શ્રી વલ્લભનું સ્વતંત્ર પ્રમેય સ્વરૂપ
spacer
spacer

- પ.ભ.શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ

આપના પ્રતિનિધિ સ્વરૂપના વિષયમાં પૂર્વ પત્રોમાં સમાધાન થઈ ગયું છે તે મુજબનો નિશ્ચય કરવો.
 
આપનું સ્વતંત્ર પ્રમેય સ્વરૂપ નિજ અંતરંગ જનોમાં જ વેદ્ય છે. પુષ્ટિ પ્રવાહ અને પુષ્ટિમર્યાદાજનોને પણ અવેદ્ય છે તો અન્યની શું વાત કરવી ?
 
શ્રી વ્યાસસૂત્ર ભાષ્યના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે આ સ્વરૂપ પુષ્ટિની મર્યાદાથી પણ અવેદ્ય-દુર્ગેય છે. શ્રીપુરૂષોત્તમજી પ્રકાશકારે શ્રીવલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરી છે કે, જેમ સારસ્વત કલ્પમાં અવતાર સમયે મૂલ સ્વરૂપ પ્રસિધ્ધ પુરૂષોત્તમમાં ગોપ્ય હતું, તેમ આપના પ્રતિનિધિ પ્રાકટ્ય સ્વરૂપને બતાવીને મૂલ સ્વરૂપને ગોપ્ય રાખ્યું છે. આપનું અવ્યક્ત મધુરતર સ્વરૂપ નિજ અંતરંગ શ્રી દમલાજી આદિને જ અનુભવ વેદ્ય છે તેમ કહ્યું છે વળી સપ્ત શ્લોકીની ટીકાઓ જોતાં પણ ભૂવિ પ્રાકટ્ય સ્વરૂપ જ મૂલ સ્વરૂપ છે તેમ આપણને સમજી શકાય છે, તેથી તેમાં સંદેહ નહી કરવો.
 
મનનનું મહત્વ
 
અલૌકિક સામર્થ્યના લેખનને બે ચાર વખત ગંભીરતાથી અવલોકી તેનો અભિપ્રાય પાઠવશો. શ્રવણનું મનન થવું ઉચિત છે જેમ અન્નનો આહાર જઠારગ્નિ પચાવી રસ-રક્ત તૈયાર કરી શરીરમાંશક્તિમું આદાન કરે છે, તેમ શ્રવણ, આત્માનું અન્ન છે તેનું મન નૂતન ભાવ સંપદાને પ્રકટ કરી આત્માને પુષ્ટ કરે છે. મનન જો ન થાય તો અપકવ અન્ન રસ રક્તાદિને બનાવ્યા વગરજ જેમ મળ દ્વારે અધોગત થઈ જાય છે, તેમ મનન વગરનુ શ્રવણ આત્મશક્તિપ્રદ નહી બને. આ મનન પછી તે તત્વના સાક્ષાત્કાર માટે જે આર્તતા ઉત્પન્ન થાય છે તેને વૈદિકમાં નિદિધ્યાસન કહેલ છે. આ નિદિધ્યાસનનું પર્યાય ચિંતન છે સ્વરૂપ, સ્થાન, અને લીલાસહ ચિન્તનમાં સલગ્ન રહેવાથી જેનું શ્રવણ કર્યું છે તેનો સાક્ષાત્કાર થાય છે. નિદિધ્યાસન એ અંતરંગ સાધન છે. એકજ ધ્યેય સ્વરૂપનો નિર્ણય કરીને તે ધ્યેય સ્વરૂપ, તેનું સ્થાન, અને તેની લીલા, આમ ત્રિવિધ પ્રકારના ચિંતનથી આપણું અન્ત:કરણ ધ્યેયના આકારને પ્રાપ્ત કરી “વિભુ”બને છે. એટલે કે ત્રિવિધ પ્રકારના ધ્યેય તત્વવાળુ આપણું અતઃકરણ બને છે જેમ નિર્મળ જળાશયોમાં ચન્દ્રમાં સહ આકાશનું નિર્મળ થયેલા આપણા અન્તઃકરણમા ત્રિવિધ પ્રકારના ધ્યેય તત્વનો સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કારની સાધન સંપદા શ્રી વ્યાસ સૂત્ર ભાષ્યમાં નિમ્ન પ્રકારે આપેલી છે સર્વત્ર પ્રસિદ્ધીપદેશ અધિકરણ સૂત્ર ‘સર્વત્ર પ્રસિધ્ધોપદેશાત્’ (1-2-1) ઉપરોક્ત ભાષ્યની પંક્તિઓમાં સાક્ષાત્કારની પ્રક્રીયા બતાવી છે.
 
