“સત્સંગ”
spacer
spacer

લે. કિંકર

સત્સંગનો મહિમાં બતાવતાં પ્રભુ પોતે એકાદશ સ્કંધના હારમા અધ્યાયમાં ઉદ્ધવજી ને કહે છે કે –
 
ન રોધપતિ માં યોગો ન સાંખ્યં, ધર્મ ઉદ્ધવ
ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટા પૂર્તંન દક્ષિણા
વ્રતાની યજ્ઞચ્છદાંસિ તીર્યાનિ નિયમાયમા
યથાવરુંધ સત્સંગઃ સર્વ સંગાપહોહિમામ્
 
અર્થ – “યોગ, સાખ્ય, ધર્મ, કર્મ, સ્વાધ્યાય, તપ અને ત્યાગ અથવા વાવ, કુવા, ધર્મશાળા અથવા આરોગ્યભવનો બંધાવવા, અથવા મોટી મોટી દક્ષિણાઓ આપવી, વ્રત કરવાં, છંદો ગાવા તીર્થોમા ફરવું, તેમજ નિયમો અને યમો પાળવા એ બધું ઠીક છે, પણ અનેક દોષો અથવા અનેક પ્રાકરની આસક્તિઓનો નાશ કરનાર સત્સંગથી જેવો હું વશ થાઉં છું એવો હું કોઈથી વશ થતો નથી”(શ્લોક-1-2)
 
આ ઉપરથી નક્કી થાય છે કે પ્રભુ પ્રાપ્તિનું મુખ્ય સાધન સત્સંગજ છે. અને પ્રભુ પોતેજ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં આજ્ઞા કરે છે કે “હે ઉધ્ધવ !”સત્સંગ દ્વારા પ્રાપ્ત થતા ભક્તિયોગ વીના સંસાર તરવાનો બીજો કોઈ ઉપાય નથી. કારણકે હું સંતપુરૂષોનો મહાન આશ્રય છું. એટલે મને પામવામાં સત્સંગ અંતરંગ સાધન છે”દયારામભાઈ પણ ભક્તિપોષણમાં કહે છે કે –
 
“સંત્સંગ સર્વનો સાર છે, તેનો મૂઢ ન જાણે મર્મ.
અદીપ દીપ મળ્યો થયો દીપ, સમતા મળી વણ શ્રમ.
શ્રમ વિના શ્રીનાથ મિલાવે કલ્પનું કામ તો પલકે સરાવે,
જ્યમ નીચ નીર મળનાં ગંગેગંગ, એમ સમોવડ દે સત્સંગ
 

 

સત્ પુરૂષોનો સગ સર્વ વસ્તુના સારરૂપ રહેલો છે. કલ્પ જેટલા લાંબા ગાળે જે કાર્ય સરવાનું હોય તે સત્સંગથી પલક વારમાં પાર પડે છે. નીચ પુરૂષ પણ સત્ પુરૂષોનો સગ (સત્સંગ) કરે તો તે પણ સત્ પુરૂષ બની જાય છે.
 
સત્સંગ સુખની આગળ સ્વર્ગ અને મોક્ષ પર્યંતના સુખો પણ તુચ્છ છે
 
કંઈ ન સમજીએ તો પણ સત્સંગના બારણે પડ્યા રહીએ પડતા આખડતા પણ ત્યાં હાજર રહીએ સત્સંગના સ્વામી ભગવાન પોતેજ છે. રાજાને બારણે કોઈ નિર્ધન હંમેશા સલામ ભરવા જતો હોય તો કંઈ દિવસ રાજા રીઝે છે અને નિર્ધનને ધનવાન બનાવી દે છે. તો પ્રભુ તો રાજાઓના પણ રાજા છે વળી પ્રભુ એટલા બધા દયાળુ છે કે- ‘‘અપિ ચેત્સુ દુરાચારો ભક્તે મામ અનન્ય માકે’’ ‘‘ગમે તેવો દુરાચારી પણ જો મને અનન્ય ભાવથી ભજે તો હું તેનો ઉધ્ધાર કરૂં છું” માટે આત્મ ઉન્નતી કરવી હોય તો સત્સંગ કરવો જોઈએ.

“હે ઘડી જીવ્યા”નો બસો બાવન વૈષ્ણવોની વાર્તાનો પ્રસંગ તેમજ ચોરાશી વૈષ્ણવના વાર્તા પ્રસંગો સત્સંગનું મહાત્મ્ય સારી, રીતે બતાવે છે શ્રી હરિરાયજીની સર્વ સિદ્ધાંતનાસારરૂપ આજ્ઞા મુજબ ભક્તિ ભાર્ગમાં ભાવ મુખ્ય છે. પુષ્ટિભક્તિ માર્ગતો કેવળ ભાવનાનો જ માર્ગ છે. ભાવે પરાધીન બને હરિ પ્રભુને મેળવવા માટે ભાવ મુખ્ય છે. તે ભાવ કેવી રીતે થાય, તે માટે શ્રી હરિરાયજી જીવ ઉપર કૃપા કરી શકે છે કે સત્સંગ વિના ભાવ કદાપી પ્રાપ્ત થઈ શકશે નહિ. વસ્તુતઃ સત્સંગજ મુખ્ય છે. સત્સંગ વીના ભાવ નહિ, ભાવ વિના ભક્તિ નહિ, અને ભક્તિ વીના ભગવાન નહિ.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.