિત ન થાય ત્યાં સુધી અધીકારી ભક્તો માટે શ્રીગોકુલેશ આજ્ઞા કરે છે કે તેને અન્ય કર્મ કરવાનો આગ્રહ કેમ કરી શકાય ? આવા અધિકારવાળો ભક્ત ભલે મુગ્ધ હોય છતાં મહાપુરૂષો તેના વરણની પહેચાન કરીને શુધ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનોજ બોધ કરે છે કારણકે મહાપુરૂષો સ્વભાવથી કરૂણાળુ છે અને મહાપુરૂષોનો ભૂતલ પ્રાદૂભાવ લીલા મધ્યપાતી મુગ્ધ જનોને નિત્ય લીલાસ્થ હરિનો શાક્ષાત સંબંધ કરાવવા માટે છે શ્રી આચાર્યચરણના આ કાર્યનો નિર્દેષ વલ્લભાષ્ટકના બીજા શ્લોકમાં શ્રીમતપ્રભુચરણે વ્યક્ત કરેલ છે. જીવની શ્રદ્ધા અને રૂચીથીજ તેના વરણની પહેચાન થાય છે.
 
શ્રીમહાપ્રભુજીકો શુધ્ધ પુષ્ટિ માર્ગ પ્રકટ કરવેકોહી આગ્રહ હે. મર્યાદા ઓર કર્મમાર્ગ પ્રકટ કરવેકો કછુહુ પ્રયોજન યા આગ્રહ નહી હે. પ્રથક શરણ માર્ગના ઉપદેષ્ટા શ્રીમહાપ્રભુજીએ ધર્મી માર્ગ પ્રકટ કરેલો છે, નિત્ય લીલાસ્થ નિકુંજ નાયક શ્રી ગોવર્ધનધરને વૈષ્ણવોને માથે પધરાવી આપી રાસસ્થ ભક્તોએ જે સુખ લીધું તેવાજ સુખનો અનુભવ કરાવવા માટે નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે, “બ્રહ્મભાવ કરતાં ભગવદીયોનું ઘર ઉત્તમ છે,”સર્વમાં વ્યાપક ભગવાનને જોવા એવા બ્રહ્મભાવ કરતા ભગવદીયને પોતાના ઘરમાં બીરાજતા ધર્મ સ્વરૂપના સેવનથી સ્વરૂપાનંદનો અનુભવ થાય છે તેથી ભગવદીયના ઘરને ઉત્તમ કહ્યું છે.
 
માથે બિરાજતા મહાન દિવ્ય સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નહી હોવાથી આપણે દિવ્ય સુખનો અનુભવ કરી શકતા નથી. નિરવધી સુખના દાતા પોતાનાજ માથે બિરાજતા હોવા છતાં આપણે અન્યત્ર આનંદની ભીક્ષા માગીએ છીએ ચોરાસી-બસોબાવને સેવ્યમાંજ સર્વસ્વતાં માની, તેથી તેઓ સ્વરૂપાનંદનો અનુભવ કરી શક્યા આધુનીકને અનુભવ નથી તેનું આજ કારણ હોવું જોઈએ.
 
વાસ્તવીકતો આ માર્ગના ફૂલનો તેમનેજ અનુભવ થાય છે કે જેઓ લીલાધામથી વિછુરેલા છે. લીલાધામથી વિછુરેલા દૈવીજીવો માટેજ શ્રીમહાપ્રભુજીનો ભૂવિતલમાં પ્રાદુર્ભાવ થયો છે શ્રીયમુને ઓર પ્રાણપતિ, પ્રાણ ઓર પ્રાણસૂત. ચહુજન જીવ પર દયા વિચારો જેસો પ્રભુનકો સ્વરૂપ હે તેસેહી ઉનકી સૃષ્ટિ હે જ્યાં જેવી સૃષ્ટિ ત્યાં તેવી લીલા. અને જ્યાં જેવી લીલા ત્યાં પ્રભુનું તેવું સ્વરૂપ. લીલા ભેદે સ્વરૂપનો ભેદ થાય છે વ્રજ, મથુરા અને દ્વારકાજી, ત્રણે સ્થાને કૃષ્ણ સ્વરૂપ એકજ પણ ત્રણે સ્થાનની લીલા જુદી જુદી તેથી એકજ સ્વરૂપ હોય છતાં લીલાભેદે સ્વરૂપનો ભેદ સમજવો. [વ્રજમાં આધિદૈવીક, મથુરામાં આધ્યાત્મિક અને દ્વારકાજીમાં આધિભૌત્ક] આ રીતે જ્યા જેવી સૃષ્ટિ ત્યાં તેવી લીલા, અને જ્યાં જેવી લીલા ત્યાં પ્રભુનું તેવું સ્વરૂપ.
 
