શ્રી વલ્લભનું અતિ નિગૂઢ સ્વરૂપ –
spacer
spacer

લે.પ.ભ. શ્રી વલ્લભ પાદપહ્મ મિલિન્દ

દયારામભાઈ ઉપર અતિ કૃપા શ્રીજીની થઈ; અને શ્રીજીએ મુખથી આજ્ઞા કરી કે, “ તું તો શ્રીવલ્લભ નામનો જ જપ કર” પોતાની પ્રિય વસ્તું ગોપનજ કરવાની હોય છો, - “રાધા સર્વસ્વ સમ્પુટ:” આ નામ ઉભય પક્ષમાં યોજાય છે, શ્રી પ્રિયાજીનું સર્વસ્વ ધન પ્રિયતમ છે, તેમજ પ્રિયતમનું સર્વસ્વ ધન શ્રી પ્રિયાજી છે. તે ધન હદયરૂપ સમ્પુટમાં ગોપન કરેલું છે. પરમ કાષ્ચાપન્ન આ ધનનું જ્યાં અતિશય કૃપા થાય ત્યાંજ દાન થાય છે. તેથી દયારામભાઈ મહત્ સૌભાગ્યને પ્રાપ્ત થયા છે. ભગવદીયોમાં ઉદારતા અને કરૂણ્યતા સહજ હોવાથી અસ્મદાદિ માટે તો ગોપનીય ધનનો તેઓ પ્રકાશ કરી ગયા છે. શ્રીહરિરાય મહાપ્રભુએ તો અતિશય કરૂણાની વર્ષા કરી, શ્રીવલ્લભના નિગૂઢ સ્વરૂપનો પ્રકાશ કર્યો છે. તાત્પર્ય શ્રીવલ્લભનામ ગોપનીય છે, પ્રમાણ રૂપે આપે અષ્ટાક્ષરનું દાન કરેલું છે.
 
બસો બાવનની વાર્તામાં એક ભોળી બાઈનો પ્રસંગ છે. તેને આપ શ્રીગુંસાઇજી અષ્ટાક્ષર આપે છે, પરંતુ તેની જીહવા ઉપર આ નામ આવતું નથી ત્યારે શ્રીમહાપ્રભુચરણ આજ્ઞા કરે છે કે, તને મારૂ નામ આવડે છે ? ત્યારે તે બાઈ એ હા કહી, ત્યારે આપે આજ્ઞા કરીકે મારા નામનું સ્મરણ તું કરજે. પછી આપે બીજા વૈષ્ણવો જે નિકટ ઉભા હતા તેમને આજ્ઞા કરી કે, તમારે તો અષ્ટાક્ષરનું જ સ્મરણ કરવું. આ પ્રસંગ ઉપર શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે, શ્રીમત્પ્રભુચરણોનું નામ ફલાત્મક-ગૂઢ છે. તે તો મુગ્ધજનોને જોઇને અતિ કરૂણા પ્રકટ થઈ જવાથી પોતાના ફલાત્મક ગોપનીય નામનું આપ દાન કરે છે, અને પ્રમાણવાદીઓને માટે અષ્ટાક્ષરની આજ્ઞા કરે છે આ પ્રસંગમાં તે બાઈને અષ્ટાક્ષર બોલતાં આવડતું નથી તે માત્ર નિમિત્તજ છે. શ્રી પ્રભુચરણ શ્રી ગુંસાઈનું આ ચરિત્ર અતિ નિગૂઢ છે કારણકે અતિશય કૃપાથી પોતાના સ્વામિની ભાવાત્મક નિગૂઢ સ્વરૂપનો આ પ્રસંગે આપને પ્રકાશ કરવો છે. પરન્તું આ સૂક્ષ્મ અને પરમ કાષ્ટાપન્ન વિષયને નિજ્જનો વિના અન્ય કોણ સમજી શકે ?
 
‘‘પુષ્ટિ પથ રહસ્ય” ગ્રંથની એક પંક્તિમાં દયારામભાઈ કહે છે કે –
શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલ નામ ગૂઢ અતિ ભાખ્યું ।
શ્રી ગોકુલેશ નિજ્જન પ્રતિ એમ દાખ્યું. ।।
 
આ કથનથી આપ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણચન્દ્રના સ્વરૂપનું અને તેમના નામનું વર્ણન કર્યું છે. પોતાના સ્વરૂપનું અને નામનું દાન તો નિજ્જનોમાં જ પ્રકાશીત કર્યું છે.
 
