સત્સંગ સૌરભ
spacer
spacer

પ.ભ. શ્રી.....ચરણરજ કિંકર

પ્રિય મિલનની સાધનમાં એકાન્ત અને ચિતની એકાગ્રતાની અતિ આવશ્યકતા છે. આપણે સ્વયં અને આપણા પ્રિયતમ ઉભય સિવાય ત્રિજાનો આ સાધનાને પ્રવેશ થઈ શકતો જ નથી. આ સાધનાને સમજવા માટે દ્રષ્ટાંત નીચે મુજબ છે-
 
બે સ્નેહી મિત્ર હતા. તેમાં એક ચિત્રકાર હતા. તેમણે પોતાના પ્રિય મિત્રનું એક સમયે ચિત્ર ઉતારવું શરૂ કર્યું. ઉતારીને પોતાના મિત્રને બતાવ્યું. પરન્તુ મિત્રની પ્રસન્નતા ન જોવાઈ તેનું કારણ ચિત્તની એકાગ્રતા પૂર્વક ચિત્ર ઉતારેલું નહી હોવાથી ચિત્રમાં ચિત્રકાર મિત્રનું પ્રતિબિંબ ન દેખાયું.
 
હવે ચિત્રકાર મિત્રે કાળજી વધારીને ફરીને ચિત્ર ઉતારવું શરૂ કર્યું. ઉતારીને મિત્રને બતાવ્યું તેમાં પણ પૂરી પ્રસન્નતા ન દેખાણી. તેનું કારણ ચિત્રને પોતાના મિત્રને દેખાડવા આવવા પૂર્તિ સ્મૃતિ રહી. પોતાનું અસ્તીત્વ ભૂલીને મિત્રરૂપ બની ન ગયા તેથી પ્રેમની શિખર કોટિ “તન્મયતા”માં હજુ કસર છે. તેથી મિત્રે પુરી પ્રસન્નતા ન બતાવી. જેનું ચિત્ર ઉતરે છે તે મિત્ર દિવ્ય પ્રેમની સર્વોત્કૃષ્ટ સ્થિતિ કે જે પોતાને ભૂલીને પ્રિય બની જવાય છે એવી સ્થિતિએ ચિત્રકાર મિત્રને પહોંચાડવા ચાહે છે તેથી આ સ્થિતિમાં હજુ કસર હોવાથી પૂરી પ્રસન્નતા ન બતાવી.
 
હવે ચિત્રકારે ફરી ચિત્ર ઉતારવું શરૂ કર્યું, તેમણે વિચાર્યું કે મિત્રની પ્રસન્નતા મેળવવી એજ પ્રણય જીનનની ધન્યતા છે કારણકે ચિત્રકાર મિત્ર પણ દિવ્ય પ્રેમના સર્વોત્કૃષ્ટ (ઊંચા) સિધ્ધાંતોને જાણતા હતા તેથી તેમણે પૂરો ઉત્સાહ અને ચિત્તની સંપૂર્ણ એકાગ્રતા પૂર્વક ચિત્ર ઉતારવું શરૂ કર્યું. ચિત્રકારને પોતાના મિત્રમાં શુધ્ધ પ્રેમ તો હતોજ. આ દિવ્ય પ્રેમની સાથે સૌન્દર્યતા છુપાયેલ રહે છે તેથી તેમના મિત્રના ચિત્રને સૌન્દર્યથી સજાવી દીધુ ચિત્ર પુરૂ થતા તેના મુખને નિહાળ્યું. સૌન્દર્યના ખજાના રૂપ મિત્રના મુખ સૌન્દર્યને જોઈને તેનાં સૌન્દર્ય પાનમાં ચિત્રકાર ડૂબી ગયા. [રસિકો સૌન્દર્ય ઉપાસક સૌન્દર્ય પીપાસું હોય છે] પોતાનું અસ્તીત્વ ભૂલીને પ્રિય મિત્રરૂપ બની ગયા જેવું ચિત્ર અચલ હતું તેવી અચલતા ચિત્રકાર મિત્રની બની ગઈ. બહાર મિત્ર છે તેની સ્મૃતિ પણ ન રહી. કારણકે બહાર મિત્ર છે તેવો ખ્યાલ તો પોતે પોતાના મિત્રથી જુદા હોય ત્યારેજ રહે પરંન્તુ પોતે તો પોતાપણું ભૂલિ ગયા છે તેથી મિત્રને ચિત્ર દેખાડવાનું રહ્યું નહી આજ સમયે તેના પ્રિય મિત્રે ચિત્રકારને ગાઢ આલિંગન આપ્યું. આ “ગાઢ આલિંગન”નો અર્થ એક એકમાં સમાઈ ગયા. ચિત્રકાર મિત્રરૂપ બની ગયા. અને મિત્ર ચિત્રકાર રૂપ બની ગયા.
 