વ્રજમાં પણ પ્રતિબંધોની નિવૃત્તિ માટે વ્યુહ સ્વરૂપથી લીલા અને વ્રજભક્તોના અનુરાગની વૃદ્ધિ માટે શુધ્ધ રસાત્મક લીલા કરી છે. અગ્નિકુમારિકાને વસ્ત્રદાન પશ્ચાત ભગવાન સખાઓ સાથે પધારે છે ત્યાં વૃક્ષોના ધર્મોથી સખાઓને પરમાર્થ ધર્મનો ઉપદેશ આપે છે. ત્યાંની શ્રીસુબોધીનીજીમાં શ્રીઆચાર્યચરણ જઆજ્ઞા કરે છે કે, “દંપતિ વૃન્દાવનસિં દૂર ચલે ગયે” આનું તાત્પર્ય આપશ્રી જતાવે છે કે વૃંદાવનસ્થ શ્રીસ્વામીનીજીઓ તો એમજ સમજે છે કે અમારૂં સર્વસ્વતો કેવલ ધર્મી સ્વરૂપજ છે, અર્થાત પરમાર્થ ધર્મ આ વૃંદાવનસ્થ શ્રીસ્વામીનીજી વૃમ માટે નથી સખાઓને પરમાર્થનો ઉપદેશ અનિરૂધ્ધ વ્યૂહના આવેશથી પ્રભુ કરી રહ્યા છે, આમ વ્રજની લીલામાં પણ વ્યુહ અને શુદ્ધ ઉભર્ય પ્રકારની લીલા છે, શુદ્ધ સ્વરૂપની પહેચાન શ્રીહરિરાયચરણ શિ. 38ના શ્લોક નવમાં કરાવે છે કે શ્રીકૃષ્ણ તું કેવલ લીલાં કરોતિ રસ રૂપીણીમ્ શ્રીકૃષ્ણતો કેવલ રસરૂપજ લીલા કરે છે.
 
પુષ્ટિ પ્રભુની ભૂતલમાં લીલા કરવાની ઈચ્છાથી લીલાસ્ય ભક્તોનો આપે ભૂતલમાં પ્રાદૂર્ભાવ કર્યો અને તેમના ઐશ્વર્યાદિ ધર્મો તિરોહિત કર્યા તેથી તેમનામાં જે માયાના ધર્મો દેખાય છે તેતો ભગુવદ ઈચ્છાથી રહેલા છે, વાસ્તવીક નથી તેથી તે જીવો મર્યાદા નથી. મર્યાદા નથી એટલે પુષ્ટિ પ્રભુના સાક્ષાત સ્વરૂપાનંદના અધિકારી છે. તેને સમજાવવા આગળ કહે છે.
 
“જેસે વિપ્રયોગી ભક્તકો પ્રભુન કે સાક્ષાત સ્વરૂપકો સંબંધ નહી હે સો કહા ? સ્વરૂપકી અપ્રાપ્તિકે સમયમેં અન્ય મર્યાદા ધર્મ કે વિષે અનુસરેંગે ? મથુરા પધાર્યા પશ્ચાત વ્રજભક્તોને પ્રભુનો સાક્ષાત સંબંધ નથી. તેઓ વિપ્રયોગમાં સ્થિત છે તે સમયે ઉદ્ધવજી વ્રજમાં આવી ભગવાન સર્વત્ર વ્યાપક છે એવો મર્યાદા જ્ઞાનોપદેશ આપે છે તો પણ ગોપીજનો આ મર્યાદા જ્ઞાનોપદેશનો સ્વીકાર કરતા નથી. આજ આશયની સંગતીથી શ્રીઆચાર્યચરણ સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે, “જ્ઞાનામપિ વાક્યેન ન ભક્ત મોહ યિષ્યતિ” વિષ્ણુની માયા જ્ઞાનીને મોહ કરે છે. સાક્ષાત ધર્મી સ્વરૂપમાં નિષ્ઠાવાળા ભક્તને વિપ્રયોગ કાલમાં પણ મર્યાદા ધર્મ રૂપ વ્યાપક બ્રહ્મનો સ્વીકાર કરતાં નથી. રતિપથના આચાર્ય શ્રી મહાપ્રભુજીને જે શુધ્ધાવ્દૈત ભાવ અપેક્ષીત છે. તેનું વર્ણન વેણુગીતમાં “અક્ષણ્વતાં ફલમિદં, ન પરં વિદામ”એ શ્લોકમાં અને ભ્રમર ગીતમાં ઉધ્ધવજી અને ગોપીજનોના સંવાદમાં કરેલું છે. આ સંવાદના આશયને મહાનુભાવ સૂરદાસજી એક પદમાં જણાવે છે-
 
નાહીન રહ્યો મનમેં ઠોર ।
નંદનંદન વિન કેસે કર આનીયે, ચિત્ત ઓર ।।1।।
ચલત ચિતવત દ્યોસ જાગત, સ્વપ્ન સોવત રાત ।
હદયતેં યહ મદન મૂરતિ, છિન ન ઈત ઉત જાત ।।2।।
કહત કથા અનેક ઉધો, લોભ લાખ દિખાય ।
કહા કરે ઘટ પ્રેમ પૂરણ, બિન્દુ નહી સમાય ।।3।।
શ્યામ ગાત સરોજ આનંન, લલિત ગતિ મૃદુહાસ ।

“સૂર” એસે દરસકો યહ, મરત લોચન પ્યાસ ।।4।।

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.