“વસ્તુંત: કૃષ્ણ એવ” એમ જે શ્રીમત્પ્રભુચરણોએ શ્રીવલ્લભાષ્ટકમાં આજ્ઞા કરી છે તે પ્રમાણવાદીઓને બોધ આપવા માટે છે. પ્રમાણવાદીઓને શાસ્ત્રના પ્રમાણ વિના શ્રધ્ધા કે વિશ્વાસ થતો નથી, તેથી તેવાને આપનું (શ્રીવલ્લભનુ) કૃષ્ણરૂપત્વ સિધ્ધ કરી રહ્યા છે.
 
શ્રી ઠકુરાણી ઘાટે બ્રહ્મસંબંધની આજ્ઞા કરવા શ્રીજી પ્રગટ થયા તે પ્રસંગમાં શ્રી હરિરાયચરણોનું મંતવ્ય એવું છે કે, પ્રમાણવાદી મહાત્મીક જીવોને પ્રકટ આચાર્ય સ્વરૂપમાં વિશ્વાસ અને નિષ્ઠા નહી થાય તે હેતુથી શ્રીવલ્લભે પોતાના સ્વરૂપમાંથી જ શ્રીજીને પ્રકટ કરી બ્રહ્મસંબંધની આજ્ઞાનું નાટ્ય રચ્યું. [ શ્રીવલ્લભબરનો કહા બડાઈ ।। જાકે એક રોમતે પ્રકટિત કોટી ગોવદ્નરાઈ ।। મહાનુભાવ શ્રી રામદાસજી વિરચિત પદની આ પંક્તિ અત્રે સુસંગત તેમજ વિચારણીય છે અને ઉપરોક્ત કથનની પુષ્ટિ કરે છે.] શ્રીમદદમલાજી માટે તો “આપ (શ્રીવલ્લભ) કહો તેજ મારે સમજવું છે.” શ્રીમદદમલાજીને શ્રીજીની આજ્ઞાની આવશ્યકતા ન રહી.
 
શ્રીકૃષ્ણદાસજીના પદમાં “વસ્તુંત: કૃષ્ણ જો બંધે દામી” આ પંક્તિનું સ્વારસ્ય પણ પ્રમાણ આપીને સમજાવવા માટેનું છે, વાસ્તવીક બહિ: વિદ્યા શ્રીંગાર વિલાસ પણ આપનો જ છે. બહિ: વિલાસમાં શ્રીકૃષ્ણનામથી આપ પ્રસિધ્ધ થયા છે, આપના મૂલવિલાસમાં વૈશ્વાનરવલ્લભ નામ ધારી છે, આપના મૂલ સુધા સ્વરૂપને શ્રીહરિરાય ચરણોએ સાત પ્રકારે જણાવેલ છે, તેમાં પ્રથમ “મુખ્યપુરૂષાકાર સુધા” ને કહેલ છે, આ સુધામાં અગ્નિ અને માધુર્યતા અનુસ્યુત હોવાથી આ સુધા વૈશ્વાનર અને વલ્લભ નામ ધારી છે.
 
સુધાસ્વરૂપ શ્રીવલ્લભનું સામ્રાજ્ય –
 
બહિ: લીલામાં પણ આ ઉભય નામોનો વિલાસ રહેલો જ છે, પરંતુ તે ગોપ્ય છે. સુધાના અસ્તીત્વ વિના કોઈપણ લીલા થઈ સકતી જ નથી, તેથી બહિ: લીલામાં પણ સુધા સ્વરૂપનું જ સામ્રાજ્ય છાયેલું છે. બહિ:લીલામાં અનેક રૂપ-નામના વિભેદે આ સુધાનો જ વિલાસ હોવાથી તે સુધા સ્વરૂપના મૂલ વિલાસમાં કોઈ ક્ષતી થતી નથી. “ પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવા છતાં પૂર્ણ જ રહે છે,” શ્રુતિના આ કથન મુજબ મૂલ વિલાસ પણ અખંડ જ રહ્યો છે. તેમ ન હોય તો મૂલ વિલાસમાં અનિત્યતાની શંકા થાય.
 
સ્વાનંદતુન્દિલ: સ્વરૂપની જે રસસમાધિ છે. તેમાં કેવલ સુધાનું જ આસ્વાદન છે, કિં બહુના. રૂપ અને નામનુ પણ આ અવસ્થામાં અનુસંધાન નથી, શ્રીગોકુલેશ પ્રભુ આ અવસ્થાને “ગહનગતિ” સમ્બોધન આપે છે. રસિકભક્ત મંદદાસજીની ઉક્તિ આ કથનમાં સંગત થાય છે.
 