ત્રીજા સમયે ચિત્રકાર જ્યારે બહાર ચિત્ર ઊતારતા હતા, તે સમયે મિત્રનું ભાવાત્મક ચિત્ર સ્વરૂપ ચિત્રકારના અન્ત:કરણમાં પણ ચિત્રાતું જતું. બહાર ચિત્ર પુરૂ થયું તેની સાથે અન્ત:કરણમાં પણ પુરૂ થયું. અન્ત:કરણ મિત્રના રૂપના આકારવાળું બની ગયું. તેથી પોતાના અસ્તીત્વને ભુલીને મિત્ર રૂપ બની ગયા.દિવ્ય પ્રેમની આ સર્વોત્કૃષ્ટ અવસ્થા છે. અથવા પ્રણય સાધનનો આ વિજય છે. આવા સર્વોત્કૃષ્ટ પ્રેમની અવસ્થાનું વર્ણન રસિક મહાનુભાવ નંદદાસજીએ “પંચમંજરી”માં કરેલું છે-
 
શ્યામા શ્યામ રટત શ્યામા શ્યામ ભઈ ।
શ્યામ પૂછત અપની સખીસોં શ્યામા કહાં ગઈ ।।
 
શ્રી સ્વામિનીજી પ્રિયતમ શ્યામના નિરતિશય સૌન્દર્ય પાનથી શ્યામ મય બની ગયા. પોતાના અસ્તીત્વને ભૂલી જવાથી અંતરંગ સખી લલિતાજીને પૂછે છે કે “શ્યામા કહાં ગઈ”આ દિવ્ય પ્રેમની સર્વોત્કૃષ્ટ-શિખર અવસ્થા છે.
આવાજ પ્રકારનું વર્ણન પ્રેમ રસની ખાંણસમા રસિક રસખાનજીએ “પ્રેમવાટીકા” નામની પોતાની કૃતિમાં કરેલું છે-
 
અક્થ કહાની પ્રેમકી જાનત લૈલી ખુબ ।
દો તનહુ જહાં એક મન,મન મિલાઈ મહબુબ ।।
દો મન એક હોતે સૂન્યો વૈ વહ પ્રેમ ન કહાહિ ।
હોય જબે વ્દે તનુહી ઈક સોઈ પ્રેમ સરાહિ ।।
 
દિવ્ય પ્રેમની અક્થ કહાનીને રસિક રસખાનજી ગાય રહ્યા છે કે લૈલા પ્રેમ તત્વને ખૂબ જાણતી હતી. તેણે મજનુ સાથે પ્યાર જોડીને મજનુના મનમાં પોતાના મનને મીલાવી દીધું બે મન એક થઈ ગયા પરન્તુ રસખાનજી કહે છે કે હજુ આ પ્રેમમા કસર છે.
 
હવે પ્રેમની શિખર અવસ્થાને બીજા દોહાથી જણાવે છે કે બે પ્રેમીઓના એક દેહ બની જાય, પોતે પોતાને ભૂલીને પ્રિય પાત્ર રૂપ બની જાય આવો પ્રેમ શિખર કોટિનો હોવાથી રસખાનજી તેની સરાહના કરે છે. પ્રિય ભાઈ ! ઉપરોક્ત પ્રણય સાધનની શિખર કોટિએ પહોંચવામાં ચિત્રકારની જેમ એકાન્ત અને એકાગ્રતાની અતિ-આવશ્યકતા છે. પ્રિયતમપ્રભુ અને આપણે એમ ઉભય સિવાય અન્યનો સંબંધ કે સ્મૃતિ આ પ્રેમની શિખર કક્ષાએ પહોંચવામાં ઘાતક બની જાય છે. તેથીજ એક પ્રણયી કહે છે કે-
 
પ્રેમી પરિચય ના કરે એક શ્યામ બિન અન્ય ।
જગમાં સુતા જાગતા પ્રભુમાં પ્રેમ અનન્ય ।।
 
પ્રણયની એકાંગી સાધનામાં પ્રિય પ્રભુ સિવાય અન્યનો સંબંધ કે સ્મૃતિ મૃત્યુ સમાન દુઃખદાઈ છે-તેથી ઉપરના દોહામાં પ્રિયતમ સિવાય અન્યના સંબંધનો નિષેધ કરેલો છે.
 