શ્રવણનો પ્રકાર –
આપનો પ્રશ્ન-ભક્તિવર્ધિનીમાં આપે આજ્ઞા કરી છે કે- “શ્રવણાદૈયતેત્ સદા”તો શ્રવણ માટે તમારો શો અભિપ્રાય છે ? પ્રત્યુતરમા લખવાનું જે, આપે આજ્ઞા કરી તે શ્રવણ ફલરૂપ છે. સ્વરૂપ નિષ્ઠા સહ શ્રવણની આજ્ઞા છે, કારણકે આપે ધર્મીમાર્ગ પ્રકટ કર્યો છે, તેના સૂચક નામો “ભક્તિમાર્ગે”સર્વમાર્ગ- વૈલક્ષણ્યાનુભૂતિ કૃત્”અને :પ્રથક્ શરણમાર્ગોપદેષ્ટા”પૃથા પુત્રને શરણના ઉપદેશ મર્યાદાવિધિનો છે. આપ પુષ્ટિ શરણના ઉપદેશક છે, તે સ્વરૂપના ઘનીષ્ટ સંબંધ યુક્ત છે. તેથી સ્વરૂપ નિષ્ઠા સહ આપણું શ્રવણ હોવું જોઈએ.
 
શ્રુતિઓ તે રસોવૈસઃનુ ગુણગાન કરનારી છે તે પહેલાં શબ્દ બ્રહ્મનુંજ ગુણગાન કરતી હતી. આ ગુણગાને કરીને તેનું લક્ષ સ્વરૂપમાં પહોચ્યું, અને સ્વરૂપના સાક્ષાત દર્શનની અભિલાષા સહ ગુણગાન કરવા લાગી, જેના ફલરૂપે સ્વરૂપના તેમને દર્શન થયાં, અને વરદાન પ્રાપ્ત કરી ગોપી રૂપે પ્રકટ થઈ. પછી વરદાનીક સ્વરૂપનું કલ્પપર્યંત ધ્યાન કર્યું. ત્યારે લીલાસહ પ્રભુનું પ્રાકટ્ય પછી વેણુગીત પ્રસંગે તેમને સ્વરૂપનો અનુભવ કર્યો. નાદમાં રસાત્મક ભાવાત્મક સ્વરૂપ રહેલું છે. તેનું વેણુગીતમાં ગાન કરી રહ્યા છે, પરંતુ સ્વરૂપના અનુભવ સહિતનું જે ગાન કરે છે તે કથનની પુષ્ટી-“અક્ષણ્વતાં ફલં ઈદમ્ ન પરં વિદામઃ”આ પંક્તિથી થાય છે.
 
“સ્વમાર્ગીય ભાવના સ્વરૂપનિર્ણય”
 
નામના ગ્રંથમાં શ્રીહરિરાય ચરણોએ આજ્ઞા કરી છે કે, જેને સ્વરૂપનો કંઈ અનુભવ નથી તેણે પ્રથમ યોગીવત સ્વરૂપનુ ધ્યાન કરવું. આત્મ નિવેદનીઓએ આ સ્વરૂપ ભાવના અવશ્ય કરવી તેવી આજ્ઞા કરે છે આ આજ્ઞા ગોપીજનોના કલ્પપર્યતના ધ્યાનની સંગતી જોડી ને કરેલી છે. નિરોધ લક્ષણમાં પણ “હરિમુર્તિઃ સદા ધ્યેયા સંકલ્પાદપિ તત્રહિ”આપે આજ્ઞા કરી છે તો સ્વરૂપ નિષ્ઠા સહ શ્રવણ નિજ્જનોને અપેક્ષિત છે. પુષ્ટિ સૃષ્ટિ સ્વરૂપાનંદની જ થાય છે. વળી પ્રમેય બલ સ્વરૂપમાં જ રહેલું છે.
 