ભૂત છુવે મદીરા પીવે, તાહી શુધ કછુ હોય ।
પ્રેમઅમીરસ જે પીવે, તાહીન રહે શુધ કોય ।।
 
જે સુધા બહિ:લીલામાં અનંત યુગલોમાં વિલસીને સ્વમહિમાનો પ્રકાશ કરી રહી છે, અનંત રાસાદિલીલામૃત જલધિઓ જેમાંથી પ્રકટ થાય છે, અને સૌન્દર્યમૂત-સ્નેહામૃતની જેમાં સીમાં છે તેવા “ ઘનીભૂત” સુધા સ્વરૂપની રસસમાધિમાં રૂપ- અને નામનું અનુસંધાન ન રહે તે યોગ્ય જ છે. આ કથનની સંગતીમાં દાનલીલાનો એક શ્લોક વિચારીએ :-
 
ધમ્મિલં વા દધિ કલશિકાં મૂધ્નિ
સંસ્થાપિતાં વા ।
તં મર્ગં વા ગમનમ્ વા કંચુકીમંચલં વા ।।
દેહં વા સ્વગૃહજાત સખીવૃન્દમેષા મૃગાક્ષી
ધોષાધીશાત્મજમપિ તદા નાવિદન્મોહિતેવ ।।
 
‘મહાભાવ’નું સ્વરૂપ –
નાયક નાયકાને અરસપરસનું અનુસંધાન ભૂલાઈ જઈ ને લાવણ્યામૃત સુધાના આસ્વાદનમાં જે રસ સમાધિ થઈ જાય છે, તેને ગાયત્રીભાષ્યમાં શ્રીગોકુલેશ પ્રભુએ ‘મહાભાવ’ ની સંજ્ઞાથી પરિચય કરાવ્યો છે. ‘સ્વાનંદતુન્દિલ’ વિલાસ ઉપરોક્ત કથન મુજબનો છે. રૂપ-અને નામની અપેક્ષા “મહાભાવ” ની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જ રહે છે. આ “મહાભાવ”નો જ પર્યાય “ગહનગતિ” છે ‘સુધા જ આધાર અને સુધા જ આધેય એવા ધર્મીવિપ્રયોગાત્મક વિલાસમાં ‘મહાભાવ’નો જ અનુભવ છે.” આ આપના મૂલસ્વરૂપનો વિલાસ છે ધર્મી વિપ્રયોગની સાધન અવસ્થામાં ભાવાત્મક સ્વરૂપની ભાવનાની અપેક્ષા અનીવાર્ય છે. પરંતુ આંતરમાં ભાવાત્મક સ્વરૂપ સિધ્ધ થઈ ગયા પછી કેવલ સુધા આસ્વાદનનો જ અનુભવ છે. ત્યાં નાયક-નાયકા ભાવનુ વિસ્મરણ જ થઈ જાય છે. રસ સમાધિમાંથી પાછુ બાહ્ય અનુસંધાન ધર્મી સંયોગમાં છે. ઘર્મી વિપ્રયોગમાં નહી.
 
શ્રી હરિરાયચરણોએ સુધાનું સપ્ત પ્રકારે જે વર્ણન કર્યું છે તેમાં પ્રથમ “મુખ્યપુરૂષાકાર સુધા” એમ જે કહ્યું છે તેનું તાત્પર્ય “પુરૂષાકાર” એટલે પરમ પુરૂષાર્થરૂપ પુરૂષાર્થની પણ જ્યાં અવધિ છે તેવું આપનું મૂલ સુધા સ્વરૂપ છે. આ સ્વરૂપનો અનુભવ શ્રીમદદમલાજી, પ્રભુદાસજી, અને પદ્મનાભદાસજીને થયો છે.
આ સુધા સદા આનંદરૂપ જ હોવાથી શાસ્ત્રોક્ત ભાષામાં સદાનંદ અને કૃષ્ણનામથી તેનો પરિચય કરાવે છે, અને આ પરિચયમાં શ્રીમત્પ્રભુચરણ “વસ્તુત: કૃષ્ણ એવ” એ પ્રમાણે આજ્ઞા કરે છે, “ઈતિશ્રીકૃષ્ણદાસસ્ય” આ પંક્તિનું સ્વારસ્ય શ્રી હરિરાયચરણોએ અન્ત:કરણ પ્રબોધની ટીકામાં જણાવેલું છે.
 
નિ:સંધાન ધંન કૃષ્ણસ્તસ્યાપ્યાસ્યં પરં ધનમ્
ધનેન તેન સધનં, માં કરોતું કૃપાધન ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.