શ્રીમત્પ્રભુચરણોએ પણ વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરી છે-
અહં કુરંગી દ્રગ ભંગીતાંગીકૃતોડસ્મિ યત્ ।
અન્ય સંબંધ ગંધોડપિ કં ધરામેવ બાધતે ।।
 
“હરણીના નેત્રો સમાન છે નેત્રો જેમના તેવા શ્રી વ્રજપ્રિયા ગોપીજનોના સંગી પ્રિયતમ પ્રભુએ જ્યારથી મારો અંગીકાર કર્યો છે, ત્યારથી અન્ય સંબંધની ગંધથી પણ મૃત્યું જેવું દુઃખ થાય છે”પ્રણય પથીકો માટે આ સૂચન શ્રીમત્પ્રભુચરણોએ કરેલું છે.
 
આપે પત્રમાં જણાવ્યું કે “શ્રી ઠાકુરજી ને પોતાનાથી દૂર ને દૂર કરી રહ્યા છે, અને કરશે તેવો ભય મને રહ્યા જ કરે છે. અને આજે મને લાગે છે કે હું તેમનાથી દૂર ફેકાઈ ગયો છું. આ જીવનમાં તેમને નહી પ્રાપ્ત કરૂ”આ પ્રકારે આપે પત્રમાં સૂચિત કર્યું. તેના પ્રત્યુંત્તરમાં- પ્રિયના વિયોગાનુભવમાં આવીજ સ્થિતિ બનતી હોય છે. પ્રણયના વિરહ સાગરમાં આશા-નિરાશાના તરંગો ઉઠતા જ રહેતા હોય છે. પ્રેમીનું મન પ્રિય વિયોગ સમુદ્રમાં ડૂબે છે ને બહાર આવે છે. જ્યારે ડૂબે છે ત્યારે પ્રિયથી મનની જુદાઈ નહી હોવાથી વિયોગ વ્યથા સતાવતી નથી. પરન્તું જ્યારે બહાર આવે છે ત્યારે પ્રિયનો પ્રત્યક્ષ સંબંધ નહિ હોવાથી અને ચોતરફ વિરહાગ્નિ સમુદ્રનું સલીલ (જલ) જ દેખાતું હોવાથી આ પ્રણયીને નિરાશાનો તરંગ ઉત્પન્ન થાય છે આમ આશા નિરાશામાં તેનું પ્રણયી જીવન વ્યતીત થતું હોય છે. નિરાશા થવા છતાં પ્રિય મિલનની અમર આશા તેની હદય કંદરામાં છુપાયેલી હોય છે-તેથી પ્રણય સાધના બંધ પડી જતી નથી. તેથીજ કહ્યું છે કે-
 
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે”શ્રીમત્પ્રભુચરણ વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે-
 
આશાતૃણાવલંબેન ત્વદ્ વિયોગાબ્ધિ વારિધમ્ ।
અનુગ્રહ ગરિષ્ટોડતિ તરામિહ તરામ્યહમ્ ।।
(વિ. 1-7)
 
“હે ગોકુલેશ્વર ! આપના વિયોગ સમુદ્રને આપના અતિશય અનુગ્રહોથી (પ્રિય મિલન થશેજ તેવી) આશા રૂપી તૃણના અવલંબને તરી રહી છું અને તરી જઈશ”વિરહ સમુદ્રમાં નિરાશાના તરંગ-ભાવો ઉઠતા રહેતા જ હોય છે. છતાં પ્રિય મિલન માટેની અલ્પ તણખલા જેવી આશા તેના હદયમાં છુપાયેલી અમર આશામાંથી મળતી રહેતી જ હોય છે.
 
‘હે પ્રિય ! હું નિશ્ચચપૂર્વક જાણુ છું કે આપનું મિલન થશે જ છતાં આપના વિયોગ વ્યથાની પુકાર બંધ પડતી નથી.’આ ભાવાર્થનો શ્લોક નીચે મુજબ-
 
અંબુદસ્ય સ્વભાવોડયં સમયે વારિ મુંચતિ ।
તથાપિ ચાતક ખિન્નો રટત્યેવ ન સંશય ।।
(વિ. 1-8)
 
ચાતક જાણે કે નવઘનનો એ સ્વભાવ છે કે સમયે સ્વાતિ જલની વર્ષા કરે જ છે. છતાં વિયોગથી વ્યથીત થતો અને પ્રિયમિલન માટે અધીર બનતો ચાતક પિયુ પિયુની પુકાર કરતો જ રહે છે. નવઘન પ્રણય વારિ (જલ) ની વર્ષા કરવામાં વિલંબ કરે છે તેનું કારણ ચિત્રકારની જેમ પોતાના રૂપમાં ચાતકને તન્મય કરી દેવો છે. આવી ચાતકની સ્થિતિમાં કસર હોવાથી મિલનમાં વિલંબ કરે છે.
 
ઘનહી જીવન પ્રાણ ઘન સો પ્રીત ઘન પતિવર ।

ઘનકો સુમરણ ધ્યાન ઘન ઘન રટતે ઘન ભયે ।।

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.