ગાયત્રી ભાષ્યમાં શ્રીગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે “તસ્માદસ્મિન્પુષ્ટિ ભક્તિમાર્ગે” આદૌ સાક્ષાત્ શ્રી યશોદોત્સંગ લાલિત સ્વરૂપ ભાવનૈવ કાર્યા, તસ્યાઃ સર્વાવિદ્યાનાશકત્વાત્ અનુસંધાન માત્ર વિસ્મારકત્વાત્, ઉત્તરશૃંગાર રસાનુભવ વિધાયકત્વાત્ સ્વરૂપમેવાવિદ્યાનાશકં, તદિતરો નિખિલ પ્રપંચ મધ્યગત સોપાધિક પદાર્થે તિરોધાયકત્વાત્ તદેવ ભજનીયમિતિ, સર્વમનવદ્યં, પ્રમેયબલમેતત્”
 
“સર્વાવિદ્યાનાશકત્વાત્”અહી જે “સર્વ”શબ્દ છે તેનું સ્વારસ્યઃ જેમ સ્વરૂપ પ્રાપ્તિમાં અવિદ્યા બાધકરૂપ છે, તેમ ધર્મીસ્વરૂપને ભૂલાવી દેનારી વિદ્યા પણ બાધક રૂપ છે. સ્વરૂપને પ્રાપ્ત કરાવનારી વિદ્યાનું નિરૂપણ પંચપર્વાત્મીકા પ્રકારે વણુગીતમાં કરેલું છે. તે વિદ્યા નિત્યલીલા સ્વરૂપના સંબંધવાળી અને નિત્યલીલા સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરાવનારી છે. ગાયત્રી ભાષ્યની ઉપરોક્ત પંક્તિમાં શ્રીગોકુલેશ પ્રભુએ સિધ્ધાંતને વલોવીને તૈયાર નવનીત નિજ્જનો સમક્ષ રાખેલું છે, પરંતુ મારી જેવા કૃતધ્નીને મહત સ્વરૂપના શ્રમની કંઈ કદર થતી નથી !
 
“અક્ષણ્વતાં ફલ ઈદ”કહેનારા-શ્રી વ્રજરત્નાઓ પ્રભુના આત્મા સુધીની ગતિને જાણનારા છે. કારણકે દુર્લભ એવી ‘સર્વાભોગ્યા સુધા’નુ તેમને દાન થયુ છે. વળી મુખ્ય શ્રી સ્વામિનીભાવને પૂર્ણ પણે પ્રાપ્ત કર્યા પછી “મુખ શશી કોટી વીકટ ગઢ ગાઢે, મન નહી કરત પ્રવેશ-“તેવા વિકટ ગઢમાં પણ તેમને પ્રવેશ છે. પરંતુ આ મહાન અભ્યુદ્ય શ્રી વ્રજરત્નાઓએ કેવી રીતે મેળવ્યો તે વિષય વિચારણીય છે.
 
ગોપીનાં પરમાનન્દ આસીદ્ ગોવિંદ દર્શને,
ક્ષણં યુગશતમિવ યાસાં યેન વિના ભવત્
(સુ.10-16-16)
 
અને –જનાસ્તાપં જહુગોપ્યો ન કૃષ્ણહૃત ચેતસઃ (10-17-45)
 
મારી જેવાં વંચક અને સિદ્ધાંતની ગડમથલમાં રાચનારાને આ તાપક્લેશાનંદના મહાન અભ્યુદ્યની સંભાવના ક્યાંથી ?

“શ્રવણાદૌયતેત્સદા”તે વાક્યની સિમિતતા વ્યસનભાવ સુધી છે. વ્યસનભાવમાં શ્રવણ છુટી જાય છે. કારણકે સ્વરૂપ વિયોગ વ્યથા અસહ્ય છે તેમાં સ્વરૂપ જ અવલંબન રૂપ છે, જહાજના પક્ષી જેવી મનની સ્થિતિ થઈ જાય છે, તેથી વારંવાર સ્વરૂપ ધ્યાનથી સ્વરૂપનુંજ તે સમયે અવલંબન બને છે. વળી ‘બીજભવે દ્રઢે તુ સ્યાત્ ત્યાગાચ્છ્રવણકીર્તનાત્”અહી ત્યાગનું પણ વિધાન છે. “ત્યાગ”અને “શ્રવણ-કિર્તન”એમ બે પક્ષ રહેલા છે. સાધન દશામાં શ્રવણ કિર્તન ભાવ બીજને દ્રઢ કરી વ્યસન અવસ્થા સિધ્ધ કરે; પ્રશ્ચાત્ ત્યાગ છેઃ

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.