શ્રીવલ્લભ વચનામૃત
spacer
spacer

- ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ (જુનાગઢ)

પ્રભુએ પોતાની સેવા કરાવવા જે સૃષ્ટિ સર્જી, તે પુષ્ટિસૃષ્ટિ છે.
(ભગવદ્રુપસેવાર્થ તત્સૃષ્ટિર્નાન્યથા ભવેત્ – પુષ્ટિપ્રવાહ મર્યાદા)
 
પોતપોતાના અધિકાર અનુસાર જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય પ્રકારના માર્ગ ફળ આપનાર છે. પણ હાલ આ કલિયુગમાં ઇષ્ટફલપ્રાપ્તિ નષ્ટ થઇ ગઇ છે. (અધુના તું કલૌ સર્વવિરૂદ્ધાચાર તત્પરાઃ) માટે આ યુગમાં કેવલ શ્રીકૃષ્ણને સેવવાથી જ જીવનું ઇષ્ટ થાય છે. શ્રીકૃષ્ણની સેવા કરવામાં આવે તો કલિયુગ પણ તેને સહાયક બની જાય છે.
 
સંસારમાં દોષદ્રષ્ટિથી ઉત્પન્ન થયેલ વૈરાગ્ય કે ત્યાગ પુષ્ટિમાર્ગીય નથી, પણ શ્રીકૃષ્ણમાં સ્નેહ થવાથી મેળવાયેલ વૈરાગ્ય જ પુષ્ટિમાર્ગીય છે.
 
જેમ ખાવું એ શરીરનો ધર્મ છે તેમ જ પ્રભુને ભજવા એ આત્માનો ધર્મ છે. જેમ રોજ ખાવાની જરૂર છે તે જ રીતે રોજ પ્રભુ ભજવાની પણ જરૂર છે.
 
મનુષ્ય ગમે તે ધર્મ પાળતો હોય તો પણ મનુષ્ય તરીકે તે સત્કાર અને સદભાવને પાત્ર છે.
 
ધર્મ, ઉંચાપણું – નીચાપણું, જય-પરાજયનો વિષય નથી.
 
તીર્થયાત્રા પુષ્ટિમાર્ગીય માટે કંઇ પુણ્ય મેળવવા નથી, પણ પ્રભુની લીલાનું દર્શન કરવાર્થે જ છે.
 
સમગ્ર જગત બ્રહ્માત્મક છે. પ્રભુ પરાત્પરબ્રહ્મ પૂણાનંદ સર્વેશ્વર શ્રીકૃષ્ણનો અંશ છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.